યોર એક્સેલન્સી રાષ્ટ્રપતિ લૂલા, બંને દેશોના ડેલિગેટ્સ, મીડિયાના સાથીઓ,

નમસ્કાર! "બોઆ તાર્દે"!

રાષ્ટ્રપતિ લૂલા અને તેમના ડેલિગેશનનું ભારતમાં સ્વાગત કરતા મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે.

જે આત્મીયતા અને ઉષ્મા સાથે તમે ગયા વર્ષે બ્રાઝિલમાં મારું સ્વાગત કર્યું હતું, આજે તે જ ભાવ સાથે ભારતમાં તમારું અભિનંદન કરું છું. અને આ મારા માટે વિશેષ સંતોષનો વિષય છે. ભારત અને બ્રાઝિલના સંબંધોને રાષ્ટ્રપતિ લૂલાની દૂરદ્રષ્ટિ અને પ્રેરક નેતૃત્વનો લાંબા સમયથી લાભ મળતો રહ્યો છે.

વીતેલા કેટલાક વર્ષોમાં મને તેમને અનેકવાર મળવાનું સૌભાગ્ય મળ્યું છે. અને દરેક મુલાકાત દરમિયાન મેં, ભારત પ્રત્યે તેમની ઊંડી મિત્રતા અને વિશ્વાસને અનુભવ્યો છે. રાષ્ટ્રપતિ લૂલાના આ પ્રવાસે ઐતિહાસિક AI Impact Summitની શોભા પણ વધારી, અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊર્જા પણ આપી છે. હું તેમની મિત્રતા અને બંને દેશોના સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતા (કમિટમેન્ટ) માટે રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું.

મિત્રો,

આજે આપણી જે ચર્ચાઓ થઈ છે, તેમાં આપણે દરેક ક્ષેત્રમાં સહિયારો હેતુ અને સહિયારી આકાંક્ષાઓથી આગળ વધવા પર વિચાર-વિમર્શ કર્યો છે.

બ્રાઝિલ, લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. આપણે આવનારા 5 વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને વીસ બિલિયન ડોલરથી પણ આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. આપણો વેપાર માત્ર આંકડો નથી, વિશ્વાસનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રપતિજીની સાથે આવેલું મોટું બિઝનેસ ડેલિગેશન આ જ વિશ્વાસને દર્શાવે છે.

ભારત-મર્કોસુર (Mercosur) ટ્રેડ સમજૂતીના વિસ્તારથી આપણો આર્થિક સહયોગ વધુ સુદ્રઢ થશે. ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં આપણો સહયોગ બંને દેશોની સાથે-સાથે, સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્વ ધરાવે છે. મને ખુશી છે કે આપણે બ્રાઝિલમાં Digital Public Infrastructure માટે Centre of Excellence બનાવવા પર કામ કરી રહ્યા છીએ. Artificial Intelligence, supercomputer, સેમિકન્ડક્ટર્સ, અને બ્લોકચેન જેવા ક્ષેત્રોમાં પોતાના સહયોગને પણ આપણે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. આપણે બંને દેશો માનીએ છીએ કે ટેકનોલોજી મસ્ટ બી ઈન્ક્લુઝિવ એન્ડ ઈટ મસ્ટ બીકમ અ બ્રિજ ફોર શેર્ડ પ્રોગ્રેસ.

ઊર્જા સહયોગ આપણા સંબંધોનો એક મજબૂત સ્તંભ રહ્યો છે. હાઈડ્રોકાર્બનની સાથે-સાથે આપણે પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇથેનોલ બ્લેન્ડિંગ, sustainable aviation fuel (ટકાઉ ઉડ્ડયન બળતણ) એવા અનેક ક્ષેત્રોમાં પણ સહયોગને વધુ ગતિ આપી રહ્યા છીએ. "ગ્લોબલ બાયો-ફ્યુઅલ એલાયન્સ" માં બ્રાઝિલની સક્રિય ભાગીદારી, હરિત ભવિષ્ય પ્રત્યેના આપણા સહિયારા સંકલ્પને દર્શાવે છે.

બ્રાઝિલે Coalition for Disaster Resilient Infrastructure (CDRI) ની સહ-અધ્યક્ષતાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. હું આ પહેલ માટે રાષ્ટ્રપતિ લૂલાનું અભિનંદન કરું છું. આ ક્ષેત્રમાં બ્રાઝિલનો વ્યાપક અનુભવ CDRI ને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ક્રિટિકલ મિનરલ્સ અને દુર્લભ ખનિજોમાં જે સમજૂતી થઈ છે, તે રિઝિલિયન્ટ supply chains (સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓ)ના નિર્માણમાં એક મોટું કદમ છે. સંરક્ષણના ક્ષેત્રમાં પણ આપણો સહયોગ નિરંતર વધી રહ્યો છે. આ એકબીજા પ્રત્યેના ભરોસા અને વ્યૂહાત્મક તાલમેલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે આ પાર્ટનરશિપને આગળ પણ વધુ મજબૂત કરતા રહીશું.

આપણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં આપણી ભાગીદારીને ભવિષ્યની જરૂરિયાતો મુજબ નવા આયામ આપી રહ્યા છીએ. Climate-resilient agriculture (આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિ), ચોકસાઈપૂર્વકની ખેતી અને જૈવિક ખાતરો જેવા ક્ષેત્રોમાં આપણો સહયોગ બંને દેશોની ફૂડ સિક્યુરિટી (ખાદ્ય સુરક્ષા) ને મજબૂત કરશે. બ્રાઝિલમાં તેલીબિયાં, કઠોળ અને સંકલિત ખેતી માટે Centre of Excellence, આ જ દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે.

હેલ્થ અને ફાર્માના ક્ષેત્રમાં પણ સહયોગની અપાર સંભાવનાઓ છે. આપણે ભારતથી બ્રાઝિલને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત દવાઓનો પુરવઠો વધારવા પર કામ કરીશું. સાથે જ, બ્રાઝિલમાં આયુર્વેદ અને પરંપરાગત દવાઓનો પણ વિસ્તાર કરવામાં આવશે, જેથી કરીને સમગ્ર સ્વાસ્થ્ય સંભાળને પ્રોત્સાહન મળે.

મિત્રો,

વૈશ્વિક મંચ પર ભારત અને બ્રાઝિલની ભાગીદારી સશક્ત અને પ્રભાવશાળી રહી છે. લોકતાંત્રિક દેશો તરીકે આપણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓને આગળ વધારતા રહીશું.

વ્હેન ઈન્ડિયા એન્ડ બ્રાઝિલ વર્ક ટુગેધર ધ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ બીકમ્સ સ્ટ્રોન્ગર એન્ડ મોર કોન્ફિડન્ટ

આપણું માનવું છે કે દરેક સમસ્યાનું સમાધાન dialogue (સંવાદ) અને diplomacy (રાજદ્વારી નીતિ) ના માધ્યમથી થવું જોઈએ. ભારત અને બ્રાઝિલ એકમત છે કે આતંકવાદ અને તેના સમર્થકો સમગ્ર માનવતાના શત્રુ છે. આપણે આ વાત પર પણ સહમત છીએ કે વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સંસ્થાઓના રિફોર્મ (સુધારા) અત્યંત આવશ્યક છે. આપણે આ દિશામાં પણ મળીને પ્રયાસ કરતા રહીશું.

એક્સલેન્સી,

મને પૂરો વિશ્વાસ છે કે તમારી આ યાત્રા આપણી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડાઈ આપશે અને આવનારા વર્ષોમાં સહયોગના નવા આયામ સ્થાપિત કરશે.

હું ફરી એકવાર તમારી યાત્રા અને તમારી ઊંડી મિત્રતા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

"મુઈતો ઓબ્રીગાદો"!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Small towns emerge big growth driver for connected TV in India

Media Coverage

Small towns emerge big growth driver for connected TV in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates H.E. President Hakainde Hichilema on re-election as President of Zambia
August 20, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his heartiest congratulations to President H.E. Hakainde Hichilema on his re-election as the President of Zambia.

The Prime Minister said that India greatly values its multifaceted partnership with Zambia.

Shri Modi expressed his desire to work together with President Hakainde Hichilema to further strengthen the relations between India and Zambia under his leadership.

The Prime Minister said in a X post;

“Heartiest Congratulations to President Hakainde Hichilema on being re-elected as the President of Zambia.

India greatly values its multifaceted partnership with Zambia and I look forward to working together to further strengthen our relations under his leadership.

@HHichilema”