પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.
ગુજરાતની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે સિંદૂરનો છોડ આપણા દેશની નારી શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક બની રહેશે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું;
"1971ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યું છે. આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે."
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश… pic.twitter.com/GsHCCNBUVp
— Narendra Modi (@narendramodi) June 5, 2025


