ભારત મંડપમ ખાતે AI ઇમ્પેક્ટ સમિટ માટે ઘણા દેશોના નેતાઓ, ઉદ્યોગના નેતાઓ, નવીનતાઓ અને સ્ટાર્ટ-અપ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો એકઠા થયા: પ્રધાનમંત્રી મોદી
AI ઇમ્પેક્ટ સમિટમાં, વિશ્વને AI ક્ષેત્રમાં ભારતની અદ્ભુત ક્ષમતાઓ જોવા મળી: પ્રધાનમંત્રી મોદી
ભારતીયો જ્યાં પણ જાય છે, તેઓ તેમની માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલા રહે છે અને તેમની કર્મભૂમિ, જે દેશમાં તેઓ રહે છે અને કામ કરે છે તેના વિકાસમાં ફાળો આપે છે: પ્રધાનમંત્રી મોદી
આજકાલ ભારતમાં અંગદાન અંગે જાગૃતિ સતત વધી રહી છે. આનાથી એ લોકોને મદદ મળી રહી છે જેમને આની આવશ્યકતા છે: પ્રધાનમંત્રી મોદી
આજે, દેશ ગુલામીના પ્રતીકોને પાછળ છોડી રહ્યો છે અને ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધિત પ્રતીકોને મહત્વ આપવાનું શરૂ કરી દીધું છે: પ્રધાનમંત્રી મોદી
'રાજાજી ઉત્સવ' (23 ફેબ્રુઆરી) ના અવસરે, રાષ્ટ્રપતિ ભવનના સેન્ટ્રલ કોર્ટયાર્ડમાં સી. રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે: પ્રધાનમંત્રી મોદી
આજકાલ પેન્શન, સબસિડી, વીમો, UPIથી લઈને બધું જ બેંક ખાતા સાથે જોડાયેલ છે: પ્રધાનમંત્રી મોદી
OTP, આધાર નંબર, કે બેંક ખાતાની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. અને સૌથી અગત્યનું, સમયાંતરે તમારો પાસવર્ડ બદલતા રહો: પ્રધાનમંત્રી મોદી
મને ખુશી છે કે આપણા ખેડૂતો હવે માત્ર ઉત્પાદન પર જ નહીં, પરંતુ ગુણવત્તા, મૂલ્યવર્ધન અને નવા બજારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે: પ્રધાનમંત્રી મોદી
મહાકુંભ હોય કે કેરળ કુંભ, તે ફક્ત સ્નાનનો તહેવાર નથી. તે સ્મૃતિઓને જાગૃત કરવાનો પ્રસંગ છે: પ્રધાનમંત્રી મોદી
ઉત્તરથી દક્ષિણ સુધી, નદીઓ અલગ અલગ હોઈ શકે છે, કિનારા અલગ અલગ હોઈ શકે છે, પરંતુ શ્રદ્ધાનો પ્રવાહ એક જ છે - આ ભારત છે: પ્રધાનમંત્રી મોદી
અમ્મા જયલલિતાનો ઉલ્લેખ તમિલનાડુના લોકોના ચહેરા પર ચમક લાવે છે. તેમની સાથે આપણી 'નારી શક્તિ'નું જોડાણ વધુ ખાસ રહ્યું છે: પ્રધાનમંત્રી મોદી

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. “મન કી બાત”માં આપનું સ્વાગત છે, અભિનંદન છે. મન કી બાત દેશ અને દેશવાસીઓની સિધ્ધિઓને સામે લાવવાનો એક મજબૂત મંચ છે. દેશે આવી જ ઉપલબ્ધિ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમ્યાન જોઇ. કેટલાય દેશોના નેતા, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ભારત મંડપમમાં એકત્રિત થયા. આગામી સમયમાં  એઆઇની શક્તિનો ઉપયોગ દુનિયા કેવી રીતે કરશે તે દિશામાં આ શિખર પરિષદ એક નવા વળાંકરૂપ સાબિત થઇ છે.

સાથીઓ,

આ શિખર પરિષદમાં મને વિશ્વના નેતાઓ અને ટેકનોલોજીના મુખ્ય અધિકારીઓને મળવાની તક પણ મળી. એઆઇ શિખર પરિષદના પ્રદર્શનમાં મે વિશ્વના નેતાઓને ઘણીબધી બાબતો બતાવી. અહીં હું બે વાતનો વિશેષરૂપે ઉલ્લેખ કરવા માંગું છું. શિખર પરિષદમાં આ બે ઉત્પાદને દુનિયાભરના નેતાઓને ખૂબ પ્રભાવિત કર્યા. પહેલું ઉત્પાદન અમૂલના બુથ પર હતું. તેમાં બતાવવામાં આવ્યું હતું કે, એઆઇ પશુઓનો ઇલાજ કરવામાં કેવી રીતે મદદ કરી રહી છે અને કેવી રીતે 24 કલાક, રાતદિવસ એઆઇ સહાયની મદદથી ખેડૂત પોતાની ડેરી અને પશુઓનો હિસાબ રાખે છે.

સાથીઓ,

બીજું નિર્માણ આપણી સંસ્કૃતિને લગતું હતું. દુનિયાભરના નેતાઓ તે જોઇને નવાઇ પામી ગયા કે કેવી રીતે એઆઇની મદદથી આપણે આપણા પ્રાચીન ગ્રંથોને, આપણા પ્રાચીન જ્ઞાનને આપણી પાંડુલીપીઓને સંરક્ષિત કરી રહ્યા છીએ, આજની પેઢીને અનુરૂપ ઢાળી રહ્યા છીએ.

સાથીઓ,

પ્રદર્શન દરમિયાન નિદર્શન માટે સુશ્રુત સંહિતાની પસંદગી કરવામાં આવી હતી. પહેલા પગલામાં બતાવવામાં આવ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી આપણે પાંડુલિપીઓની છાપની ગુણવત્તા સુધારીને તેને વાંચવાલાયક બનાવી રહ્યા છીએ. બીજા કદમમાં આ છાપને મશીનથી વાંચવાલાયક લખાણમાં બદલવામાં આવ્યું. અને પછી આગળના પગલામાં આપણે એ પણ બતાવ્યું કે, કેવી રીતે ટેકનોલોજીની મદદથી આ અણમોલ ભારતીય જ્ઞાન, ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરી શકાય છે. ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક અવતારના માધ્યમથી જાણવામાં વિશ્વના નેતાઓએ બહુ રસ રૂચી દાખવ્યા હતા.

સાથીઓ,

આ શિખર પરિષદમાં દુનિયાને એઆઇના ક્ષેત્રમાં ભારતની અદભૂત ક્ષમતાઓ જોવા મળી છે. આ દરમિયાન ભારતે ત્રણ મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડેલ પણ જારી કર્યા. આજ સુધીની વિશ્વની સૌથી મોટી એઆઇ શિખર પરિષદ રહી છે. આ શિખર પરિષદ માટે યુવાઓનો જુસ્સો અને ઉત્સાહ જોવાલાયક હતો. આ શિખર પરિષદની સફળતા માટે હું તમામ દેશવાસીઓને ધન્યવાદ આપું છું.

સાથીઓ,

હું ઘણીવાર કહું છું કે, જે “રમે – તે ખીલે” રમતગમત આપણને જોડે પણ છે. આજકાલ તમે ટી20 વર્લ્ડ કપની મેચો જોતા હશો. અને મને પૂરો વિશ્વાસ છે કે, મેચ જોતાંજોતાં આંખો કોઇ ખાસ ખેલાડી પર જડાઇ જતી હશે. જર્સી કોઇ બીજા દેશની હોય છે, પરંતુ નામ સાંભળીને લાગે છે કે, અરે આ તો આપણા દેશનો છે. ત્યારે હૃદયના કોઇ ખૂણામાં એક હળવી ખુશી છવાઇ જાય છે. કેમ કે, તે ખેલાડી ભારતીય મૂળનો હોય છે. અને તે બીજા દેશ માટે રમી રહ્યો હોય છે, જયાં તેનો પરિવાર વસી ગયો છે. આ ખેલાડીઓ પોતપોતાના દેશની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે, પૂરા મનથી તે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડાની ટીમમાં સૌથી વધુ ભારતીય મૂળના ખેલાડીઓ છે. ટીમના સૂકાની દિલપ્રીત બાજવાનો જન્મ પંજાબના ગુરદાસપૂરમાં થયો હતો. નવનીત ધાલીવાલ ચંદીગઢના છે. આ યાદીમાં હર્ષ ઠાકર, શ્રેયસ મોવા કેટલાય નામ છે, જે કેનેડાની સાથેસાથે ભારતનું પણ ગૌરવ વધારી રહ્યા છે. અમેરિકાની ટીમમાં કેટલાય ચહેરા ભારતના ઘરેલું ક્રિકેટમાંથી આવી રહ્યા છે. અમેરિકી ટીમના સૂકાની મૌનાક પટેલ ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમમાં પણ રહી ચૂક્યા છે. મુંબઇના સૌરભ, હરમીતસિંહ, દિલ્હીના મિલિંદકુમાર આ બધા અમેરિકાની ટીમની શાન છે. ઓમાનની ટીમમાં આજે કેટલાય એવા ખેલાડીઓ છે જે પહેલાં ભારતના જુદાજુદા રાજ્યોમાં રમી ચૂક્યા છે. જતિંદરસિંહ, વિનાયક શુકલા, કરણ, જય, આશીષ જેવા ખેલાડીઓ ઓમાન ક્રિકેટની મજબૂત કડી છે. ન્યૂઝિલેન્ડ, યુએઇ અને ઇટાલીની ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આવા કેટલાય ભારતીય મૂળના ખેલાડીઓ છે જે, પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે. ત્યાંના યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે. ભારતીયતાની આ જ તો ખાસિયત છે. ભારતીયો જ્યાં પણ જાય છે પોતાની માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલા રહે છે. અને પોતાની કર્મભૂમિ એટલે કે, જે દેશમાં રહે છે તેના વિકાસમાં પણ સહયોગ કરે છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

કોઇ પણ માતાપિતા માટે પોતાના સંતાનને ખોવાથી મોટું દુઃખ બીજું કોઇ હોઇ જ નથી શકતું. તેમાં પણ નાના એવા બાળકને ખોવાનું દુઃખ તો ખૂબ ઉંડું હોય છે. થોડા દિવસ પહેલાં આપણે કેરળની એક નાનકડી માસૂમ આલિન શેરિન અબ્રાહમને ખોઇ બેઠા છીએ. માત્ર 10 મહિનામાં તેણે આ દુનિયામાંથી વિદાય લીધી છે. કલ્પના તો કરો, તેની સામે આખી જીંદગી હતી, જે અચાનક પૂરી થઇ ગઇ. કેટલાય સપના અને ખુશીઓ અધૂરી રહી ગઇ. તેના માતાપિતા જે દુઃખમાંથી પસાર થઇ રહ્યા છે તેને શબ્દોથી વ્યક્ત કરી શકાય તેમ નથી. પરંતુ આટલા ઉંડા દુઃખ વચ્ચે પણ આલિનના પિતા અરૂણ અબ્રાહમ અને મા શેરીને એક એવો નિર્ણય કર્યો, જેનાથી દરેક દેશવાસીનું દિલ તેમના પ્રત્યે સન્માનથી ભરાઇ ગયું છે. તેમણે આલિનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ એક નિર્ણયથી ખ્યાલ આવે છે કે, તેમની વિચારસરણી કેટલી મહાન છે અને વ્યક્તિત્વ કેટલું વિશાળ છે. એકબાજુ તેઓ પોતાની દિકરીને ગુમાવવાના શોકમાં ડૂબેલા હતા તો, બીજી તરફ મદદનો ભાવ પણ તેમનામાં ભરેલો હતો. તેઓ ઇચ્છતા હતા કે, કોઇપણ પરિવારને આવો દિવસ જોવો ન પડે. આલિન શેરીન અબ્રાહમ આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેનું નામ દેશના કુમળી વયના અંગદાતાની યાદીમાં જોડાઇ ગયું છે. સાથીઓ આજકાલ ભારતમાં અંગદાનને લઇને જાગૃતિ સતત વધી રહી છે. તેનાથી એવા લોકોને મદદ મળી રહી છે જેમને તે અંગની જરૂર છે. તેની સાથે જ તબીબી સંશોધનને પણ બળ મળી રહ્યું છે. આ દિશામાં કેટલીયે સંસ્થાઓ અને લોકો અસાધારણ કાર્ય કરી રહ્યા છે.

સાથીઓ,

કેરળની આલિનની જેમ જ એવા ઘણા લોકો છે, જેમણે અંગદાન દ્વારા કોઇને બીજું જીવન આપ્યું છે. જેમ કે, દિલ્હીના લક્ષ્મી દેવીજી છે. તેમણે ગયા વર્ષે કેદાનનાથની યાત્રા કરી. તે માટે તેમને 14 કિલોમીટરની પગપાળા યાત્રા કરવી પડી. તમે એ જાણીને નવાઇ લાગશે કે, લક્ષ્મી દેવીએ આ યાત્રા નવા હૃદય પ્રત્યારોપણ પછી કરી હતી. તેમનું હૃદય માત્ર 15 ટકા જ કામ કરી રહ્યું હતું. એવામાં તેમને એક દાતાનું હૃદય મળ્યું, જેનું મૃત્યું થઇ ગયું હતું. ત્યારપછી તો તેમનું જીવન જ બદલાઇ ગયું. પશ્ચિમ બંગાળના ગૌરાંગ બેનરજી બે વાર નાથૂ-લા ગયા છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી 14 હજાર ફૂટની ઉંચાઇ પર છે. અને ખાસ બાબત એ છે કે, તેમણે આ સિદ્ધિ ફેફસાંના પ્રત્યારોપણ પછી હાંસલ કરી છે. રાજસ્થાનમાં સીકરના રામદેવસિંહજીને કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડ્યું હતું. આજે તેઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં કમાલ કરી રહ્યા છે.

સાથીઓ,

તમને આવા તો અનેક પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળી જશે. તેનાથી એ વાત ફરી સાબિત થાય છે કે, કોઇ એકની નેક પહેલ, ન જાણે કેટલા લોકોની જીંદગી બદલી શકે છે. હું તે તમામ લોકોની દિલથી પ્રશંસા કરૂં છું, જેમણે આવા નેક કાર્યો કર્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આઝાદીની અમૃત મહોસ્તવ દરમિયાન મે લાલ કિલ્લા પરથી પંચપ્રાણની વાત કહી હતી. તેમાંથી એક છે, ગુલામીની માનસિકતાથી મુક્તિ. આજે દેશ ગુલામીના પ્રતિકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી ચીજોને મહત્વ આપવા લાગ્યો છે. આ દિશામાં આપણા રાષ્ટ્રપતિભવને પણ એક મહત્વનું પગલું ભર્યું છે. આવતીકાલે એટલે કે, 23 ફેબ્રુઆરી એ રાષ્ટ્રપતિભવનમાં  “રાજાજી ઉત્સવ” ઉજવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિભવનના કેન્દ્રિય પ્રાંગણમાં સી.રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ એવા લોકોમાંના હતા, જેમણે સત્તાને પદ તરીકે નહીં, પરંતુ સેવાની રીતે જોઇ. સાર્વજનિક જીવનમાં તેમનું આચરણ, આત્મસંયમ અને સ્વતંત્રચિંતન આજે પણ આપણને પ્રેરણા આપે છે. કમભાગ્યે, આઝાદી પછી પણ રાષ્ટ્રપતિભવનમાં બ્રિટીશ શાસકોની પ્રતિમાઓ મૂકાયેલી રહેવા દેવાઇ, પરંતુ દેશના મહાન સપૂતોને સ્થાન આપવામાં ન આવ્યું. બ્રિટીશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમા પણ રાષ્ટ્રપતિભવનમાં મૂકેલી હતી. હવે આ પ્રતિમાના સ્થાને રાજાજીની પ્રતિમા મૂકવામાં આવશે. રાજાજી ઉત્સવ દરમિયાન રાજાગોપાલાચારીજી પર આધારીત પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ખુલ્લું રહેશે. સમય કાઢીને તમે પણ તેને જોવા જરૂર જજો.

મારા વ્હાલા દેશવાસીઓ,

મન કી બાતમાં, મે આપને ડિજિટલ એરેસ્ટ વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે. ત્યારપછી દેશમાં ડિજિટલ એરેસ્ટ અને ડિજિટલ ફ્રોડ અંગે આપણા સમાજમાં સારી એવી જાગૃતિ આવી છે. પરંતુ આજે પણ આપણી આસપાસ એવી ઘટનાઓ બની રહી છે, જે અક્ષમ્ય છે. નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ અને ફાયનાન્સિયલ ફ્રોડનું નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલીયવાર જાણવા મળે છે કે, કોઇ વરિષ્ઠ નાગરિકની જીવનભરની કમાણી ઠગી લેવામાં આવી. ક્યારેક પોતાના બાળકોની ફી ભરવા માટે બચાવેલા પૈસા ઠગી લેવામાં આવે છે. તો ધંધાર્થીઓ સાથે છેતરપીંડીના સમાચાર પણ આપણને જોવા મળે છે. કોઇ ફોન કરે છે અને કહે છે, હું એક મોટો અધિકારી છું. તમારે કેટલીક વિગતો આપવી પડશે. ત્યારપછી ભલાભોળા લોકો એવું જ કરી બેસે છે. એટલા માટે, તમારે સતર્ક રહેવું, જાગૃત રહેવું, ખૂબ જરૂરી છે.

સાથીઓ,

તમે બધા KYC – નો યોર કસ્ટમર એટલે કે, પોતાના ગ્રાહકને ઓળખો. તે પ્રક્રિયા વિશે જાણતા જ હશો. કોઇકોઇ વાર જ્યારે તમને તમારી બેંક તરફથી કેવાયસી અપડેટ અથવા રી-કેવાયસી કરાવવાના સંદેશા આવે છે, તો મનમાં સવાલ થાય છે કે, મે તો પહેલાં જ કેવાયસી કરાવી રાખ્યું છે તો આ ફરીવાર કેમ ? તો મારો આપને અનુરોધ છે, ધુંધવાશો નહિં, આ તમારા પૈસાની સલામતી માટે જ છે. આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ પેન્શન, સબસીડી, વીમો, યુપીઆઇ, વગેરે બધું બેંક ખાતા સાથે જોડાયેલું છે. તેને લીધે બેંક વારેવારે રી-કેવાયસી કરે છે. જેથી તમારૂં બેંક ખાતું સલામત રહે. હા, તેમાં પણ તમારે એકવાત યાદ રાખવાની છે. જે અપરાધી છે તે, નકલી ફોન કરે છે, એસએમએસ અને લીંક મોકલે છે એટલા માટે આપણે સતર્ક રહેવાનું છે અને આવા દગાખોરોની જાળમાં ફસાવાનું નથી. કેવાયસી કે રી-કેવાયસી માત્ર તમારી બેંકની શાખા અથવા અધિકૃત એપ અને અને અધિકૃત માધ્મયથી જ કરાવો. ઓટીપી, આધારનંબર અથવા બેંક ખાતાને લગતી જાણકારી કોઇને પણ ન આપો. અને સૌથી મહત્વની વાત તમારો પાસવર્ડ થોડા થોડા સમયે અચૂક બદલતા રહો. જેમ દરેક ઋતુ સાથે ખાણીપીણી બદલાય છે, કપડા પણ બદલાઇ જાય છે, તેવી જ રીતે નિયમ બનાવી નાંખો કે, દર થોડા દિવસ પછી તમારે તમારો પાસવર્ડ પણ બદલી નાંખવાનો છે.

સાથીઓ,

તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ બાબતે નાણાંકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાંકીય સાક્ષરતાનું આ અભિયાન હવે આખું વર્ષ ચાલુ રહેશે. એટલા માટે ભારતીય રીઝર્વ બેંકના સંદેશનું ધ્યાન રાખો, અને તમારૂં કેવાયસી અપડેટેડ રાખો.

યાદ રાખો –

ખરૂં કેવાયસી, સમયાંતરે રી-કેવાયસી કરે ખાતું સલામત,

બનો સશક્ત નાગરીક,

કારણ કે, સશક્ત નાગરીકોથી જ બને છે, મજબૂત અને આત્મનિર્ભર ભારત.

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણા ખેડૂતો કેવળ અન્નદાતા જ નથી. તેઓ ધરતીના સાચા સાધક છે. માટીને સોનું બનાવવા શું કરવું પડે તે, કોઇ આપણા ખેડૂતો પાસેથી શીખે અને આપણો આજનો ખેડૂત તો પરંપરા અને ટેકનોલોજી  બંનેનો સાથ લઇને ચાલી રહ્યો છે. અને મને એ જોઇને આનંદ થાય છે કે, આપણા ખેડૂતો હવે માત્ર ઉત્પાદન નહિં, બલ્કિ ગુણવત્તા, મૂલ્યવર્ધન અને નવા બજારો પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઓડિશામાં હિરોદ પટેલ નામના એક યુવાન ખેડૂત વિશેની જાણકારી ખરેખર બહુ પ્રેરક છે. લગભગ આઠ વર્ષ પહેલા સુધી તેઓ તેમના પિતા શિવ શંકર પટેલની સાથે પરંપરાગત રીતે ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ તેમણે ખેતીને નવી નજરે જોવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ખેતરની તલાવડી ઉપર એક મજબૂત જાળીવાળું માળખું બનાવ્યું. તેના ઉપર વેલાવાળા શાકભાજી ઉગાડ્યા, તલાવડીની ચારે તરફ કેળ, જમરૂખ અને નારિયેળ વાવ્યાં અને તલાવડીમાં મત્સ્યપાલન પણ શરૂ કર્યું. એટલે કે, એક જગ્યાએ પરંપરાગત ખેતી પણ થઇ રહી છે, શાકભાજી પણ ઉગી રહ્યા છે, ફળો પણ ઉતરી રહ્યા છે, અને માછલી પણ મળી રહી છે. તેનાથી જમીનનો બહેતર ઉપયોગ થયો, પાણીની બચત થઇ અને વધારાની આવક પણ મળી. આજે દૂરદૂરથી ખેડૂતો તેમની આ ખેતી પદ્ધતિ જોવા આવે છે.

સાથીઓ,

કેરળના ત્રિસૂર જિલ્લામાં એક ગામ એવું છે જ્યાં એક જ ખેતરમાં 570 જાતની ડાંગર પકવવામાં આવે છે. તેમાં સ્થાનિક જાતો પણ છે, હર્બલ જાતો પણ છે અને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવેલી જાતો પણ છે. આ માત્ર ખેતી નથી, વારસાગત બીયારણને બચાવવાનું મહાઅભિયાન છે. આપણા ખેડૂતોની મહેનતની અસર આંકડામાં પણ જોવા મળી રહી છે. ભારત આજે દુનિયાના સૌથી વધુ ચોખા પકવતો દેશ બની ચૂક્યો છે. 15 કરોડ ટનથી પણ વધુ ચોખાનું ઉત્પાદન ! આ નાનીસૂની સિદ્ધિ નથી. આપણે પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ, અને દુનિયાની થાળીમાં પણ યોગદાન આપી રહ્યા છીએ.

સાથીઓ,

હવે તો ખેત પેદાશો વિમાન માર્ગે પણ ખૂબ સહેલાઇથી વિદેશમાં પહોંચી રહી છે. કર્ણાટકના નંજનગુડ કેળા, મૈસૂરના પાન અને ઇંડી લીંબુ માલદીવ મોકલાઇ રહ્યા છે. આ ચીજવસ્તુઓ પોતાના સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતી છે. અને તેમને GI ટેગ પણ મળેલું છે. આજનો ખેડૂત ગુણવત્તા પણ ઇચ્છે છે, ઉત્પાદન પણ વધારી રહ્યો છે, અને પોતાની ઓળખ પણ બનાવી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

ગયા વર્ષે  આ જ સમયની મહાકુંભની અદભૂત તસ્વીરો તમને ચોક્કસ યાદ હશે. સંગમના કિનારે ઉમડતો માનવમહેરામણ, શ્રદ્ધાનો અથાગ પ્રવાહ અને સ્નાનની એ પાવન ક્ષણે જ્યારે ભારત પોતાની સનાતન ચેતનાનો સાક્ષાતકાર કરી રહ્યો હતો.

સાથીઓ,

મહાકુંભનો એ જ પ્રવાહ, તે જ મહા મહિનો, તે જ શ્રદ્ધાનો નાદ, જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધે છે તો એક નવી ઓળખાણ મેળવે છે.

સાથીઓ,

કેરળની ધરતી પર ભારતપ્પુઝા નદીના કિનારે તિરૂનાવાયામાં સદિયો પુરાણી એક પરંપરા ચાલી રહી છે – મામંગમ. તેને ઘણા લોકો મહામાઘ મહોત્સવ એટલે કે, કેરળકુંભ પણ કહે છે. મહા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન અને તે ક્ષણને જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બનાવી લેવો એ જ તેનો આત્મા છે. સમયની સાથે આ પરંપરા જાણે લુપ્ત થઇ ગઇ હતી. લગભગ અઢીસો વર્ષ સુધી પહેલા જે રીતે થતું હતું તે રીતે આ આયોજન તેની જૂની ભવ્યતામાં નહોતું થયું. પરંતુ આજે પોતાના વારસાને ફરીથી ઓળખી રહેલા આપણા દેશમાં ઇતિહાસે ફરી પાસું બદલ્યું છે. આ વખતે કોઇ મોટી જાહેરાત વિના જ કેરળકુંભનું સફળ આયોજન થયું. લોકોએ તેના વિશે એકબીજાને જણાવ્યું, કાનોકાન વાત પહોંચતી ગઇ અને જોતજોતામાં શ્રદ્ધાળુઓ તિરૂનાવાયા પહોંચવા લાગ્યા.

સાથીઓ,

મહાકુંભ હોય કે કેરળકુંભ, આ માત્ર સ્નાનનું પર્વ નથી. આ તો સ્મૃતિઓનું જાગરણ છે. આ સંસ્કૃતિનું પુનઃસ્મરણ છે. ઉત્તરથી દક્ષિણ સુધી, નદીઓ ભલે અલગ હોય, કિનારા ભલે અલગ હોય, પણ આસ્થાનો પ્રવાહ એક જ છે – અને આ જ ભારત છે.

સાથીઓ,

આપણા દેશમાં એવા લોકો હંમેશા જનતાના દિલમાં વસેલા રહે છે. જેમણે સમાજના કલ્યાણ માટે કામ કર્યું હોય છે. જેમણે પોતાના નેક કાર્યોમાં જનતાને પ્રાથમિકતા આપી હોય છે. અમ્મા જયલલિલાતજી, એવા જ એક લોકપ્રિય નેતા હતાં. 24 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ ઉજવાય છે. તમિલનાડુના લોકોનો તેમની સાથે લગાવ કેટલો ગાઢ હતો, એ મને આજે પણ રાજયના પ્રવાસ દરમિયાન જોવા મળે છે. અમ્મા જયલલિતાજીનો ઉલ્લેખ થતાં જ તમિલનાડુના લોકોના ચહેરા ખીલી ઉઠે છે. આપણી નારી શક્તિનો લગાવ તો તેમની સાથે ખાસ રહ્યો છે. એવું એટલા માટે પણ છે, કેમ કે સરકારમાં રહીને તેમણે માતાઓ બહેનો અને દીકરીઓ માટે અનેક પ્રસંશનીય પ્રયાસો કર્યા. રાજયમાં કાનૂનવ્યવસ્થાને મજબૂત રાખવા માટે પણ તેમણે બહુ નક્કર પગલાં લીધાં હતાં. દેશભક્તિની ભાવના તેમનામાં ઠાંસીઠાંસીને ભરી હતી. તેની સાથે જ ભારતની સાંસ્કૃતિક વિરાસત ઉપર તેમને બહુ ગર્વ હતો. અમ્મા જયલલિતાજીની સાથેની દરેક મુલાકાત, દરેક પ્રકારની વાતચીત મારા મનમાં જે પર તાજી છે. તેઓ ગુજરાતમાં 2002 અને 2012માં યોજાયેલા મારા બે શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયાં હતાં. અમે બંને જ્યારે પોતપોતાના રાજ્યમાં મુખ્યમંત્રી હતાં ત્યારે સુશાસન જેવા વિષયો ઉપર અનેકવાર અમારા વચ્ચે વાતચીત થતી રહેતી હતી. તેમની વિચારસરણી બિલકુલ સ્પષ્ટ હતી, અને વિચારો એકદમ સમજણભર્યા. આ તેમની એક મોટી ખાસિયત હતી. ઘણા વર્ષો પહેલાં તેમણે પોંગલના પાવન અવસરે મને ભોજન માટે ચેન્નઇ આમંત્રિત કર્યો હતો. સ્નેહથી સભર તેમનો એ ભાવ મારા માટે અવિસ્મરણીય રહેશે. એકવાર ફરી હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરૂં છું.

जयललिता अवरगलक्क,

येन निनैवाजंलि-गल,

समुदायत्तिर्क्कु,

अवर आट्रिय सेवै येंड्रूम निनैविल इरुक्कुम |

મારા વ્હાલા દેશવાસીઓ,

હવે હું આપણા વ્હાલા, નાનકડા તેજસ્વી બાળકો સાથે વાત કરીશે, એવા બાળકો સાથે જેમની આ સમયે પરીક્ષાઓ ચાલી રહી છે. અને આશા છે, તમે આ મહિનાની શરૂઆતમાં “પરીક્ષા પે ચર્ચા” જોઇ હશે. અને તમને તેમાંથી કંઇક શીખવાનું પણ મળ્યું હશે. પરંતુ હું ફરીથી પૂછવા માંગું છું કે, તમે અભ્યાસનું વધુ ટેન્શન તો નથી લઇ રહ્યા ને ?

મારા વ્હાલા બાળકો,

તમે તો પરીક્ષાના યોદ્ધાઓ છો. મને વિશ્વાસ છે, તમે બધા ખરા દિલથી પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા હશો. હા, એવા સમયે મનમાં થોડી શંકા જાગવાનું સ્વાભાવિક છે. ક્યારેક લાગે છે, બધું યાદ રહેશે કે નહીં રહે. તો, ક્યારેક લાગે છે સમય ઓછો તો નહીં પડે ને. આ ભાવ દરેક પેઢીના બાળકોએ અનુભવ્યો હોય છે, તમે એકલા નથી. તમે યાદ રાખો, તમારૂં મૂલ્ય તમારી માર્કશીટથી નક્કી નથી થતું, એટલા માટે પોતાની જાત પર ભરોસો રાખો. જે ભણ્યા છો તેને પૂરા મનથી લખો. અને જે નથી આવડ્યું તે, એક સવાલને તમારા મન પર સવાર થવા ન દો. અને એક વાત તમારા માતાપિતા અને શિક્ષકો સાથે વાત કરતા રહો. તે તમારા માર્ક કે ગુણથી નહિં તમારા પ્રયત્નોથી તમને ઓળખે છે. તેઓ તમારી મહેનતથી ખુશ રહે છે. મને પૂરો ભરોસો છે કે, તમે પરીક્ષામાં પણ સફળ થશો અને તમારા જીવનમાં પણ સફળતાના નવા શિખરો સર કરશો.

સાથીઓ,

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. હું આ પવિત્ર મહિનાની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. થોડા દિવસો પછી હોળીનું પર્વ પણ આવી રહ્યું છે, એટલે કે, રંગ, ગુલાલ અને હંસી ખુશીથી ભર્યો સમય બારણે ટકોરા મારશે. તમે બધા પોતાના પરિવાર અને સ્વજનોની સાથે બધા તહેવારો ઉજવો. અને હા, કેટલાક જીવનમંત્ર હંમેશા યાદ રાખજો. જેમ કે, વોકલ ફોર લોકલ. આપણા હોળીના તહેવારોમાં કે, બીજા કોઇપણ તહેવારમાં અનેક એવી ચીજવસ્તુઓ ઘુસી ગઇ છે, જ વિદેશી છે. તેમને તહેવારોથી દૂર રાખો. હોળીથી પણ દૂર રાખો, સ્વદેશી અપનાવો. જ્યારે તમે સ્વદેશી ખરીદો છો તો, દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો.

સાથીઓ,

મને દર મહિને મન કી બાત માટે તમારા સંખ્યાબંધ સૂચનો મળે છે. તમે મોકલેલા સંદેશાથી અમને દેશના ખૂણેખૂણામાં છુપાયેલી અદભૂત પ્રતિભાઓ વિશે જાણકારી મળે છે. અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કંઇક કરવાની અનેક પ્રેરણાદાયક કહાણીઓ તમારા દ્વારા દેશભરના લોકો સુધી પહોંચી છે. તમે તેવા જ તમારા પ્રયાસો ચાલુ રાખજો. હું તમારા સંદેશાની રાહ જોઇશ. હું ફરી એકવાર આપને અને આપના પરિવારને આગામી તહેવારોની અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...   

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy

Media Coverage

New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The world is seeing India as a bright spot of growth and hope: PM Modi at Economic Times World Leaders Forum 2026
August 21, 2026
The world sees India as a bright spot for growth and hope: PM
Today, India is implementing next-generation reforms at the policy level and undertaking reforms at governance level: PM
Increasing production was met with punishment earlier but today, our government is providing incentives for boosting production
India has political stability and continuity in its policies: PM
Earlier, the approach of regulations was, 'prohibited unless permitted’; We are changing this approach and taking it towards 'permitted unless prohibited’: PM
The relationship between the government and citizens should be based on trust, not suspicion: PM
Today, we are shaping policies that are pro-people, pro-growth and pro-development: PM

World Leaders Forum का ये प्रतिष्ठित मंच, Business और Industry की दुनिया के सभी जाने माने दिग्गज, पॉलिसी मेकर्स, अन्य महानुभाव, देवियों और सज्जनों।

आप सबके बीच आकर के खुश होना बहुत स्वाभाविक भी है। इस साल समिट का फोकस Shared Future पर है। पिछले कुछ वर्षों में दुनिया ने अनेक उतार-चढ़ाव देखे हैं। और इन अनुभवों ने एक बात बहुत स्पष्ट कर दी है, कोई चाहे या ना चाहे, हर देश का भविष्य, उसका फ्यूचर, एक-दूसरे से जुड़ा हुआ ही है, Isolation में कुछ संभव नहीं है। इसीलिए Shared Futures की ये theme, आज और भी अधिक प्रासंगिक हो गई है। और भारत तो हमेशा से इसी भावना को लेकर चला है। जी-20 की अध्यक्षता में इसलिए ही भारत का मंत्र रहा, One Earth, One Family, One Future. Shared Future की ये भावना और इसके साथ जुड़ा दायित्वबोध, 21वीं सदी के इस विश्व की अनेक समस्याओं का समाधान देता है।

साथियों,

आज दुनिया में growth को लेकर के कई तरह की चिंताएं हैं। दुनिया ने बड़ा भयंकर एक रूप देखा है इन दिनों। Resources का वेपनाइजेशन हो रहा है। अविश्वास का वातावरण विश्व के लिए अनेक नई चुनौतियां लेकर के आ रहा है। लेकिन ऐसे समय में भी, दुनिया भारत को growth और hope के bright spot के रूप में देख रही है। भारत ने पिछले 10-12 साल में अपनी 25 करोड़ आबादी को गरीबी से बाहर निकाला है। इतना ही नहीं, अगर आने वाले दिनों की चर्चा करें, तो IMF का forecast है कि भारत दुनिया की fastest growing major economy बना रहेगा। और भारत निरंतर वो कदम उठा रहा है, जो उसके विकास को गति दे रहे हैं।

Friends,

अभी पिछले हफ्ते ही, 15 अगस्त को मैंने लाल किले से सप्त-धारा की सप्त-शक्तियों की बात की है। मैन्यूफैक्चरिंग, टेक्नोलॉजी और इनोवेशन, फूड प्रोसेसिंग, ग्रीन और ब्लू इकोनॉमी समेत, मैंने ऐसे सात सेक्टर्स की बात की है, जिन पर भारत का आज बहुत ज्यादा फोकस है। और इसलिए भारत आज, Policy level पर, नेक्स्ट जनरेशन reforms कर रहा है, ताकि हमारा future सुरक्षित हो। Governance पर reforms कर रहा है, Ease of Living के लिए reforms कर रहा है। पिछली बार जब मैं इसी मंच के माध्यम से आपसे जुड़ा था, तब भी मैंने कहा था, ये Reforms हमारे लिए Compulsion नहीं है। ये हमारा commitment है, ये हमारा conviction है।

साथियों,

2014 में, जब हमारी सरकार बनी, तो उसके बाद से ही रिफॉर्म्स ने कैसे देश की दिशा और दशा बदली है, मैं इसका एक बहुत दिलचस्प उदाहरण आपको देना चाहता हूं। यहां मौजूद शायद ही किसी को PLP के बारे में पता होगा, कोई है, जिसको PLP के बारे में पता है? अपना हाथ उठाएं। यहां इतने मीडिया के दिग्गज बैठे हैं, PLP आपको पता है? और आप सुनकर के हैरान हो जाएंगे। PLP यानी प्रोडक्शन लिंक्ड पनिशमेंट, इसके बारे में किसी को पता नहीं है। और एक दूसरा टर्म आपने जरूर सुना है PLI, ये ज्यादातर लोगों को पता होगा। PLI- यानी प्रोडक्शन लिंक्ड इंसेंटिव।

साथियों,

ये दोनों टर्म, भारत के दो अलग-अलग Time Period को डिफाइन करते हैं। आजकल Explainer का जमाना है, तो मैं आपको Explain करता हूं।

साथियों,

आज की युवा पीढ़ी को ये सुनकर हैरानी होगी, कि हमारे देश में एक समय ऐसा भी था, कि अगर कोई कंपनी तय लिमिट से ज्यादा प्रॉडक्शन कर दे, तो उसे पनिशमेंट दिया जाता था। ये पहले की लाइसेंस राज वाली सरकारों का, PLP यानी प्रोडक्शन लिंक्ड पनिशमेंट मॉडल था। ऐसे भी उदाहरण रहे हैं कि अगर किसी फैक्ट्री ने ज्यादा डिमांड देखते हुए ज्यादा प्रॉडक्शन कर दिया, तो उसे नोटिस भेज दिया जाता था। मजबूरी में वो कंपनी अपना प्रॉडक्ट मार्केट में बेचने के बजाय, उसे खुद ही नष्ट कर देती थी।

साथियों,

आज जो लोग Make In India और आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाते हैं, उनके पुरखों की सोच यही थी, PLP यानी प्रोडक्शन लिंक्ड पनिशमेंट। ऐसा करने के पीछे एक विशेष तरह की विकृत मानसिकता काम करती थी। ऐसी मानसिकता वाले लोग हमेशा चाहते थे कि जरूरी चीजों की किल्लत बनी रहे। देश के नागरिकों को अभाव में रखना उनकी पॉलिसी थी। वो चाहते थे कि जनता उनके सामने हाथ जोड़े, हाथ फैलाए, आप समझ गए मैं किन लोगों की बात कर रहा हूं। लोगों से हाथ जुड़वाने के बाद उपकार करना, उन सरकारों का तरीका था, इसलिए वो प्रोडक्शन लिंक्ड पनिशमेंट मॉडल पर चलते थे। आप कल्पना कर सकते हैं, ऐसे करके उन लोगों ने Employment Generation के बेसिक principal का गला घोंट दिया था। और हैरानी ये, इन लोगों के दरबारियों ने again I repeat, इन लोगों के दरबारियों ने, कभी इसके खिलाफ कोई आवाज नहीं उठाई।

साथियों,

हर reform की शुरुआत सबसे पहले, आपके सोचने के तरीके, आपके मानसिक, किस रेंज में आप काम कर रहे हैं, इस सोच के reform से ही होती है। जहां पहले production बढ़ाने पर पनिशमेंट मिलता था, वहीं आज हमारी सरकार production बढ़ाने पर incentive दे रही है। और आज PLI स्कीम की सक्सेस दुनिया देख रही है। सिर्फ इस एक योजना की वजह से, मैं सारी योजनाओं की बात नहीं करता हूं, एक की बात करता हूं, करीब ढाई लाख करोड़ रुपए का actual investment हुआ है। 22 लाख करोड़ रुपए से ज्यादा का production और sales हुई है। 15 लाख करोड़ रुपए से ज्यादा का exports हुआ है, और 14 लाख से ज्यादा direct और indirect jobs बनी हैं। और मैं फिर याद दिलाउंगा, ये आंकड़े सिर्फ एक स्कीम के हैं। आप सोचिए, पहले का लाइसेंस राज वाली सरकार का पनिशमेंट मॉडल जहां बेरोजगारी बढ़ाता था, वहीं आज का हमारा incentive मॉडल लाखों नई जॉब्स क्रिएट कर रहा है।

साथियों,

आज भारत में ये तेज विकास, ये तेज रिफॉर्म इसलिए हो रहे हैं, क्योंकि भारत में और जिसका अभी सत्य ने उल्लेख किया, political stability है, हमारी policy में continuity है। पहले देश में रिफॉर्म्स की बात करने वाले घोषणा तो कर देते थे, बाद में भूल जाते थे। लेकिन हमने रिफॉर्म्स को लेकर एक क्लियर रोडमैप बनाया। इस रोडमैप की प्रमुख दिशा रही है- गवर्नेंस लेवेल के रिफॉर्म्स हों! इसके लिए, आज 21वीं सदी के भारत में, हम सिर्फ regulations नहीं बदल रहे हैं, हम regulation की पूरी philosophy बदल रहे हैं। पहले regulations की अप्रोच थी- “Prohibited unless permitted.” यानी जब तक सरकार इजाजत ना दे, तब तक आप वो काम नहीं कर सकते। हम इस approach को बदलकर, “Permitted unless prohibited” की तरफ ले जा रहे हैं। यानी, जो काम कानून ने स्पष्ट रूप से मना नहीं किया है, उसके लिए हर कदम पर permission की कोई जरूरत नहीं होनी चाहिए। और इसके पीछे सोच बहुत सीधी है, सरकार और नागरिक के रिश्ते का आधार, Suspicion नहीं, trust होना चाहिए।

साथियों,

यही सोच आपको Jan Vishwas बिल में भी दिखाई देती है। मैं मानता हूं, हर procedural गलती को criminal offence मान लेना ठीक नहीं है। इसीलिए अनेक offences को decriminalise किया गया है। कई मामलों में जेल की जगह केवल आर्थिक penalty का प्रावधान किया गया है। Government और enterprise के रिश्ते में, हम इसी reform mindset को आगे बढ़ा रहे हैं। बीते वर्षों में 40 हजार से ज्यादा compliances हटाए गए हैं, 40 thousand. डेढ़ हजार से ज्यादा, 15 hundred, डेढ़ हजार से ज्यादा, पुराने और बेकार हो चुके कानून हमने खत्म किए, और जब इन सारे reforms को एक साथ देखते हैं, तो अंदाजा होता है, हमारी industries और businesses के कंधों से कितना बड़ा बोझ कम हुआ है।

साथियों,

गवर्नेंस रिफॉर्म्स की इस प्रक्रिया, उस पर हम निरंतर काम कर रहे है। अभी संसद के मॉनसून सत्र में हमने ‘बैंकर्स बुक एविडेंस बिल’ पारित किया है। और वो भी तब जब विपक्ष ने संसद में लगातार गतिरोध बनाया हुआ था। हमने देश की सेवा करने का काम रूकने नहीं दिया। अब इस कानून ने 19वीं सदी के अंग्रेजी कानून को रिप्लेस किया है। अब बैंकों के डिजिटल रिकॉर्ड्स की स्वीकार्यता को कानूनी मान्यता दी गई है। इससे कानूनी उलझनें कम होंगी, सिस्टम में पारदर्शिता होगी, Ease of Doing Business बढ़ेगा।

साथियों,

गवर्नेंस में रिफॉर्म का एक मतलब ये भी है कि सिस्टम ऐसे बनें, जिसमें एक-एक मानव जीवन और उसके समय के प्रति संवेदनशीलता हो। मैं रेलवे का उदाहरण देता हूं। हमारी रेलवेज में भी इसी अप्रोच के साथ काम हुआ है। आज साढ़े 6 हजार से ज्यादा रेलवे स्टेशनों पर इलेक्ट्रॉनिक इंटरलॉकिंग की व्यवस्था है। 10 हजार से ज्यादा लेवल क्रॉसिंग गेट्स को भी इंटरलॉकिंग से जोड़ा जा चुका है। इससे ह्यूमन एरर से होने वाले हादसों की आशंका बहुत कम हुई है।

साथियों,

जब 2014 में हमारी सरकार आई, तो करीब 9 हजार फाटक ऐसे थे जो Un-Manned थे। इन्हें हटाना कोई रॉकेट साइंस नहीं था। Un-Manned क्रॉसिंग्स की वजह से हजारों लोगों को अपनी जान गंवानी पड़ी, लेकिन पहले की सरकारों को इससे बहुत फर्क नहीं पड़ता था। हमने मिशन मोड में, गत दस वर्ष में, इन Un-Manned क्रॉसिंग्स को समाप्त कर दिया। हमने रोड ओवर ब्रिज और रोड अंडर ब्रिज बनाने की गति भी कई गुना बढ़ा दी। और इसी का नतीजा है कि 2014 के पहले के मुकाबले ट्रेन दुर्घटनाओं की संख्या में Ninety Percent तक की कमी आई है, 90, Ninety Percent. 12 साल पहले जहां एक साल में करीब डेढ़ सौ रेल दुर्घटनाएं होती थीं, वहीं अब इनकी संख्या घटकर 15-20 रह गई है। और हम इसे और कम से कम करने का प्रयास लगातार कर रहे हैं।

साथियों,

Railways में स्वच्छता भी गवर्नेंस रिफॉर्म का एक बड़ा उदाहरण है। एक समय था, जब रेल पटरियों पर गंदगी और human waste एक बड़ी समस्या हुआ करती थी। आज स्थिति पूरी तरह बदल गई है। 2014 से पहले हमारी ट्रेनों में जहां लगभग 12 हजार बायो-टॉयलेट्स लगाए गए थे, वहीं 2014 के बाद ट्रेनों में 3 लाख 60 हजार से ज्यादा बायो-टॉयलेट्स लगाए गए हैं। यानी, 97 प्रतिशत से ज्यादा बायो-टॉयलेट्स पिछले 12 वर्षों में लगे हैं। ये बदलाव सिर्फ सफाई का नहीं, यात्रियों की गरिमा, स्वच्छता और आधुनिक भारत के निर्माण की दिशा में गवर्नेंस का एक नया मॉडल है। ये करोड़ों यात्रियों को बेहतर अनुभव देने का अभियान भी है।

साथियों,

गवर्नेंस की क्वालिटी का एक और पैमाना, और वो पैमाना है - समय। जो प्रोजेक्ट शुरू हो, वो समय पर पूरा हो। और जो सर्विस लोगों को मिले, वो भी समय की कसौटी पर खरी उतरे। दिल्ली-मेरठ नमो भारत रैपिड रेल सिस्टम इसका बहुत अच्छा उदाहरण है। इस कॉरिडोर पर 160 किलोमीटर प्रति घंटे की रफ्तार से ट्रेनें चल रही हैं। ये हमारे देश में पहले कभी सोचा नहीं जा सकता था। अब तक 4 करोड़ से ज्यादा यात्री इसमें ट्रैवल कर चुके हैं। और इसका एक और अहम फैक्टर है, जिसकी चर्चा नहीं होती है। दिल्ली मेरठ नमो भारत रैपिड रेल की पंक्चुअलिटी 99.9 परसेंट है। वरना हम तो हर चीज में कहते हैं, लेट हो तो कहते थे, ये तो इंडियन टाइम है। वक्त बदला है, ये मैं छोटी-छोटी चीजें इसलिए बताता हूं, कि हमें अंदाज आए कि कितने बड़े व्यापक स्तर पर काम हो रहा है। इसी तरह, Delhi Metro की पंक्चुअलिटी। Delhi Metro की पंक्चुअलिटी 99.9 परसेंट है। और ये punctuality, New York, Hong Kong और Paris जैसे शहरों की Metro से करीब-करीब बराबर हो चुकी है। ये सिर्फ समय पर चलती हुई Metro और नमो रेपिड रेल की कहानी नहीं है, ये समय के साथ बदलते हुए भारत की पहचान है। मैं जानता हूं कि अभी भी, और र्मैं कोई इतने से संतोष मानकर बैठने वाला व्यक्ति नहीं हूं, अभी भी इस दिशा में हमें बहुत कुछ करना है, बहुत कुछ बाकी है, लेकिन हम लगातार कर रहे हैं। लेकिन एक शुरूआत तो हुई है और ये शुरुआत सराहनीय है।

साथियों,

हमारे रिफॉर्म्स रोडमैप का एक और बड़ा आयाम है- पॉलिसी लेवल पर होने वाले रिफॉर्म्स! आज हम ऐसी policies बना रहे हैं, जो pro-people हों, Pro-growth हों, pro development हों! पॉलिसीज़ देश और देश के लोगों की जरूरत के हिसाब से होनी चाहिए न कि पॉलिसीज़ बनाकर देश को उनके हिसाब से चलने को मजबूर होना पड़े! मैं आपको एक और Interesting उदाहरण देना चाहता हूं। कुछ साल पहले तक हमारे यहाँ देश का नक्शा बनाना भी गैर-कानूनी था, मैप बनाए तो गैर कानूनी था, आप जेल चले जाएंगे। बिना परमिशन के आप देश में मैपिंग का काम भी नहीं कर सकते थे। आप सोचिए, विदेशी सैटेलाइट टेक्नोलॉजी के जरिए भारत के किसी भी कोने को मैप कर सकती थी, लेकिन भारत में भारतीयों पर भारत का मैप बनाने पर पाबंदी लगी हुई थी।

साथियों,

आज टेक्नोलॉजी के इस दौर में, इस एक पाबंदी से कितने स्टार्टअप्स की हत्या हो सकती थी! कितने ideas implement होने से वंचित रह सकते थे! हमने इस व्यवस्था को भी बदला। हमने Geospatial डेटा का Deregulation किया और आज Geospatial डेटा कितने ही स्टार्टअप्स का आधार बन रहा है।

साथियों,

आज आप लगातार ड्रोन्स की उपयोगिता बढ़ते हुए देख रहे हैं। एग्रीकल्चर में, डिफेंस में, डिलिवरी में, शूटिंग में, कंटेंट क्रिएशन में, ये सब संभव ही नहीं होता, अगर सरकार ने इससे जुड़े नियमों में Reform नहीं किए होते। पहले देश में ड्रोन फ्लाइंग पूरी तरह नियमों में, बंधनों में जकड़ी हुई थी। हमने उसे बंधनों से आजाद किया, और आज भारत की ड्रोन इंडस्ट्री, एक अभूतपूर्व उड़ान के साथ आगे बढ़ रही है।

साथियों,

पहले border areas को लेकर सरकारों की सोच थी कि बॉर्डर पर roads और infrastructure बढ़ेगा, तो उसका फायदा दुश्मन भी उठा सकता है। हमने इस सोच को बदला। हमने कहा, Border infrastructure कमजोरी नहीं, देश की ताकत है। और इसीलिए आज border areas में roads, bridges और tunnels का network तेजी से बढ़ रहा है। सिर्फ 2024 और 2025 में ही, BRO के 250 infrastructure projects देश को समर्पित किए गए हैं। सोच बदली, तो border infrastructure की तस्वीर भी बदल गई।

साथियों,

एक उदाहरण न्यूक्लियर रिफॉर्म्स का भी है। एक ऐसे समय में, जब विकास पूरी तरह से energy dependent है, बंदिशों और प्रतिबंधों के कारण, देश अपने न्यूक्लियर potential का इस्तेमाल नहीं कर पा रहा था। हमने शांति बिल के जरिए इसमें भी बड़ा रिफॉर्म किया है। आज भारत में न्यूक्लियर एनर्जी में प्राइवेट सेक्टर के लिए रास्ता खुल चुका है। इसी तरह, हमने एक बड़ा पॉलिसी रिफॉर्म डिफेंस सेक्टर में भी किया। 200 साल के पहले जो व्यवस्था चली आ रही थी, उसे बदलकर हमने 40 से ज्यादा ordnance फैक्ट्रीज़ को मर्ज करके 7 फैक्ट्रीज़ बना दी। और उसका परिणाम हमें देखने को मिल रहा है। आज भारत अपनी रक्षा जरूरतों के लिए भी आत्मनिर्भर बन रहा है, और 2014 की तुलना में, हमारा डिफेंस एक्सपोर्ट 55 गुना बढ़ा है। और इसलिए, कई बार रिफॉर्म्स हमारे जीवन में इस तरह घुल-मिल जाते हैं कि हमारा उनकी तरफ ध्यान ही नहीं जाता। आप सोचिए, आपका कोई सामान्य दिन आज कैसे बीतता है। आप सुबह उठते हैं, फोन पर घर का सामान ऑर्डर कर देते हैं, और जब तक ऑफिस के लिए रेडी होते हैं, वो सारा सामान आपके घर आकर के पहुंच जाता है। आपकी गली के स्ट्रीट वेंडर से लेकर, आपकी गाड़ी के शो रूम तक, आपकी सारी पेमेंट्स, सिर्फ एक क्यूआर कोड स्कैन करके हो जाती है। अगर आपकी बेटी, किसी दूसरे शहर में पढ़ती है, तो आप फोन से उसे पैसे भेज सकते हैं, और वो पैसा, कुछ सेकंड्स में उसके पास भी पहुंच जाता है। कई बार तो बिटिया क्यूआर ही शेयर कर देती है कि ‘पापा-मां मैंने ये ड्रेस ले ली है, इसकी पेमेंट कर दीजिए, और आप उसकी शॉपिंग अपने घर बैठे-बैठे करवा देते हैं। ये चीजें Remarkable हैं, लेकिन अब ये कोई भारत के लोगों को कम से कम हैरानी नहीं होती, बाहर के लोग आते हैं, उनको आश्चर्य होता है, अच्छा ऐसे होता है। भारत के लोगों का रूटीन हो गया है। ये भारत के सामान्य मानवी के जीवन का हिस्सा बन चुका है। आप सोचिए, 2014 से पहले ऐसी कितनी ही बातें क्या पॉसिबल थीं?

साथियों,

भारत ने बीते 10-12 सालों में Ease of Living से जुड़े जो रिफॉर्म्स किए हैं, उसकी वजह से लोगों का, खासतौर पर हमारे मिडिल क्लास का जो जीवन बदला है, वो दुनिया के कई विकसित देशों में आज भी एक सपना ही है।

साथियों,

आज दुनिया का सबसे सस्ता डेटा भारत में है, हम सस्ते और अच्छे स्मार्टफोन्स बना रहे हैं। अभी सत्या ने उसका वर्णन किया। भारत दुनिया के fastest 5G rollouts करने वाले देशों में से एक है। हमने आधार को बैंकिंग, मोबाइल कनेक्टिविटी और सर्विसेज से जोड़कर, ई-के.वाई.सी और Digital Authentication जैसी सर्विसेज को पॉसिबल किया है। आज आपको अगर बैंक अकाउंट खोलना है, तो उसके लिए बैंक जाने तक की जरूरत नहीं है। सरकार ने बैंक को ही, आपके पास पहुंचा दिया है। आज चाहे कोई बिल जमा करना हो, कोई टिकट करानी हो, किसी सरकारी दफ्तर में जाने की जरूरत नहीं पड़ती, ये सारा काम ऑनलाइन हो जाता है। इनकम टैक्स की फाइलिंग का काम आसान हुआ है। ऐसी व्यवस्था बनी है कि फॉर्म में मैक्सिमम जानकारियां पहले से भरी होती हैं। आप ये इन्फॉर्मेशन वेरिफाई करते हैं, कुछ जोड़ना है तो जोड़ देते हैं, और सबमिट करते हैं, आपका काम पूरा हो जाता है। पहले जो रिफंड आने में महीनों लगते थे, अब वो भी कुछ ही दिनों में आ जाता है।

साथियों,

आज ई-संजीवनी की मदद से, शायद इसकी चर्चा अभी बहुत कम होती है, ई-संजीवनी की मदद से, गांव के दूर दराज के लोग भी, कहीं से भी डॉक्टर्स के साथ सीधी अपनी चर्चा करके अपने उपचार का रास्ता लेते हैं। और इससे जिन लोगों को अस्पताल जाने के लिए कई किलोमीटर का सफर करना पड़ता था, आज डॉक्टर उनके घर पर, उनकी स्क्रीन पर उपलब्ध है। अब तक ये आंकड़ा भी आपको जरूर आश्चर्य करेगा। यानी भारत ने टेक्नोलॉजी को किस प्रकार से अडाप्ट किया है, सामान्य मानवीय के जीवन को कैसे सरल किया है। अब तक ईं-संजीवनी के तहत करीब-करीब 50 करोड़ टेली-कंसल्टेशंस हो चुकी हैं।

साथियों,

आज भारत में Travel Experience बदल रहा है, भारत के नागरिकों की यात्राएं पूरी तरह बदल गई हैं। यहां इस हॉल में ऐसा व्यक्ति खोजना मुश्किल होगा, जिसने एयरपोर्ट पर डिजी यात्रा का इस्तेमाल ना किया हो। ऐसे ही आजकल बहुत सारा काम Seamless तरीके से हो रहा है। हाइवे पर फास्ट टैग चल रहे हैं, ताकि आप बिना रुके टोल देकर आगे बढ़ सकें। Ease of Living का सही अर्थ यही है। समय की बचत हो रही है, जीवन आसान हो रहा है, और करोड़ों लोग अपनी प्रगति पर फोकस कर पा रहे हैं।

साथियों,

Politics में अक्सर वही फैसले headlines बनते हैं, जिनका असर आज दिखाई दे, यानी उसकी उमर 24 घंटे हो। पहले की सरकारों ने इलेक्शन सामने देख कर भी घोषणाएं करने का फॉर्मूला अपनाया। लेकिन ऐसी घोषणाओं से देश नहीं बदला। देश बदलने वाले फैसले वो होते हैं, जिनका प्रभाव जमीन पर दिखे, जो वर्तमान और भविष्य, दोनों को ध्यान में रखकर के लिए गए होने चाहिए।

साथियों,

पीएम कुसुम योजना और पीएम सूर्यघर मुफ्त बिजली योजना इसका बहुत बड़ा यूनीक Example है। कुसुम योजना से किसानों को बिजली की चिंता से मुक्ति मिली है। और सूर्यघर योजना से मिडिल क्लास को बहुत फायदा हुआ है।

साथियों,

मैं ये जानता हूं कि अगर मैंने ये अनाउंस कर दिया होता कि आज से लाखों-लाख परिवारों के लिए बिजली मुफ्त है, तो सारा मीडिया, सारी स्क्रीन्स, सारे न्यूजपेपर्स, बड़ी-बड़ी हेडलाइन बनाकर के खबर दे देते कि मोदी जी ने आज अनाउंस कर दिया है। लेकिन हमने कुछ दूसरे अप्रोच से काम शुरू किया। हमने हर घर की छत पर एक सूरज उगाने की ठान ली, और आज देश के 50 लाख से ज्यादा परिवार, पीएम सूर्यघर मुफ्त बिजली योजना से जुड़े हैं। सरकार ने 22 हजार करोड़ रुपए से ज्यादा इन परिवारों को दिए हैं, ये सोलर सिस्टम लगाने के लिए, ताकि उनकी छत पर सोलर प्लांट लगाकर सोलर पावर पैदा की जा सके। अब ये परिवार, एक्स्ट्रा बिजली को, बिजली ग्रिड में बेचकर, पैसे भी कमा रहे हैं। खुद का बिल तो जीरो हुआ, कमाई भी होने लगी। इस योजना से लोगों के सपनों को भी विस्तार मिल रहा है। बिजली बिल कम हुआ है, तो अब घर में फ्रिज, कूलर, वाशिंग मशीन, टीवी जैसी चीजें लोग खरीदकर रखने लगे हैं। अब ये डर नहीं होता कि बिजली कटौती की वजह से दूध फट जाएगा, अब चिंता नहीं रहती है। अब स्कूल जाने वाले बच्चे रातभर चैन से सो पाते हैं। मैं फिर कहता हूं- इलेक्शन हो या ना हो, लेकिन ये सूर्यघर और उसकी रोशनी बनी रहेगी, इस प्लांट का फायदा, सालों तक देश के परिवारों को होता रहेगा।

साथियों,

आने वाले समय में Ease of Living और Ease of Doing Business का और विस्तार होगा। देश के Youth के लिए, नारीशक्ति के लिए, Farmers के लिए, गरीब और Middle Class के लिए, हमारी सरकार लगातार काम करती रहेगी, हमारी Reform Express और अधिक गति से आगे बढ़ने वाली है। विकसित भारत का लक्ष्य पूरा करने के लिए, हम पूरी प्रतिबद्धता के साथ काम करते रहेंगे। और मैं, मेरे लिए भारत का future अगर सुनिश्चित हो गया ना, तो दुनिया के future में भी स्थिरता लाने का बहुत बड़ा काम इसी धरती से होने वाला है। इस आत्मविश्वास के साथ भारत जितना स्टेबल होगा, भारत का future जितना सुरक्षित होगा, विश्व को सुरक्षत्व का एहसास देने की ताकत यहीं से पैदा होने वाली है। इस सामर्थ्य के साथ, इसी संकल्प के साथ, मैं एक बार फिर, आज के इस कार्यक्रम में मुझे आमंत्रित करने के लिए, Economic Times की पूरी टीम का हृदय से बहुत-बहुत धन्यवाद करता हूं। वन्दे मातरम् !