પ્રધાનમંત્રીએ યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં થયેલા જાનહાનિ બદલ સંવેદના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી.

પ્રધાનમંત્રીએ યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે વ્યક્ત કર્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં યુએઈ સાથે ઉભું છે.

પ્રધાનમંત્રીએ યુએઈના રાષ્ટ્રપતિનો યુએઈમાં રહેતા ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ આભાર માન્યો. તેમણે વધુમાં ભાર મૂક્યો કે ભારત પ્રદેશમાં તણાવ ઓછો કરવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપે છે.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું:

"UAE ના રાષ્ટ્રપતિ, મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી. UAE પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. આ મુશ્કેલ સમયમાં ભારત UAE સાથે ઉભું છે.

UAE માં રહેતા ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા, પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How PLI schemes, design in India and manufacturing excellence are transforming the architectural lighting industry

Media Coverage

How PLI schemes, design in India and manufacturing excellence are transforming the architectural lighting industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 જુલાઈ 2026
July 28, 2026

From Factories to Space & High-Speed Rail: How PM Modi’s Vision is Rewiring India’s Future