પ્રધાનમંત્રીએ વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના સક્ષમકર્તા તરીકે "2+2" ફોર્મેટનું સ્વાગત કર્યું
તેમણે પ્રધાનમંત્રીની અમેરિકાની સત્તાવાર મુલાકાત અને જી-20 સમિટ માટે રાષ્ટ્રપતિ બાઈડેનની ભારતની મુલાકાતને પગલે દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો
તેઓ પશ્ચિમ એશિયા સહિત પારસ્પરિક હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી
પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ બાઈડેન સાથે તેમના સતત આદાન-પ્રદાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

અમેરિકાનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી મહામહિમ શ્રી લોઇડ ઑસ્ટિન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

બંને સચિવોએ પ્રધાનમંત્રીને "2+2" ફોર્મેટમાં ભારતનાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે તેમની ચર્ચા પર ટૂંકમાં જાણકારી આપી હતી.

તેમણે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ઉભરતી ટેકનોલોજી, અંતરિક્ષ, સ્વાસ્થ્ય, જૂન, 2023માં પ્રધાનમંત્રીની અમેરિકાની સત્તાવાર મુલાકાત અને નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનની સાથે-સાથે બંને નેતાઓ વચ્ચેની બેઠક સામેલ છે.

 

પ્રધાનમંત્રીએ તમામ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી લોકશાહી, બહુલવાદ અને કાયદાનાં શાસન માટે સન્માનમાં મહત્ત્વપૂર્ણ છે.

તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિકાસ સહિત પારસ્પરિક હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે આ મુદ્દાઓ પર ભારત અને અમેરિકા વચ્ચે સતત ગાઢ સંકલન સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઈડેનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે, તેઓ તેમની સાથે આદાનપ્રદાન ચાલુ રાખવા આતુર છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Science and the power of jan bhagidari can lead to a TB-free India

Media Coverage

Science and the power of jan bhagidari can lead to a TB-free India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Nagaland meets Prime Minister
March 24, 2026