નવી પેઢીનો કૌશલ્ય વિકાસ એ રાષ્ટ્રની જરૂરિયાત છે અને આત્મનિર્ભર ભારતની આધારશીલા છે: પ્રધાનમંત્રી
કૌશલ્યની ઉજવણીએ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે: પ્રધાનમંત્રી
સમાજમાં કૌશલ્ય પ્રાપ્ત કામદારોનો યોગ્ય આદર કરવાનું આહ્વાન કર્યું
'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ 1.25 કરોડ કરતાં વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે: પ્રધાનમંત્રી
ભારત સમગ્ર દુનિયાને હોંશિયાર અને કૌશલ્ય પ્રાપ્ત માનવબળ પૂરું પાડે તેવી વિચારધારા આપણા યુવાનોને કૌશલ્યવાન બનાવવાની વ્યૂહનીતિમાં કેન્દ્ર સ્થાને હોવી જોઇએ: પ્રધાનમંત્રી
ભારતના કૌશલ્યવાન કાર્યદળે મહામારી સામે અસરકારક રીતે લડવામાં મદદ કરી છે: પ્રધાનમંત્રી
યુવાનોના કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્ય વૃદ્ધિનું મિશન અવિરત આગળ વધવું જોઇએ: પ્રધાનમંત્રી
કૌશલ્ય ભારત મિશન નબળા વર્ગોને કૌશલ્ય પૂરું પાડીને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું દીર્ઘદૃષ્ટિપૂર્ણ સપનું સાકાર કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવી પેઢીનો કૌશલ્ય વિકાસ એ રાષ્ટ્રની જરૂરિયાત છે અને આત્મનિર્ભર ભારતની આધારશીલા પણ છે કારણ કે આ પેઢી આપણા લોકતંત્રને 75મા વર્ષ થી 100મા વર્ષ સુધી લઇ જશે. તેમણે છેલ્લા 6 વર્ષમાં કૌશલ્ય ભારત મિશનના કારણે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને આ મિશનને વધુ વેગવાન બનાવવા માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે સંબોધન કરી રહ્યાં હતા ત્યારે ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિમાં કૌશલ્યના મહત્વને રેખાંકિત કર્યું હતું અને કૌશલ્ય વિકાસને આપવામાં આવેલા મહત્વ અને 'કૌશલ્ય વૃદ્ધિ' અને સમાજની પ્રગતિ વચ્ચેની લિંક પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીજીએ વિજ્યાદશમી, અક્ષય તૃતિયા અને વિશ્વકર્મા પૂજન જેવી કૌશલ્યની ઉજવણીની પરંપરાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કૌશલ્ય અને રોજગારલક્ષી ઓજારો અને સાધનોની પૂજા કરવામાં આવે છે. આ પરંપરાઓને ટાંકીને પ્રધાનમંત્રીએ સુથાર, કુંભાર, ધાતુ કામના કારીગરો, સફાઇ કર્મચારીઓ, બાગાયત કાર્યના કામદારો અને વણકરો જેવા કૌશલ્યવાન વ્યાવસાયિકોનો સમાજમાં આદર કરવા માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, લાંબા સમય સુધી ગુલામીના કારણે આપણા સામાજિક અને શૈક્ષણિક તંત્રમાં કૌશલ્યને આપવામાં આવતું મહત્વ ઘટી ગયું છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે શિક્ષણ આપણને શું કરવું જોઇએ તે શીખવે છે જ્યારે કૌશલ્ય આપણને વાસ્તવિક પરિચાલન અમલીકરણમાં માર્ગદર્શન આપે છે અને આ બાબત જ કૌશલ્ય ભારત મિશનનો માર્ગદર્શક સિદ્ધાંત છે. તેમણે 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ 1.25 કરોડ કરતાં વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે તે બાબતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

દૈનિક જીવનમાં કૌશલ્યની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કમાણી શરૂ થાય એટલે શીખવાનું અટકી જવું જોઇએ નહીં. આજની દુનિયામાં માત્ર કૌશલ્યવાન વ્યક્તિનો જ વિકાસ થઇ શકે છે. લોકો અને દેશો બંનેને આ બાબત લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયાને હોંશિયાર અને કૌશલ્યવાન માનવબળ પૂરું પાડે તે વિચારધારા આપણા યુવાનોને કૌશલ્યવાન બનાવવાની વ્યૂહનીતિના કેન્દ્રસ્થાને હોવી જોઇએ. તેમણે ગ્લોબલ સ્કિલ ગેપ મેપિંગનાં પગલાંને બિરદાવ્યું હતું અને હિતધારકોને સતત કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્ય વૃદ્ધિ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઝડપથી આગળ વધવા માટે આ જરૂરિયાત છે કારણ કે ઝડપથી બદલાતી ટેકનોલોજીના કારણે પુનઃકૌશલ્યની ખૂબ જ મોટી માંગ વધી રહી છે. પ્રધાનમંત્રીએ કેવી રીતે મહામારી સામે અસરકારક લડત આપવામાં આપણા કૌશલ્યવાન કાર્યદળે મદદ કરી હતી તે વાત પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની દૂરંદેશીનો સંદર્ભ આપ્યો હતો જેમણે સમાજના નબળા વર્ગને કૌશલ્ય આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી મોદીજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર કૌશલ્ય ભારત મિશન દ્વારા બાબાસાહેબના દીર્ઘદૃષ્ટિપૂર્ણ સપનાંને સાકાર કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, 'ગોઇંગ ઑનલાઇન એઝ લીડર' – GOALથી આદિવાસી વિસ્તારાોમાં રહેતી આદિવાસી વસ્તીને સંસ્કૃતિ, હસ્ત બનાવટ, કાપડ અને ડિજિટલ સાક્ષરતા જેવા ક્ષેત્રોમાં મદદ મળી રહી છે જેના કારણે આદિવાસી લોકોમાં ઉદ્યમશીલતા વિકાસની ભાવના વધુ બળવાન થઇ છે. વન ધન યોજના આદિવાસી સમાજને નવી તકો સાથે અસરકારક રીતે જોડી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “આવનારા દિવસોમાં, આપણે આવા અભિયાનોને વધુ ફેલાવવા પડશે અને આપણી જાત તેમજ આપણા દેશને કૌશલ્ય વિકાસ દ્વારા આત્મનિર્ભર બનાવવા પડશે.”

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Total Urea stocks currently at 61.14 LMT, up from 55.22 LMT in March 2025

Media Coverage

Total Urea stocks currently at 61.14 LMT, up from 55.22 LMT in March 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 માર્ચ 2026
March 22, 2026

Resilience and Reliance: How Strategic Policies are Powering India's Economy, Energy, and Agriculture Under the Leadership of PM Modi