જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે તે ભારતનું સૌભાગ્ય અને ગર્વની બાબત છે: PM
યોગે વિશ્વભરમાં માનવતાને સ્વાસ્થ્ય, સંતુલન અને સંવાદિતાના જીવન તરફ માર્ગદર્શન આપ્યું છે: PM
ભારતની પહેલ અને 175 થી વધુ રાષ્ટ્રોના સહયોગથી, સંયુક્ત રાષ્ટ્રએ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો; વર્ષોથી, યોગ વિશ્વના દરેક ખૂણે પહોંચીને જીવનને સ્પર્શી રહ્યો છે: PM
દિલ્હીમાં WHO દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન અન્ય એક સીમાચિહ્નરૂપ છે; ભારત તરફથી નમ્ર ભેટ તરીકે આપવામાં આવેલ આ વૈશ્વિક હબ સંશોધનને આગળ વધારશે, નિયમનને મજબૂત કરશે અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપશે: PM
આયુર્વેદ શીખવે છે કે સંતુલન એ સ્વાસ્થ્યનો સાર છે, જ્યારે શરીર આ સંતુલન જાળવી રાખે છે ત્યારે જ વ્યક્તિ સાચી રીતે સ્વસ્થ ગણાઈ શકે છે: PM
સંતુલન પુનઃસ્થાપિત કરવું એ હવે માત્ર વૈશ્વિક ઉદ્દેશ્ય રહ્યો નથી — તે વૈશ્વિક તાકીદ બની ગઈ છે અને તેને સંબોધવા માટે આપણે ઝડપી ગતિ અને મક્કમ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવું જરૂરી છે: PM
શારીરિક પરિશ્રમ વિના સંસાધનો અને સુવિધાઓની વધતી જતી સરળતા માનવ સ્વાસ્થ્ય માટે અણધાર્યા પડકારો ઊભા કરી રહી છે: PM
પરંપરાગત આરોગ્યસંભાળે તાત્કાલિક જરૂરિયાતોથી આગળ જોવું જોઈએ, ભવિષ્ય માટે તૈયારી કરવી એ પણ આપણી સામૂહિક જવાબદારી છે: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવી છે તે ભારતનું સૌભાગ્ય અને ગર્વની બાબત છે”. તેમણે યાદ કર્યું કે 2022 માં, પ્રથમ પરંપરાગત ચિકિત્સા સમિટ દરમિયાન, વિશ્વએ ખૂબ જ વિશ્વાસ સાથે ભારતને આ જવાબદારી સોંપી હતી. શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે તે આપણા બધા માટે ખુશીની વાત છે કે સેન્ટરની પ્રતિષ્ઠા અને પ્રભાવ વૈશ્વિક સ્તરે વધી રહ્યો છે, જેમાં આ સમિટની સફળતા સૌથી મોટા ઉદાહરણ તરીકે સેવા આપે છે. તેમણે નોંધ્યું હતું કે સમિટ પરંપરાગત જ્ઞાન અને આધુનિક પદ્ધતિઓના સંગમની સાક્ષી બની રહી છે, અને અહીં કેટલીક નવી પહેલો શરૂ કરવામાં આવી છે જે તબીબી વિજ્ઞાન અને સર્વગ્રાહી સ્વાસ્થ્યના ભવિષ્યને બદલી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમિટ દ્વારા વિવિધ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ શક્ય બન્યો છે, જેણે સંયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા, નિયમોને સરળ બનાવવા અને તાલીમ તથા જ્ઞાનની વહેંચણીને આગળ વધારવા માટે નવા માર્ગો ખોલ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવો સહયોગ ભવિષ્યમાં પરંપરાગત ચિકિત્સાને વધુ સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સમિટ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર પહોંચેલી સર્વસંમતિ વૈશ્વિક ભાગીદારીની તાકાત દર્શાવે છે તેમ જણાવતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે સંશોધનને મજબૂત બનાવવું, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવો અને વિશ્વભરમાં વિશ્વાસ કરી શકાય તેવા નિયમનકારી માળખાનું નિર્માણ કરવું એ પરંપરાગત ચિકિત્સાને મોટા પ્રમાણમાં સશક્ત બનાવશે. તેમણે નોંધ્યું હતું કે એક્સ્પોમાં ડિજિટલ હેલ્થ ટેકનોલોજી, AI-આધારિત સાધનો, સંશોધન નવીનતાઓ અને આધુનિક વેલનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેણે એકસાથે પરંપરા અને ટેકનોલોજી વચ્ચેના નવા સહયોગનું પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પરંપરા અને ટેકનોલોજી સાથે આવે છે, ત્યારે વૈશ્વિક સ્વાસ્થ્યને વધુ અસરકારક બનાવવાની ક્ષમતા નોંધપાત્ર રીતે વધે છે, અને તેથી આ સમિટની સફળતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ખૂબ મહત્વ ધરાવે છે.

“યોગ એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો એક અભિન્ન ભાગ છે અને તેણે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સંવાદિતાનો માર્ગ બતાવ્યો છે”, તેમ પ્રધાનમંત્રીએ ઉમળકાભેર જણાવ્યું હતું. તેમણે યાદ કર્યું કે ભારતના પ્રયત્નો અને 175 થી વધુ દેશોના સમર્થનથી સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે તાજેતરના વર્ષોમાં યોગ વિશ્વના દરેક ખૂણે પહોંચ્યો છે. તેમણે પ્રત્યેક વ્યક્તિની પ્રશંસા કરી જેમણે યોગના પ્રચાર અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે નોંધ્યું હતું કે આજે કેટલીક પ્રતિષ્ઠિત હસ્તીઓને પ્રધાનમંત્રી પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે, જેમની પસંદગી પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા સખત પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એવોર્ડ વિજેતાઓ યોગ પ્રત્યે સમર્પણ, શિસ્ત અને જીવનભરની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, અને તેમનું જીવન સૌ માટે પ્રેરણારૂપ છે. સન્માનિત એવોર્ડ વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સમિટના પરિણામોને કાયમી સ્વરૂપ આપવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તે જોઈને તેઓ પ્રસન્ન થયા છે. તેમણે 'ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાઇબ્રેરી' ના લોન્ચિંગને એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે હાઇલાઇટ કર્યું હતું જે પરંપરાગત ચિકિત્સા સંબંધિત વૈજ્ઞાનિક ડેટા અને નીતિ વિષયક દસ્તાવેજોને એક જગ્યાએ સાચવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલથી ઉપયોગી માહિતી દરેક દેશ સુધી સમાન રીતે પહોંચવામાં સરળતા રહેશે. તેમણે યાદ કર્યું કે આ લાઇબ્રેરીની જાહેરાત ભારતની G20 પ્રેસિડેન્સી દરમિયાન પ્રથમ WHO ગ્લોબલ સમિટમાં કરવામાં આવી હતી અને આજે તે પ્રતિબદ્ધતા સાકાર થઈ છે.

વિવિધ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓએ વૈશ્વિક ભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે તેમ જણાવતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભાગીદારો તરીકે માનક, સુરક્ષા અને રોકાણ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે. તેમણે નોંધ્યું હતું કે આ સંવાદે દિલ્હી ડિક્લેરેશન (દિલ્હી ઘોષણાપત્ર) માટે માર્ગ મોકળો કર્યો છે, જે આગામી વર્ષો માટે સહિયારા રોડમેપ તરીકે કામ કરશે. શ્રી મોદીએ વિવિધ દેશોના પ્રતિષ્ઠિત મંત્રીઓના સંયુક્ત પ્રયાસની પ્રશંસા કરી અને તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.

શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે દિલ્હીમાં WHO દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેને ભારત તરફથી નમ્ર ભેટ તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્યાલય સંશોધન, નિયમન અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક હબ તરીકે કામ કરશે.

ભારત સમગ્ર વિશ્વમાં હીલિંગ (સ્વાસ્થ્ય પ્રાપ્તિ) ની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેના પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ બે મહત્વપૂર્ણ સહયોગ વિશે વાત કરી હતી, જેમાં નોંધ્યું હતું કે પ્રથમ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાને આવરી લેતા BIMSTEC દેશો માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના છે અને બીજું વિજ્ઞાન, પરંપરાગત પદ્ધતિઓ અને સ્વાસ્થ્યને એકીકૃત કરવાના ઉદ્દેશ્ય સાથે જાપાન સાથેનો સહયોગ છે.

 

પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે આ સમિટની થીમ, 'સંતુલન પુનઃસ્થાપિત કરવું: સ્વાસ્થ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને અભ્યાસ,' સર્વગ્રાહી સ્વાસ્થ્યના પાયાના વિચારને પ્રતિબિંબિત કરે છે. તેમણે ટિપ્પણી કરી કે આયુર્વેદ સંતુલનને સ્વાસ્થ્ય સમાન ગણે છે, અને જેમના શરીર આ સંતુલન જાળવી રાખે છે તેઓ જ સાચા અર્થમાં સ્વસ્થ છે. તેમણે નિર્દેશ કર્યો કે આજે ડાયાબિટીસ, હાર્ટ એટેક અને ડિપ્રેશનથી લઈને કેન્સર સુધીના રોગોના મૂળ કારણોમાં ઘણીવાર જીવનશૈલી અને અસંતુલન હોય છે, જેમાં કામ-જીવનનું અસંતુલન, આહાર અસંતુલન, ઊંઘનું અસંતુલન, ગટ માઇક્રોબાયોમ અસંતુલન, કેલરી અસંતુલન અને ભાવનાત્મક અસંતુલનનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અસંતુલનથી અનેક વૈશ્વિક સ્વાસ્થ્ય પડકારો ઉભા થઈ રહ્યા છે, જેમાં અભ્યાસ અને ડેટા પણ આ જ પુષ્ટિ કરે છે અને સ્વીકાર્યું હતું કે સ્વાસ્થ્ય નિષ્ણાતો આ બાબતને વધુ સારી રીતે સમજે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 'સંતુલન પુનઃસ્થાપિત કરવું' એ માત્ર વૈશ્વિક ઉદ્દેશ્ય જ નહીં પરંતુ વૈશ્વિક તાકીદ છે, અને તેમણે તેને સંબોધવા માટે ઝડપી પગલાં લેવા આહવાન કર્યું હતું.

21મી સદીમાં જીવનમાં સંતુલન જાળવવાનું કામ વધુ મોટો પડકાર બની રહેશે તેમ જણાવતા શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું હતું કે AI અને રોબોટિક્સ સાથેના નવા ટેકનોલોજી યુગનું આગમન માનવ ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન દર્શાવે છે અને આગામી વર્ષોમાં જીવન જીવવાની રીત અભૂતપૂર્વ રીતે બદલાશે. તેમણે એ બાબતે સભાન રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે જીવનશૈલીમાં આવતા આવા અચાનક ફેરફારો, શારીરિક શ્રમ વિના સંસાધનો અને સુવિધાઓની સરળતા સાથે મળીને માનવ શરીર માટે અણધાર્યા પડકારો ઊભા કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત આરોગ્યસંભાળે માત્ર વર્તમાન જરૂરિયાતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં પરંતુ ભવિષ્યની જવાબદારીઓને પણ સંબોધવી જોઈએ, જે સૌની સહિયારી જવાબદારી છે.

 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે જ્યારે પરંપરાગત ચિકિત્સા વિશે ચર્ચા કરવામાં આવે છે, ત્યારે સુરક્ષા અને પુરાવા અંગે સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે ભારત સતત આ દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે આ સમિટ દરમિયાન અશ્વગંધાનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સદીઓથી ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રી મોદીએ નિર્દેશ કર્યો કે કોવિડ-19 દરમિયાન તેની વૈશ્વિક માંગમાં તીવ્ર વધારો થયો હતો અને ઘણા દેશોમાં તેનો ઉપયોગ થવા લાગ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેના સંશોધન અને પુરાવા-આધારિત પ્રમાણીકરણ દ્વારા અશ્વગંધાને વિશ્વસનીય રીતે આગળ વધારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સમિટ દરમિયાન અશ્વગંધા પર વિશેષ વૈશ્વિક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ તેની સુરક્ષા, ગુણવત્તા અને ઉપયોગ પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે ભારત આવી સમય-ચકાસાયેલ જડીબુટ્ટીઓને વૈશ્વિક જાહેર સ્વાસ્થ્યનો ભાગ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

પહેલા એવી ધારણા હતી કે પરંપરાગત ચિકિત્સા માત્ર સુખાકારી અથવા જીવનશૈલી પૂરતી મર્યાદિત હતી, પરંતુ આજે આ ધારણા ઝડપથી બદલાઈ રહી છે તેમ જણાવતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે પરંપરાગત ચિકિત્સા ગંભીર પરિસ્થિતિઓમાં પણ અસરકારક ભૂમિકા ભજવી શકે છે અને ભારત આ વિઝન સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે આયુષ મંત્રાલય અને WHO-ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરે નવી પહેલ શરૂ કરી છે. તેમણે નોંધ્યું હતું કે બંનેએ ભારતમાં ઇન્ટિગ્રેટિવ કેન્સર કેર (સંકલિત કેન્સર સંભાળ) ને મજબૂત કરવા માટે સંયુક્ત પ્રયાસ કર્યો છે, જે હેઠળ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આધુનિક કેન્સર સારવાર સાથે જોડવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલ પુરાવા-આધારિત માર્ગદર્શિકા તૈયાર કરવામાં પણ મદદ કરશે. પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે ભારતની અનેક મહત્વની સંસ્થાઓ એનિમિયા, સંધિવા અને ડાયાબિટીસ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ક્લિનિકલ અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના ઘણા સ્ટાર્ટ-અપ્સ પણ આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, જેમાં પ્રાચીન પરંપરા સાથે યુવા શક્તિ જોડાઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તમામ પ્રયાસો દ્વારા પરંપરાગત ચિકિત્સા દેખીતી રીતે જ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે પરંપરાગત ચિકિત્સા આજે એક નિર્ણાયક વળાંક પર ઉભી છે. તેમણે હાઈલાઈટ કર્યું હતું કે વૈશ્વિક વસ્તીનો મોટો હિસ્સો લાંબા સમયથી તેના પર નિર્ભર છે, તેમ છતાં પરંપરાગત ચિકિત્સા તેની અપાર સંભાવના હોવા છતાં જે સ્થાન માટે તે ખરેખર હકદાર છે તે મેળવી શકી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન દ્વારા વિશ્વાસ જીતવો જોઈએ અને તેની પહોંચ વધુ વિસ્તૃત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જવાબદારી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સૌની સહિયારી ફરજ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સમિટના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જોવા મળેલી સહભાગીતા, સંવાદ અને પ્રતિબદ્ધતાએ એ વિશ્વાસને વધુ ઊંડો બનાવ્યો છે કે વિશ્વ આ દિશામાં સાથે મળીને આગળ વધવા તૈયાર છે. તેમણે દરેકને વિશ્વાસ, સન્માન અને જવાબદારી સાથે પરંપરાગત ચિકિત્સાને આગળ વધારવાનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું અને સમિટની સફળતા બદલ ફરી એકવાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જે.પી. નડ્ડા, શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટનો કાર્યક્રમ વૈશ્વિક, વિજ્ઞાન-આધારિત અને માનવ-કેન્દ્રીય પરંપરાગત ચિકિત્સા એજન્ડાને આકાર આપવામાં ભારતના વધતા નેતૃત્વ અને અગ્રણી પહેલોને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રીએ સંશોધન, માનકીકરણ અને વૈશ્વિક સહયોગ દ્વારા પરંપરાગત ચિકિત્સા અને ભારતીય જ્ઞાન પ્રણાલીને મુખ્ય પ્રવાહમાં લાવવા પર સતત ભાર મૂક્યો છે. આ વિઝનને અનુરૂપ, કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આયુષ ક્ષેત્ર માટેના માસ્ટર ડિજિટલ પોર્ટલ 'માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ પોર્ટલ' (MAISP) સહિત અનેક સીમાચિહ્નરૂપ આયુષ પહેલો લોન્ચ કરી હતી. તેમણે આયુષ માર્કનું પણ અનાવરણ કર્યું હતું, જે આયુષ ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કલ્પના કરવામાં આવી છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યોગની તાલીમ પરનો WHO ટેકનિકલ રિપોર્ટ અને “ફ્રોમ રૂટ્સ ટુ ગ્લોબલ રીચ: 11 યર્સ ઓફ ટ્રાન્સફોર્મેશન ઇન આયુષ” પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે અશ્વગંધા પર સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી, જે ભારતના પરંપરાગત ઔષધીય વારસાના વૈશ્વિક ગુંજારવનું પ્રતીક છે.

 

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નવા WHO-દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં WHO ઇન્ડિયા કન્ટ્રી ઓફિસ પણ કાર્યરત થશે, જે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથેની ભારતની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પ્રધાનમંત્રીએ વર્ષ 2021-2025 માટે યોગના પ્રચાર અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવનારાઓનું સન્માન કર્યું હતું અને યોગ તથા તેના વૈશ્વિક પ્રચાર પ્રત્યેના તેમના સતત સમર્પણની પ્રશંસા કરી હતી. આ પુરસ્કારો યોગને સંતુલન, સુખાકારી અને સંવાદિતા માટેની કાલાતીત પદ્ધતિ તરીકે પુનઃપુષ્ટિ કરે છે, જે સ્વસ્થ અને મજબૂત ન્યૂ ઇન્ડિયામાં યોગદાન આપે છે.

 

પ્રધાનમંત્રીએ 'ટ્રેડિશનલ મેડિસિન ડિસ્કવરી સ્પેસ'ની પણ મુલાકાત લીધી હતી, જે એક પ્રદર્શન છે જે ભારત અને સમગ્ર વિશ્વની પરંપરાગત ચિકિત્સા જ્ઞાન પ્રણાલીઓની વિવિધતા, ઊંડાણ અને સમકાલીન સુસંગતતા પ્રદર્શિત કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ સમિટ 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે “સંતુલન પુનઃસ્થાપિત કરવું: સ્વાસ્થ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને અભ્યાસ” થીમ હેઠળ યોજાઈ રહી છે. સમિટમાં વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, પ્રેક્ટિશનરો, સ્વદેશી જ્ઞાન ધરાવતા લોકો અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ વચ્ચે સમાન, ટકાઉ અને પુરાવા-આધારિત આરોગ્ય પ્રણાલીઓને આગળ વધારવા અંગે સઘન વિચાર-વિમર્શ જોવા મળ્યો હતો.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Safran’s Hyderabad engine MRO starts operations, targets 300 LEAP engines annually

Media Coverage

Safran’s Hyderabad engine MRO starts operations, targets 300 LEAP engines annually
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s speech at the launch of ‘Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan’ via VC
August 02, 2026


नमस्‍कार!

आज हम सभी देशवासी एक महान और महत्वपूर्ण संकल्प के लिए एकजुट हुए हैं। इस संकल्प को लेकर, इसक कार्यक्रम से जुड़े सभी पूज्य संतजन, अलग-अलग राज्यों का प्रतिनिधित्व कर रहे सभी राज्यपाल, सभी मुख्यमंत्री, अन्‍य सभी जनप्रतिनिधिगण, 28 हजार से अधिक स्थानों से जुड़े एक करोड़ से युवा साथी, मैं आज इस शुभ घड़ी पर, शुभ संकल्प के लिए करोड़ों-करोड़ों नौजवानों का विशेष रूप से अभिनंदन करता हूं। आज हम सभी जिस अभियान के साक्षी बन रहे हैं, वह अभियान व्यक्ति के लिए हैं, परिवार के लिए हैं, समाज के लिए भी है और सबसे बड़ी बात है, यह राष्‍ट्र के लिए है।

साथियों,

विकसित भारत संकल्प अभियान के लिए ‘नशा मुक्त युवा’ इस मूवमेंट का नाम ही इसके संकल्प को स्पष्ट करता है, क्योंकि आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है, तो इसके लिए आवश्यक है, देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्‍मविश्‍वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा-हमेशा दूर ही रहे, दूर हो। यही इस अभियान का उद्देश्य है। इसलिए हम सबको यह संकल्प लेना है, हमारे युवा नशे और ड्रग्स के खतरों को समझे, हर तरह से जागरूक रहे और उससे दूर रहें और इस संकल्प में अब ‘राष्‍ट्रीय नशा मुक्त युवा’ अभियान की बड़ी भूमिका है।

साथियों,

काशी का सांसद होने के नाते मुझे खुशी है कि यह अभियान का पायलट प्रोजेक्ट के तौर पर पिछले साल काशी की पवित्र धरती से शुरू हुआ था। इसलिए वैज्ञानिक स्‍पष्‍टता के साथ-साथ इसमें आध्यात्मिक ऊर्जा भी है, संतों के आशीर्वाद भी हैं और महान सांस्कृतिक विरासत भी हैं। इसमें वह सांस्कृतिक समर्पण भी है, जिसने सदियों से नशे को खारिज किया है। यही वजह है, देश के 125 से अधिक आध्यात्मिक संगठन करोड़ों-करोड़ों देशवासियों के हित के लिए आज हमारे साथ जुड़ चुके हैं। सामाजिक संगठनों ने, NGOs ने इस दिशा में संकल्प लिया है। सबने मिलकर ‘काशी डिक्लेरेशन’ के जरिए रोडमैप तैयार किया है और आज हम देख रहे हैं, काशी से उठा वो कल्याणकारी विचार अब यह एक नेशनल प्रोजेक्ट्स बन गया है। आज से देशभर में ‘नशा मुक्त युवा’ अभियान आरंभ हो रहा है।

साथियों,

कुछ काम ऐसे होते हैं, जो व्यक्तिगत रूप से कोई प्रयास करे, तो कभी-कभी निराश हो जाता है, थकान महसूस करता है, लंबी दूरी चलने में मन तैयार नहीं होता है, लेकिन जब सामूहिक अभियान बन जाता है, कंधे से कंधा मिलाकर करोड़ों लोग चल पड़ते हैं, तो ऐसे सभी जो व्यक्तिगत रूप से अपने आप कुछ नहीं कर पाते हैं, उनको भी एक नई ऊर्जा मिल जाती है। सामूहिकता की एक ताकत होती है और आज उस ताकत को लेकर के यह अभियान हर युवा मन को छूने वाला है। थोड़ी देर पहले देश के लाखों युवाओं ने नशा मुक्ति की शपथ ली है। आपने अपने जीवन को नशे से दूर रखने का संकल्प लिया है। आपने अपने स्कूल, अपने कॉलेज और अपने समाज में नशा मुक्ति का संदेश पहुंचाने का संकल्प लिया है।

साथियों,

आज लिया गया यह संकल्प आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा। हर रविवार, कला, संस्‍कृति, स्पोर्ट्स, मेडिटेशन, आध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होंगी। नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा। आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, हंड्रेड मजबूत स्‍टेप्‍स।

साथियों,

आज हजारों स्कूलों, कॉलेजों और यूनिवर्सिटीज़ के लाखों विद्यार्थी इस कार्यक्रम से ऑनलाइन जुड़े हैं। माई भारत के वॉलंटियर्स भी लाखों की तादाद में आज इससे जुड़े हैं। मेरे एनएसएस के नौजवान भी आज हमारे साथ शामिल हैं। देश के अलग-अलग क्षेत्रों से, अलग-अलग संस्‍थानों से, अलग-अलग बैकग्राउंड के एक करोड़ से अधिक युवा आज एक साथ हैं। मेरा आप सभी से आग्रह है, आप सब इस बड़े मोवमेंट के लीडर हैं। आपने मेरे इस विश्वास को और मजबूत किया है कि भारत का युवा कितना जागरूक है, कितना समझदार है और अपने कर्तव्यों के प्रति कितना गंभीर है। मैं आप सभी को इस अभियान के लिए अनेक-अनेक शुभकामनाएं देता हूं।

मेरे युवा साथियों,

आप भारत की अमृत पीढ़ी हैं। आप अगले 20-25 वर्षों में अपने जीवन को भी दिशा देंगे और आप ही 2047 में देश को विकसित भारत की मंजिल तक लेकर जाएंगे और उसको शिखर पर आप ही बैठे होंगे, उसका सारा रसपान करने का अवसर आप ही को मिलने वाला है। देश को आपकी ऊर्जा, आपकी कल्पनाशक्ति और आपके टैलेंट की जरूरत है। इसलिए, देश के लिए और अपने जीवन के लिए, खुद को नशा मुक्त रखना बहुत जरूरी है। नशा फोकस को भटकाता है, और धीरे-धीरे युवा को उसके अपने सपनों से दूर ले जाता है। अभी जिन नौजवानों ने नाट्य मंचन किया, बहुत कम समय में, बहुत अच्छे तरीके से नाट्य मंचन में उन्होंने समस्या भी बताई, समस्या के कारण पैदा हुए संकट भी बताए और बाहर निकलने के सामूहिक प्रयत्न का रास्ता भी दिखाया। नाट्य मंचन छोटा था, लेकिन जैसा उन्होंने कहा, आओ हम नाटक देखें! यह नाटक नहीं था, यह हम लोगों के लिए एक बहुत बड़ा संदेश था। हमें जगा रहा था, हमें जूझने के लिए प्रेरित कर रहा था।

साथियों,

आजकल हम देखते हैं, आज के युवा स्‍टार्टअप्‍स की दुनिया में छाए हैं, AI को लीड कर रहे हैं, Sports में तिरंगा लहरा रहे हैं, स्‍पेस से लेकर Science तक नए कीर्तिमान बना रहे हैं। लेकिन साथियों, जब कोई युवा, अगर ड्रग्स के एडिक्‍शन में फंस जाए, तो केवल एक युवा नहीं हारता, एक सपना हार जाता है, एक सपने की बाल मृत्यु हो जाती है, एक परिवार हार जाता है, पूरा का पूरा परिवार टूट जाता है, समाज से भी नफरत का शिकार बन जाता है। नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है। नशा एक पिता के सपनों को चूर-चूर कर देता है। एक बहन की राखी की उम्मीद को कमजोर कर देता है। एक छोटे भाई का आदर्श छीन लेता है। घर के बुजुर्ग हर दिन इस दर्द को जीते हैं कि उनका अपना बच्चा धीरे-धीरे खुद को खो रहा है, खुद को गला रहा है, तिल-तिल गल रहा है, आंखों के सामने उसे बर्बाद होते देख रहे हैं और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं, राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है और इसलिए दुश्मन देश भी षड्यंत्र करके हमारे देश के युवाओं को इस नशे की लत में खींचने के लिए कोई कोशिश बाकी नहीं रखते हैं। ड्रग्स सप्लाई कर-करके कमाई करना और हमारे जैसे देश को तबाह करना, यह भी उनकी आतंकी साजिश का हिस्सा होता है और इसलिए हमें हर एक युवा को नशे के चंगुल में फंसने से बचाना है।

साथियों,

नशा मुक्त रहकर आपको अपने पोटेंशियल को प्रोटेक्ट करना है! आपको ध्यान रखना है, ड्रग्स कुछ समय के लिए 'High' देता है। लेकिन आपके करियर और फैमिली लाइफ को 'Low' कर देता है। हमें नशे को किसी भी तरह की स्वीकार्यता नहीं देनी है।

साथियों,

हमारे समाज में भी हमेशा नशे को एक बुराई के रूप में देखा है। हमारे संतों ने, गुरुओं ने हमें इससे बचने के लिए चेताया। श्री गुरु ग्रंथ साहिब में भी कहा गया है- "जितु पीतै मति दूरि होइ बरलु पवै विचि आइ। आपणा पराइआ न पछाणई खसमहु धके खाइ॥'' अर्थात, जिस पदार्थ के सेवन से बुद्धि और विवेक साथ छोड़ दें, इंसान अपने और पराए की पहचान भूल जाए, ऐसा नशा उसे पतन की ओर ले जाता है।

साथियों,

हमारी संस्कृति में बचाव के लिए चेतावनी भी दी गईं है और नशे की आदत लगने पर उससे निकलने के रास्ते भी बताए गए हैं। समाज का सहयोग, योग और ध्यान की ताकत, यह नशे के खिलाफ हमारे अंतर्मन को ताकत देते हैं। और आज तो हमारे पास नशा छोड़ने के लिए rehabilitation center जैसी सुविधाएं भी हैं। इसलिए, अगर कोई युवा गलती से नशे में फंस भी गया है, तो इसका ये मतलब बिल्कुल नहीं है कि उसके सारे रास्ते बंद हो गए हैं। हमें हमेशा इस बात का ध्यान रखना है, घर का कोई बच्चा अगर नशे का शिकार बन गया है, तो इसे सामाजिक प्रतिष्ठा की आड़ में छिपाएं नहीं। जिसकी जरूरत हो, उसका सहयोग मांगे, मन खोलकर के उससे बात करें, जो एक्सपर्ट्स हैं, उनका सहयोग लें। मेडिकल हेल्प से अपने बच्चे को नशे से मुक्त कराने का प्रयास करें। हमें परिवार में बच्चों से खुलकर संवाद की संस्कृति भी बनानी चाहिए, ताकि ऐसे भंवर में फंसने से पहले ही आप उसका हाथ थाम सके। आपको भनक आ जाएगी, थोड़ा ध्यान रखिए पता चलेगा, उसमें बदलाव आ रहा है, वो खोया-खोया लग रहा है, वो मुँह छुपा रहा है, कमरे में बंद हो जा रहा है, देर रात आ रहा है, पैसे अनाब-शनाब मांग रहा है, यह सारी चीजों से पता चल जाता है, भनक आ जाती है, कुछ मामला गड़बड़ है।

साथियों,

एक आवाहन मैं कॉलेज और यूनिवर्सिटीज़ के हमारे प्रोफेसर्स साथियों से भी करना चाहता हूँ, आप भी कोर्स की पढ़ाई के साथ-साथ स्टूडेंट्स के साथ ड्रग्स के खतरों पर बात करें। नशे के खिलाफ अपने कैम्पस में एक मूवमेंट चलाएं। आपके प्रयास बड़े-बड़े परिणाम ला सकते हैं। और साथियों, हमें एक और बात ध्यान रखनी है, जो युवा नशे से लड़कर बाहर निकलते हैं, वह कमजोर नहीं होते, जो नशे को परास्‍त करके निकला है न, वह असली योद्धा होता है, समाज को उनका सम्मान करना चाहिए, अपनापन देना चाहिए, उसे दूसरा अवसर देना चाहिए क्योंकि ड्रग्स से जुड़ा किसी का अतीत उसकी पहचान नहीं हो सकता, उसका साहस उसकी पहचान होता है।

साथियों,

ड्रग्स के खिलाफ अभियान में आज सरकार भी मजबूती से युवाओं के साथ खड़ी है। देश में नशे के कारोबारियों और तस्करों पर सख्ती के साथ कार्रवाई हो रही है। पहले की तुलना में कई गुना ज्यादा गिरफ्तारियां हुई हैं। हजारों करोड़ रुपए की ड्रग्स भी जब्त की गई है। यह दिखाता है कि, ड्रग्स के खिलाफ हमारी सरकार कितनी सख्त है। मुझे विश्वास है, केन्‍द्र सरकार, राज्य सरकार, हर कोई इसे मिशन मोड में करेंगे। मुझे विश्वास है, हमारे देश का युवा नशे से मुक्त रहकर अपनी युवा ऊर्जा को न केवल संरक्षित करेगा, बल्कि विकसित भारत के संकल्पों को भी आगे बढ़ाएगा। और जब मैं आज अनेक महान संतों को मेरे सामने देख रहा हूं, दूर से मैं मन से उनको प्रणाम करता हूं। मैं इन सभी सामाजिक संस्‍थाएं, आध्यात्मिक संस्‍थाएं, आध्यात्मिक गुरुजन, आपका देश के कोने-कोने में संगठन है, आपके युवा साथी डिवोटीज हैं। आने वाले 100 दिन में हर एक संगठन, एक सप्ताह अपने जिम्मे ले सकता है, पूरा सप्ताह पूरे देश में वह संगठन नेतृत्व करे, बाकी सब शक्तियां उसके साथ जुड़े और रविवार को बहुत बड़ा कार्यक्रम करें। दूसरे सप्ताह, दूसरा संगठन, दूसरी शक्ति, सप्ताह भर प्रयोग करें, कार्यक्रम करे और रविवार को बड़ा कार्यक्रम करे। अगर 100 सप्ताह हमारे देश के ऐसे आध्यात्मिक, सामाजिक संगठन, युवा संगठन एक-एक सप्ताह अपने जिम्मे ले लें और बाकी सारी शक्तियां वह जुड़े और रविवार सब मिलकर के करें, आप कल्पना कर सकते हैं, देश में कितना बड़ा आंदोलन खड़ा हो जाएगा। मैं एक बार फिर आप सबने समय निकाला, इस पवित्र कार्य में हम सबको आशीर्वाद दिए, इसके लिए संतों का, आचार्यो का, संगठन के महारथियों का हृदय से आभार व्यक्त करता हूं। मैं इन एक करोड़ से ज्यादा जुटे नौजवानों का विशेष रूप से अभिनंदन करता हूं, आपने यह बहुत बड़ा काम किया है। मैं माई भारत के वॉलंटियर्स की बधाई करता हूं, वो जो भी ठान लेते हैं, आजकल करके दिखाते हैं। अभी पिछले दिनों मुझे माई भारत के वॉलंटियर्स को मिलने का मौका मिला, वह हिन्‍दुस्‍तान के सीमावर्ती गांवों में जाकर के एक-एक सप्ताह रूक करके आए हैं। जिसे कभी देश का आखिरी गांव कहा जाता है, जाता था जिसको आज हम देश का पहला गांव कहते हैं, वहां जाकर के आए। उनके अनुभव बड़े प्रेरक थे और आज इतना बड़ा कार्यक्रम माई भारत के वॉलंटियर्स कर पाते हैं, यह अपने आप में उनकी राष्‍ट्र के प्रति जागरूक समर्पित भावना का प्रतीक है, मैं उनकी बधाई देता हूं, उनका भी अभिनंदन करता हूं। और मुझे पूरा विश्वास है कि आप सबके सामूहिक प्रयत्नों से यह हमारी मोवमेंट घर-घर पहुंचेगी, हर युवा के दिन में पहुंचेगी और यह ड्रग्स के कारोबारियों के लिए बहुत बड़ा खौफ भी बन जाएगी। आइए, हम सब मिलकर के आगे चलें, मेरी आप सबको बहुत-बहुत शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!