શેર
 
Comments
Hunar Haat has given wings to the aspirations of artisans: PM Modi
Our biodiversity is a unique treasure, must preserve it: PM Modi
Good to see that many more youngsters are developing keen interest in science and technology: PM Modi
New India does not want to follow the old approach, says PM Modi
Women are leading from the front and driving change in society: PM Modi
Our country's geography is such that it offers varied landscape for adventure sports: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, આ મારું સૌભાગ્ય છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને કચ્છથી લઈને કોહિમા, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, દેશભરના બધા નાગરિકોને ફરી એકવાર નમસ્કાર કરવાનો મોકો મળ્યો છે. આપને બધાને નમસ્કાર. આપણા દેશની વિશાળતા અને વિવિધતા તેને યાદ કરવી, તેને નમન કરવું, દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. અને આ વિવિધતાના અનુભવનો અવસર તો હંમેશા અભીભૂત કરી દેનારો, આનંદથી ભરી દેનારો, એક પ્રકારે પ્રેરણાનું પુષ્પ હોય છે. થોડા દિવસો પહેલા મેં દિલ્હીના ‘હુનર હાટ’માં એક નાની જગ્યામાં આપણા દેશની વિશાળતા, સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી અને લાગણીઓની વિવિધતાઓના દર્શન કર્યા. પારંપરિક વસ્ત્રો, હસ્તશિલ્પ, કાર્પેટ, વાસણો, વાંસ અને પિત્તળની વસ્તુઓ, પંજાબની ફૂલકારી, આંધ્રપ્રદેશનું શાનદાર લેધરનું કામ, તમિલનાડુના સુંદર ચિત્રો, ઉત્તરપ્રદેશના પિત્તળના ઉત્પાદનો, ભદોહીની કાર્પેટ, કચ્છની કોપરની વસ્તુઓ, અનેક સંગીત વાદ્ય યંત્ર, અગણિત વાતો, સમગ્ર ભારતની કળા અને સંસ્કૃતિની ઝાંખી, ખરેખર અનોખી જ હતી અને તેની પાછળ શિલ્પકારોની સાધના, લગન અને પોતાની કુશળતા પ્રત્યે પ્રેમની વાતો પણ ઘણી જ પ્રેરણાદાયક હોય છે. ‘હુનર હાટ’માં દિવ્યાંગ મહિલાના શબ્દો સાંભળીને ખૂબ સંતોષ થયો. તેણે મને કહ્યું કે અગાઉ તે ફૂટપાથ પર પોતાના ચિત્રો વેચતી હતી. પરંતુ હુનર હાટમાં જોડાયા પછી તેની જિંદગી બદલાઈ ગઈ. આજે તે ફક્ત આત્મનિર્ભર નથી પણ તેણે પોતાનું ઘર પણ ખરીદ્યું છે. હુનાર હાટમાં, મને ઘણા વધુ શિલ્પકારોને મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક પણ મળી. મને કહેવામાં આવ્યું છે કે હુનર હાટમાં ભાગ લેનારા કારીગરોમાં પચાસ ટકાથી વધુ મહિલાઓ છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં હુનર હાટ દ્વારા લગભગ ત્રણ લાખ કારીગરો, શિલ્પકારોને રોજગારની ઘણી તકો મળી છે. ‘હુનર હાટ’ કલા પ્રદર્શિત કરવા માટેનું એક મંચ તો છે જ, સાથે જ તે લોકોના સપનાઓને પાંખો પણ આપી રહ્યું છે. આ એક જગ્યા છે જ્યાં આ દેશની વિવિધતાને અવગણવી અશક્ય છે. શિલ્પકલા તો છે જ સાથે આપણી ખાણીપીણીની વિવિધતા પણ છે. ત્યાં એક જ લાઇનમાં ઇડલી-ઢોસા, છોલે-ભટુરે, દાળ-બાટી, ખમણ-ખાંડવી અને કેટકેટલું હતું. મેં પોતે પણ ત્યાં બિહારના સ્વાદિષ્ટ લીટ્ટી-ચોખાનો આનંદ માણ્યો. ભરપૂર આનંદ માણ્યો. ભારતના દરેક ભાગમાં આવા મેળા અને પ્રદર્શનોનું આયોજન થતું રહે છે. ભારતને જાણવા માટે, ભારતના અનુભવ માટે, જ્યારે પણ તક મળે, ચોક્કસ જવું જોઈએ. એક ભારત-શ્રેષ્ઠ ભારતને, મનભરીને જીવવાની આ તક બની જાય છે. તમે ન માત્ર દેશની કલા અને સંસ્કૃતિ સાથે જોડાશો પરંતુ આપ દેશના મહેનતુ કારીગરોની અને ખાસ કરીને મહિલાઓની સમૃદ્ધિમાં પણ પોતાનું યોગદાન આપી શકશો. – જરૂર જજો.

        મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની મહાન પરંપરાઓ છે. આપણા પૂર્વજોએ આપણને જે વારસામાં આપ્યું છે, જે શિક્ષણ અને દિક્ષા આપણને મળી છે, જેમાં જીવો પ્રત્યે દયાનો ભાવ, પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ, આ બધી વાતો આપણા સાંસ્કૃતિક વારસા છે અને ભારતના આ વાતાવરણનું આતિથ્ય માણવા માટે દુનિયાભરથી અલગ-અલગ પ્રજાતિઓના પક્ષીઓ પણ દર વર્ષે ભારત આવે છે. ભારત આખું વર્ષ કેટલાયે સ્થળાંતર પ્રજાતિઓ માટેનું આશ્રયસ્થાન બની રહે છે. અને એ પણ કહે છે કે આ જે પક્ષીઓ આવે છે, પાંચસોથી પણ વધુ, અલગ-અલગ પ્રકારના અને અલગ-અલગ વિસ્તારમાંથી આવે છે. ગત દિવસોમાં ગાંધીનગરમાં ‘COP – 13 convention’ જેમાં આ વિષય પર ઘણું ચિંતન થયું, મનન થયું, મંથન પણ થયું અને ભારતના પ્રયત્નોની ઘણી પ્રશંસા પણ થઈ. સાથીઓ આ આપણા માટે ગર્વની વાત છે કે આવનારા ત્રણ વર્ષો સુધી ભારત migratory species પર થનારા ‘COP convention’ની અધ્યક્ષતા કરશે. આ તકને કેવી રીતે ઉપયોગી બનાવાય, તેના માટે આપ આપના સૂચનો ચોક્કસ મોકલો.

        COP Convention પર થઈ રહેલી આ ચર્ચાની વચ્ચે મારું ધ્યાન મેઘાલયથી જોડાયેલી એક મહત્વની જાણકારી પર ગયું. હમણાં જ જીવ વૈજ્ઞાનીઓએ માછલીની એક એવી નવી પ્રજાતિની શોધ કરી છે જે માત્ર મેઘાલયમાં ગુફાઓની અંદર જ મળી આવે છે. માનવામાં આવે છે કે આ માછલીઓ જમીનની અંદર રહેનારા જળ-જીવોની પ્રજાતિઓમાં સૌથી મોટી છે. આ માછલી એવી ઉંડી અને અંધારી underground caves માં રહે છે કે જ્યાં પ્રકાશ પણ કદાચ જ પહોંચી શકે છે. વૈજ્ઞાનીકો પણ એ વાતથી આશ્ચર્યચકિત છે કે આટલી મોટી માછલી આટલી ઉંડી ગુફાઓમાં કેવી રીતે જીવીત રહે છે? આ એક સુખદ વાત છે કે આપણું ભારત અને ખાસ કરીને મેઘાલય એક દુર્લભ પ્રજાતિનું ઘર છે. આ ભારતની જૈવ-વિવિધતાને નવા પરિમાણો પૂરા પાડવાના છે. આપણી આસપાસ એવી ઘણી અજાયબીઓ છે જે હજુ સુધી undiscovered છે. આ અજાયબીઓની જાણકારી મેળવવા માટે શોધની ઉત્કંઠા જરૂરી હોય છે.

મહાન તમિલ કવયિત્રી અવ્વૈયારએ લખ્યું છે કે,

“कट्टत केमांवु कल्लादरु उडगड़वु, कड्डत कयिमन अड़वा कल्लादर ओलाआडू”

        તેનો અર્થ છે કે આપણે જાણીએ છીએ, તે માત્ર મુઠ્ઠીભર એક રેતી છે પરંતુ જે આપણે નથી જાણતા. તે પોતાનામાં આખા બ્રહ્માંડને સમાન છે. આ દેશની વિવિધતા સાથે પણ આવું જ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી biodiversity પણ માનવ જાત માટે એક અનોખો ખજાનો છે જેને આપણે સંભાળવાનો છે, સુરક્ષિત રાખવાનો છે અને explore પણ કરવાનો છે.

        મારા પ્રિય યુવા સાથીઓ, હમણાં આપણા દેશમાં બાળકોમાં, યુવાનોમાં સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે રસ સતત વધી રહ્યો છે. અંતરિક્ષમાં Record Satellite નું પ્રક્ષેપણ, નવા-નવા રેકોર્ડ, નવા-નવા મિશન દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. જ્યારે હું ‘ચંદ્રયાન-2’ ના સમયે બેંગલુરુમાં હતો, તો મેં જોયું કે ત્યાં ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ સમાતો નહોતો. ઉંઘનું નામો નિશાન નહોતું. એક પ્રકારે આખી રાત તેઓ જાગતા રહ્યા. તેમનામાં Science, Technology અને innovation ને લઈને જે ઉત્સુકતા હતી તે આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. બાળકોના, યુવાનોના, આ જ ઉત્સાહને વધારવા માટે, તેમનામાં scientific temper ને વધારવા માટે વધુ એક વ્યવસ્થા શરૂ થઈ છે. હવે તમે શ્રીહરિકોટાથી થનારા રોકેટ લોન્ચિંગને સામે બેસીને જોઈ શકો છો. હાલમાં જ તેને બધા માટે ખૂલ્લું મૂકી દેવાયું છે. Visitor Gallery બનાવવામાં આવી છે જેમાં 10 હજાર લોકોને બેસવાની વ્યવસ્થા છે. ઈસરોની વેબસાઈટ પર આપેલી લીંકના માધ્યમથી ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. મને કહેવામાં આવ્યું છે કે કેટલીયે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને રોકેટ લોન્ચિંગ દેખાડવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રવાસ પર પણ લઈ જઈ રહ્યા છે. હું બધી શાળાઓના પ્રિન્સિપાલ અને શિક્ષકોને આગ્રહ કરીશ કે આવનારા સમયમાં તેઓ આનો લાભ ચોક્કસ ઉઠાવે.

        સાથીઓ, હું આપને વધુ એક રોમાંચક જાણકારી આપવા માગું છું. મેં નમો એપ પર ઝારખંડના ધનબાદમાં રહેતા પારસની કમેન્ટ વાંચી. પારસ ઈચ્છે છે કે હું ઈસરોના ‘યુવિકા’ પ્રોગ્રામ વિશે યુવા-સાથીઓને જણાવું. યુવાઓને વિજ્ઞાન સાથે જોડવા માટે ‘યુવિકા’, ઈસરોનો એક બહુ મોટો પ્રશંસનિય પ્રયત્ન છે. 2019માં આ કાર્યક્રમ શાળાના Students માટે launch કરવામાં આવ્યો હતો. ‘યુવિકા’ નો મતલબ છે, યુવા વૈજ્ઞાનિ કાર્યક્રમ (YUva Vigyani Karyakram). આ કાર્યક્રમ આપણા vision, “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” ને અનુરૂપ છે. આ પ્રોગ્રામમાં પોતાની પરીક્ષાઓ પછી, વેકેશનમાં વિદ્યાર્થીઓ ઈસરોના અલગ-અલગ સેન્ટરમાં જઈને Space Technology, Space Science અને Space Applications વિશે શીખે છે. આપને જો જાણવું છે કે ટ્રેનિંગ કેવી છે? કેવા પ્રકારની છે? કેટલી રોમાંચક છે? છેલ્લે જેમણે તેમાં ભાગ લીધો છે, તેમના અનુભવો અવશ્ય વાંચો. તમારે પોતાને ભાગ લેવો હોય તો ઈસરો સાથે જોડાયેલી ‘યુવિકા’ની વેબસાઈટ પર જઈને તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. મારા યુવા સાથીઓ હું તમારા માટે જણાવું છું વેબસાઈટનું નામ લખી લ્યો અને ચોક્કસ આજે જ વીઝીટ કરો – www.yuvika.isro.gov.in લખી નાખ્યું ને?  

        મારા પ્રિય દેશવાસીઓ, 31 જાન્યુઆરી 2020ના રોજ લદ્દાખની સુંદર જગ્યા એક ઐતિહાસીક ઘટનાની સાક્ષી બની. લેહના કુશોક બાકુલા રિમ્પોચી એરપોર્ટથી ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ઉડ્યું તો એક નવો ઈતિહાસ બની ગયો. આ ઉડાનમાં 10% ભારતીય બાયો જેટ-ફ્યૂઅલનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આવું પહેલી વખત થયું જ્યારે બંને એન્જિનમાં આ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલું જ નહીં, લેહના જે વિમાનમથક પરથી આ વિમાન ઉડ્યું, તે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં સૌથી ઉંચાઈ પર સ્થિત એરપોર્ટમાંનું એક છે. ખાસ વાત તો એ છે કે બાયો જેટ-ફ્યૂઅલને non-edible tree borne oil થી તૈયાર કરવામાં આવ્યું છે. તેને ભારતના અલગ-અલગ આદિવાસી વિસ્તારોમાંથી ખરીદવામાં આવે છે. આ પ્રયત્નોથી ન માત્ર કાર્બનનું ઉત્સર્જન ઘટશે પરંતુ કાચા તેલની આયાત પર પણ ભારતની નિર્ભરતા ઓછી થઈ શકે છે. હું આ મોટા કાર્યમાં જોડાયેલા બધા લોકોને અભિનંદન આપું છું. ખાસ કરીને

CSIR, Indian Institute of Petroleum, દહેરાદૂનના વૈજ્ઞાનિકોને, જેમણે બાયો-ફ્યૂઅલથી વિમાન ઉડાડવાની તકનીકને શક્ય બનાવી દીધું. તેમનો આ પ્રયાસ મેક ઈન ઈન્ડિયા ને પણ સશક્ત કરે છે.

        મારા પ્રિય દેશવાસીઓ, આપણું નવું ભારત, હવે જૂના અભિગમ સાથે ચાલવા તૈયાર નથી. ખાસ કરીને, ન્યૂ ઈન્ડિયાની આપણી બહેનો અને માતાઓ તો આગળ વધીને એ પડકારોને પોતાના હાથમાં લઈ રહી છે જેનાથી આખા સમાજમાં એક સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. બિહારના પૂર્ણિયાની વાત, દેશભરના લોકોને પ્રેરણાથી ભરી દેનારી છે. આ એ વિસ્તાર છે જે દશકોથી પૂરની ઘટના સાથે ઝઝૂમતો રહ્યો છે. તેવામાં અહીં ખેતી અને આવકના અન્ય સંસાધનોને મેળવવા ઘણું મુશ્કેલ રહ્યું છે. પરંતુ આ જ પરિસ્થિતીઓમાં પૂર્ણિયાની કેટલીક મહિલાઓએ એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. સાથીઓ, પહેલા આ વિસ્તારની મહિલાઓ, શેતૂર અથવા શેતૂરીના ઝાડ પર રેશમના કિડાઓથી કોકૂન (Cocoon) તૈયાર કરતી હતી જેનો તેમને બહુ મામૂલી ભાવ મળતો હતો. જ્યારે તેને ખરીદનારા લોકો, આ જ કોકૂનથી રેશમના દોરા બનાવીને મોટો નફો કમાતા હતા. પરંતુ આજે પૂર્ણિયાની મહિલાઓએ એક નવી શરૂઆત કરી અને આખું ચિત્ર બદલી નાખ્યું છે. આ મહિલાઓએ સરકારના સહયોગથી શેતૂરી ઉત્પાદન સમૂહ બનાવ્યા. ત્યારબાદ તેમણે કોકૂનથી રેશમના દોરા તૈયાર કર્યા અને તે દોરાથી તેમણે પોતે જ સાડીઓ બનાવવાની શરૂ કરી દીધી. આપ જાણીને હેરાન થઈ જશો કે પહેલા જે કોકૂનને વેચીને મામૂલી રકમ મળતી હતી, પરંતુ આજે તેનાથી બનેલી સાડીઓ હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. આદર્શ જીવિકા મહિલા શેતૂરી ઉત્પાદન સમૂહ ની દીદીઓએ જે કમાલ કરી છે, તેની અસર હવે કેટલાય ગામોમાં જોવા મળી રહી છે. પૂર્ણિયાના કેટલાયે ગામના ખેડૂત દીદીઓ, હવે ન માત્ર સાડીઓ તૈયાર કરાવી રહી છે પરંતુ મોટા મેળાઓમાં, પોતાના સ્ટોલ લગાવીને વેચી પણ રહી છે. એક ઉદાહરણ કે – આજની મહિલા નવી શક્તિ, નવા વિચારની સાથે કેવી રીતે નવા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહી છે.

        મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશની મહિલાઓ, આપણી દિકરીઓની ઉદ્યમશીલતા, તેમના સાહસ, દરેક માટે ગર્વની વાત છે. આપણી આસપાસ આપણને અનેક આવા ઉદાહરણો મળે છે. જેનાથી ખબર પડે છે કે દિકરીઓ કેવી રીતે જૂના પ્રતિબંધોને તોડી રહી છે, નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. હું આપની સાથે, બાર વર્ષની દિકરી કામ્યા કાર્તિકેયનની સિદ્ધીની ચર્ચા જરૂર કરવા માંગીશ. કામ્યાએ માત્ર બાર વર્ષની ઉંમરમાં જ Mount Aconcagua, તેને ફતેહ કરવાનું કામ કરી બતાવ્યું છે. આ દક્ષિણ અમેરિકામાં ANDES પર્વતનું સૌથી ઉંચું શિખર છે, જે લગભગ 7000 મીટર ઉંચું છે. દરેક ભારતીયોને એ વાત અસર કરશે જ્યારે આ મહિનાની શરૂઆતમાં કામ્યાએ શિખર પર ફતેહ મેળવી અને સૌથી પહેલા, ત્યાં આપણો ત્રિરંગો લહેરાવ્યો. મને એ પણ કહેવામાં આવ્યું છે કે દેશને ગૌરવાન્વિત કરનારી કામ્યા, એક નવા મિશન પર છે, જેનું નામ છે ‘મિશન સાહસ’. જેના હેઠળ તે બધા ખંડોના સૌથી ઉંચા શિખર ને ફતેહ કરવામાં લાગી છે. આ અભિયાનમાં તેણે ઉત્તર અને દક્ષિણ ધૃવ પર Ski પણ કરવાનું છે. હું કામ્યાને મિશન સાહસ માટે શુભકામનાઓ પાઠવું છું. આમ પણ કામ્યાની સિદ્ધી બધાને ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે. આટલી નાની ઉંમરમાં કામ્યા જે ઉંચાઈ પર પહોંચી છે તેમાં ફિટનેસનું પણ બહુ મોટું યોગદાન છે. A Nation that is fit, will be a nation that is hit. એટલે કે જે દેશ ફિટ છે તે હંમેશા હિટ પણ રહેશે. આમ પણ આવનારો મહિનો તો adventure Sports માટે પણ બહુ યોગ્ય છે. ભારતની geography એવી છે કે આપણા દેશમાં adventure Sports માટે ઘણી તકો પ્રદાન કરે છે. એક તરફ જ્યાં ઉંચા-ઉંચા પહાડો છે તો બીજી તરફ દૂર-દૂર સુધી ફેલાયેલું રણ છે. એક તરફ જ્યાં ગાઢ જંગલો વસેલા છે, તો બીજી તરફ સમુદ્રનો અફાટ વિસ્તાર છે. તેથી જ મારો આપ સહુને વિશેષ આગ્રહ છે કે તમે પણ, તમારી પસંદની જગ્યા, તમારા રસની પ્રવૃત્તિ પસંદ કરો અને તમારા જીવનને adventure સાથે જરૂર જોડો. જિંદગીમાં adventure તો હોવું જ જોઈએ. આમ પણ સાથીઓ, બાર વર્ષની દિકરી કામ્યાની સફળતા બાદ, તમે જ્યારે 105 વર્ષના ભાગીરથી અમ્માની સફળતાની વાત સાંભળશો તો દંગ રહી જશો. સાથીઓ જો આપણે જીવનમાં પ્રગતિ કરવા માગતા હોઈએ, વિકાસ કરવા માગતા હોઈએ, કંઈક કરી છૂટવા માંગતા હોઈએ તો પહેલી શરત એ જ હોય છે કે આપણી અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરવો જોઈએ નહીં. આપણી 105 વર્ષની ભાગીરથી અમ્મા, આપણને આ જ પ્રેરણા આપે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ભાગીરથી અમ્મા કોણ છે? ભાગીરથી અમ્મા કેરળના કોલ્લમમાં રહે છે. બાળપણમાં જ તેમણે તેમની માં ને ગુમાવી દીધા. નાની ઉંમરમાં લગ્ન બાદ પતિને પણ ગુમાવી દીધા. પરંતુ ભાગીરથી અમ્મા હિંમત હાર્યા નહીં, પોતાની ભાવના ગુમાવી નહીં. દસ વર્ષથી પણ ઓછી ઉંમરમાં તેમણે પોતાની શાળા છોડવી પડી હતી. 105 વર્ષની ઉંમરમાં તેમણે ફરી શળા શરૂ કરી. અભ્યાસ શરૂ કર્યો. આટલી ઉંમર હોવા છતાં ભાગીરથી અમ્માએ લેવલ-4ની પરીક્ષા આપી અને ઉત્સુકતાપૂર્વક પરિણામની રાહ જોવા લાગ્યા. તેમણે પરીક્ષામાં 75 ટકા અંક પ્રાપ્ત કર્યા. એટલું જ નહીં, ગણિતમાં તો 100 ટકા અંક મેળવ્યા. અમ્મા હવે આગળ ભણવા માંગે છે. આગળની પરીક્ષાઓ આપવા માંગે છે. અલબત્, ભાગીરથી અમ્મા જેવા લોકો આ દેશની તાકાત છે. પ્રેરણાનો એક બહુ મોટો સ્ત્રોત છે. હું આજે વિશેષરૂપથી ભાગીરથી અમ્માને પ્રણામ કરું છું.

        સાથીઓ જીવનના વિપરીત સમયમાં આપણી હિંમત, આપણી ઈચ્છાશક્તિ કોઈપણ પરિસ્થિતીને બદલી નાખે છે. હમણાં હાલમાં જ મેં મીડિયામાં એક એવી સ્ટોરી વાંચી જેને હું આપની સાથે જરૂર share કરવા માગું છું. આ વાત છે મુરાદાબાદના હમીરપુર ગામમાં રહેનારા સલમાનની. સલમાન, જન્મથી જ દિવ્યાંગ છે. તેમના પગ તેમને સાથ નથી આપતા. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તેમણે હાર ન માની અને પોતે જ પોતાનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો.  સાથે જ એ નિશ્ચય પણ કર્યો કે હવે તે પોતાના જેવા દિવ્યાંગ સાથીઓની મદદ પણ કરશે. પછી શું, સલમાને પોતાના જ ગામમાં ચપ્પલ અને ડિટર્જેન્ટ બનાવવાનું કામ શરૂ કરી દીધું. જોત જોતામાં તેમની સાથે 30 દિવ્યાંગ સાથી જોડાઈ ગયા. અહીં એ પણ તમારે નોંધવું જોઈએ કે સલમાનને પોતાને ચાલવામાં તકલીફ હતી પરંતુ તેમણે બીજાને ચાલવાનું સરળ બનાવનારા ચપ્પલ બનાવવાનો નિર્ણય કર્યો. ખાસ વાત તો એ છે કે સલમાને, સાથી દિવ્યાંગજનોને પણ પોતે જ ટ્રેઈનિંગ આપી. હવે આ બધા મળીને manufacturing પણ કરે છે અને marketing પણ. પોતાની મહેનતથી આ લોકોએ, ન માત્ર પોતાના માટે રોજગાર સુનિશ્ચિત કર્યો પરંતુ પોતાની કંપનીને પણ નફામાં પહોંચાડી દીધી. હવે આ લોકો મળીને આખા દિવસમાં દોઢસો જોડી ચપ્પલ તૈયાર કરી લે છે. એટલું જ નહીં, સલમાને આ વર્ષે 100 વધુ દિવ્યાંગોને રોજગારી આપવાનો સંકલ્પ પણ લીધો છે. હું આ બધાની હિંમત, તેમની ઉદ્યમશીલતાને, સલામ કરું છું. આવી જ સંકલ્પશક્તિ, ગુજરાતના કચ્છ વિસ્તારમાં, અજરક ગામના લોકોએ પણ દેખાડી છે. વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ બધા લોકો ગામ છોડી રહ્યા હતા, ત્યારે ઈસ્માઈલ ખત્રી નામના વ્યક્તિએ ગામમાં જ રહીને અજરખ પ્રિન્ટની પોતાની પારંપારિક કળાને બચાવવાનો નિર્ણય કરી લીધો. પછી તો શું, જોત-જોતામાં પ્રકૃતિના રંગોની બનેલી અજરખ કળા, દરેકને ગમવા લાગી અને આ આખું ગામ, હસ્તશિલ્પની પોતાની પારંપારિક વિદ્યા સાથે જોડાઈ ગયું. ગામના લોકોએ ન માત્ર સેંકડો વર્ષ જૂની પોતાની આ કળાને બચાવી, પરંતુ તેને આધુનિક ફેશન સાથે પણ જોડી દીધા. હવે મોટા મોટા ડિઝાઈનર, મોટી મોટી ડિઝાઈન સંસ્થાઓ, અજરખ પ્રિન્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગામના પરિશ્રમી લોકોના કારણે આજે અજરખ પ્રિન્ટ એક મોટી બ્રાન્ડ બની રહી છે. દુનિયાના મોટા ખરીદકર્તાઓ આ પ્રિન્ટ ની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

        મારા પ્રિય દેશવાસીઓ, હાલમાં જ દેશભરમાં મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશિર્વાદ દેશની ચેતનાને જાગૃત કરે છે. મહાશિવરાત્રી પર ભોલે બાબાના આશિર્વાદ તમારા પર રહે, આપની દરેક ઈચ્છા શિવજી પૂરી કરે, આપ ઉર્જાવાન રહો, સ્વસ્થ રહો, સુખી રહો અને દેશ પ્રત્યે પોતાના કર્તવ્યનું પાલન કરતા રહો.

        સાથીઓ, મહાશિવરાત્રીની સાથે જ વસંત ઋતુની આભા પણ દિવસે ને દિવસે વધતી જશે. આવનારા દિવસોમાં હોળીનો તહેવાર છે અને ત્યારબાદ તરત ગુડી-પડવો પણ આવશે. નવરાત્રીનું પર્વ પણ તેની સાથે જોડાયેલું હોય છે. રામનવમીનો તહેવાર પણ આવશે. પર્વ અને તહેવાર, આપણા દેશમાં સામાજિક જીવનના અભિન્ન ભાગ રહ્યા છે. દરેક તહેવારની પાછળ કોઈને કોઈ એવો સામાજિક સંદેશો છુપાયેલો હોય છે જે સમાજને જ નહી, આખા દેશને એકતામાં બાંધીને રાખે છે. હોળી પછી ચૈત્ર શુક્લ પક્ષથી ભારતીય વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત પણ થાય છે. તેના માટે પણ ભારતીય નવા વર્ષની પણ હું આપને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

        મારા પ્રિય દેશવાસીઓ, આગામી ‘મન કી બાત’ સુધી તો મને લાગે છે કે કદાચ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત હશે. જેમની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે તે મસ્ત હશે. જે વ્યસ્ત છે, જે મસ્ત છે, તેમને પણ અનેક-અનેક શુભકામનાઓ પાઠવતા આવો, આગામી ‘મન કી બાત’ માટે અનેક-અનેક વાતોને લઈને ફરીથી મળીશું.

ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
What is the ‘Call Before u Dig’ application launched by PM Modi?

Media Coverage

What is the ‘Call Before u Dig’ application launched by PM Modi?
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to visit Karnataka on 25th March
March 23, 2023
શેર
 
Comments
PM to inaugurate Sri Madhusudan Sai Institute of Medical Sciences and Research at Chikkaballapur
PM to inaugurate Whitefield (Kadugodi) to Krishnarajapura Metro Line of Bangalore Metro
Metro line will further enhance ease of mobility and reduce traffic congestion in the city

Prime Minister Shri Narendra Modi will visit Karnataka on 25th March, 2023. At around 10:45 AM, Prime Minister will inaugurate Sri Madhusudan Sai Institute of Medical Sciences and Research at Chikkaballapur. At around 1 PM, Prime Minister will inaugurate Whitefield (Kadugodi) to Krishnarajapura Metro Line of Bangalore Metro and also undertake a ride in the metro.

PM at Chikkaballapur

In an initiative that will help students to avail new opportunities and provide accessible and affordable healthcare in this region, Prime Minister will inaugurate Sri Madhusudan Sai Institute of Medical Sciences and Research (SMSIMSR). It has been established by Sri Sathya Sai University for Human Excellence at Sathya Sai Grama, Muddenahalli, Chikkaballapur. Situated in a rural area and established with a vision of de-commercialising medical education and healthcare, SMSIMSR will provide medical education and quality medical care - completely free of cost - to all. The institute will start functioning from the academic year 2023.

PM at Bengaluru

Prime Minister has had a special focus on the development of world class urban mobility infrastructure across the country. In line with this, the 13.71 km stretch from Whitefield (Kadugodi) Metro to Krishnarajapura Metro Line of Reach-1 extension project under Bangalore Metro Phase 2, will be inaugurated by the Prime Minister at Whitefield (Kadugodi) Metro Station. Built at a cost of around Rs 4250 crores, the inauguration of this metro line will provide a clean, safe, rapid and comfortable travel facility to commuters in Bengaluru, enhancing ease of mobility and reducing traffic congestion in the city.