પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવી પેઢીનો કૌશલ્ય વિકાસ એ રાષ્ટ્રની જરૂરિયાત છે અને આત્મનિર્ભર ભારતની આધારશીલા પણ છે કારણ કે આ પેઢી આપણા લોકતંત્રને 75મા વર્ષ થી 100મા વર્ષ સુધી લઇ જશે. તેમણે છેલ્લા 6 વર્ષમાં કૌશલ્ય ભારત મિશનના કારણે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને આ મિશનને વધુ વેગવાન બનાવવા માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે સંબોધન કરી રહ્યાં હતા ત્યારે ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિમાં કૌશલ્યના મહત્વને રેખાંકિત કર્યું હતું અને કૌશલ્ય વિકાસને આપવામાં આવેલા મહત્વ અને 'કૌશલ્ય વૃદ્ધિ' અને સમાજની પ્રગતિ વચ્ચેની લિંક પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીજીએ વિજ્યાદશમી, અક્ષય તૃતિયા અને વિશ્વકર્મા પૂજન જેવી કૌશલ્યની ઉજવણીની પરંપરાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કૌશલ્ય અને રોજગારલક્ષી ઓજારો અને સાધનોની પૂજા કરવામાં આવે છે. આ પરંપરાઓને ટાંકીને પ્રધાનમંત્રીએ સુથાર, કુંભાર, ધાતુ કામના કારીગરો, સફાઇ કર્મચારીઓ, બાગાયત કાર્યના કામદારો અને વણકરો જેવા કૌશલ્યવાન વ્યાવસાયિકોનો સમાજમાં આદર કરવા માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, લાંબા સમય સુધી ગુલામીના કારણે આપણા સામાજિક અને શૈક્ષણિક તંત્રમાં કૌશલ્યને આપવામાં આવતું મહત્વ ઘટી ગયું છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે શિક્ષણ આપણને શું કરવું જોઇએ તે શીખવે છે જ્યારે કૌશલ્ય આપણને વાસ્તવિક પરિચાલન અમલીકરણમાં માર્ગદર્શન આપે છે અને આ બાબત જ કૌશલ્ય ભારત મિશનનો માર્ગદર્શક સિદ્ધાંત છે. તેમણે 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ 1.25 કરોડ કરતાં વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે તે બાબતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
દૈનિક જીવનમાં કૌશલ્યની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કમાણી શરૂ થાય એટલે શીખવાનું અટકી જવું જોઇએ નહીં. આજની દુનિયામાં માત્ર કૌશલ્યવાન વ્યક્તિનો જ વિકાસ થઇ શકે છે. લોકો અને દેશો બંનેને આ બાબત લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયાને હોંશિયાર અને કૌશલ્યવાન માનવબળ પૂરું પાડે તે વિચારધારા આપણા યુવાનોને કૌશલ્યવાન બનાવવાની વ્યૂહનીતિના કેન્દ્રસ્થાને હોવી જોઇએ. તેમણે ગ્લોબલ સ્કિલ ગેપ મેપિંગનાં પગલાંને બિરદાવ્યું હતું અને હિતધારકોને સતત કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્ય વૃદ્ધિ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઝડપથી આગળ વધવા માટે આ જરૂરિયાત છે કારણ કે ઝડપથી બદલાતી ટેકનોલોજીના કારણે પુનઃકૌશલ્યની ખૂબ જ મોટી માંગ વધી રહી છે. પ્રધાનમંત્રીએ કેવી રીતે મહામારી સામે અસરકારક લડત આપવામાં આપણા કૌશલ્યવાન કાર્યદળે મદદ કરી હતી તે વાત પણ યાદ કરી હતી.
પ્રધાનમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની દૂરંદેશીનો સંદર્ભ આપ્યો હતો જેમણે સમાજના નબળા વર્ગને કૌશલ્ય આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી મોદીજીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર કૌશલ્ય ભારત મિશન દ્વારા બાબાસાહેબના દીર્ઘદૃષ્ટિપૂર્ણ સપનાંને સાકાર કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, 'ગોઇંગ ઑનલાઇન એઝ લીડર' – GOALથી આદિવાસી વિસ્તારાોમાં રહેતી આદિવાસી વસ્તીને સંસ્કૃતિ, હસ્ત બનાવટ, કાપડ અને ડિજિટલ સાક્ષરતા જેવા ક્ષેત્રોમાં મદદ મળી રહી છે જેના કારણે આદિવાસી લોકોમાં ઉદ્યમશીલતા વિકાસની ભાવના વધુ બળવાન થઇ છે. વન ધન યોજના આદિવાસી સમાજને નવી તકો સાથે અસરકારક રીતે જોડી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “આવનારા દિવસોમાં, આપણે આવા અભિયાનોને વધુ ફેલાવવા પડશે અને આપણી જાત તેમજ આપણા દેશને કૌશલ્ય વિકાસ દ્વારા આત્મનિર્ભર બનાવવા પડશે.”
नई पीढ़ी के युवाओं का स्किल डवलपमेंट, एक राष्ट्रीय जरूरत है, आत्मनिर्भर भारत का बहुत बड़ा आधार है।
— PMO India (@PMOIndia) July 15, 2021
बीते 6 वर्षों में जो आधार बना, जो नए संस्थान बने, उसकी पूरी ताकत जोड़कर हमें नए सिरे से स्किल इंडिया मिशन को गति देनी है: PM @narendramodi
हम विजयदशमी को शस्त्र पूजन करते हैं।
— PMO India (@PMOIndia) July 15, 2021
अक्षय तृतीया को किसान फसल की, कृषि यंत्रो की पूजा करते हैं।
भगवान विश्वकर्मा की पूजा तो हमारे देश में हर स्किल, हर शिल्प से जुड़े लोगों के लिए बहुत बड़ा पर्व रहा है: PM @narendramodi
आज ये जरूरी है कि Learning आपकी earning के साथ ही रुके नहीं।
— PMO India (@PMOIndia) July 15, 2021
आज दुनिया में स्किल्स की इतनी डिमांड है कि जो skilled होगा वही Grow करेगा।
ये बात व्यक्तियों पर भी लागू होती है, और देश पर भी: PM @narendramodi
दुनिया के लिए एक Smart और Skilled Man-power Solutions भारत दे सके, ये हमारे नौजवानों की Skilling Strategy के मूल में होना चाहिए।
— PMO India (@PMOIndia) July 15, 2021
इसको देखते हुए ग्लोबल स्किल गैप की मैपिंग जो की जा रही है,
वो प्रशंसनीय कदम है: PM @narendramodi


