The presidency of G-20 has come as a big opportunity for us. We have to make full use of this opportunity and focus on global good: PM
The theme we have for G20 is 'One Earth, One Family, One Future'. It shows our commitment to 'Vasudhaiva Kutumbakam': PM Modi
After the space sector was opened for the private sector, dreams of the youth are coming true. They are saying - Sky is not the limit: PM Modi
In the last 8 years, the export of musical instruments from India has increased three and a half times. Talking about Electrical Musical Instruments, their export has increased 60 times: PM
Lifestyle of the Naga community in Nagaland, their art-culture and music attracts everyone. It is an important part of the glorious heritage of our country: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એક વખત તમારા બધાનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમની 95મી કડી છે. આપણે બહુ ઝડપથી મન કી બાતના શતક તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે. દરેક એપિસોડની પહેલા ગામડાં-શહેરોમાંથી આવેલા અઢળક પત્રોને વાંચવા, બાળકોથી લઈ વૃદ્ધોના ઓડિયો મેસેજને સાંભળવા, તે મારા માટે એક આધ્યાત્મિક અનુભવ જેવું હોય છે.

સાથીઓ, આજના કાર્યક્રમની શરૂઆત હું એક અનોખી ભેટની ચર્ચાની સાથે કરવા ઈચ્છું છું. તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લા જિલ્લામાં એક વણકર ભાઈ છે – યેલ્ધી હરિપ્રસાદ ગારૂ. તેમણે મને પોતાના હાથેથી જી-20નો આ લોકોએ વણીને મોકલ્યો છે. આ શાનદાર ભેટ જોઈને હું તો દંગ રહી ગયો. હરિપ્રસાદજીએ પોતાની કળામાં એટલી મહારથ મેળવેલી છે કે તેઓ દરેકનું ધ્યાન આકર્ષિત કરી લે છે. હરિપ્રસાદ જીએ હાથથી વણેલા જી-20ના આ લોગોની સાથે જ મને એક પત્ર પણ મોકલ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે આવતા વર્ષે જી-20 શિખર સંમેલનની યજમાની કરવી ભારત માટે ઘણાં જ ગૌરવની વાત છે. દેશની આ જ ઉપલબ્ધિની ખુશીમાં તેમણે જી-20નો આ લોગો પોતાના હાથે તૈયાર કર્યો છે. વણાટની આ ઘણી જ સારી પ્રતિભા તેમને તેમના પિતા તરફથી વારસામાં મળી છે અને આજે તેઓ સંપૂર્ણ Passion સાથે તેમાં જોડાયા છે.

સાથીઓ, થોડા સમય પહેલાં જ મને જી-20 લોગો અને ભારતની Presidencyની વેબસાઈટને launch કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આ લોગોની પસંદગી એક પબ્લિક કોન્ટેસ્ટ દ્વારા થઈ હતી. જ્યારે મને હરિપ્રસાદ ગારૂ દ્વારા મોકલવામાં આવેલી આ ભેટ મળી તો મારા મનમાંથી એક વિચાર ઉઠ્યો. તેલંગાણાના કોઈ જિલ્લામાં બેઠેલી વ્યક્તિ પણ જી-20 જેવી સમિટ થી પોતાની જાતને કેટલો જોડાવાનો અનુભવ કરી શકે છે, તે જોઈને મને ઘણો જ આનંદ થયો. આજે હરિપ્રસાદ ગારૂ જેવા અનેક લોકોએ મને પત્ર લખીને આ બાબતે લખ્યું છે કે દેશને આટલી મોટી સમિટની યજમાનીનો મોકો મળવાની તેમની છાતી ફૂલી ગઈ છે. હું તમને પૂણેમાં રહેતા સુબ્બારાવ ચિલ્લારા જી અને કોલકાતાના તુષાર જગમોહન ના સંદેશ વિશે પણ ઉલ્લેખ કરીશ. તેમણે જી-20ને લઈને ભારતના pro-active efforts ના ઘણા જ વખાણ કર્યા છે.

સાથીઓ, જી-20ની દુનિયાની વસતીમાં બે તૃતિયાંશ, વર્લ્ડ ટ્રેડમાં ત્રણ ચતુર્થાંશ અને વર્લ્ડ જીડીપીમાં 85 ટકા ભાગીદારી છે. તમે કલ્પના કરી શકો છો – ભારત હવેના ત્રણ દિવસ પછી એટલે કે 1 ડિસેમ્બરથી આટલા મોટા સમૂહની, આટલા સામર્થ્યવાન સમૂહની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ભારત માટે, દરેક ભારતવાસી માટે, આ કેટલો મોટો તહેવાર આવ્યો છે. તે એટલા માટે પણ વિશેષ થઈ જાય છે કારણ કે આ જવાબદારી ભારતને આઝાદીના અમૃતકાળમાં મળી છે.

સાથીઓ, જી-20ની અધ્યક્ષતા આપણા માટે એક મોટી opportunity બની ને આવી છે. આપણે આ મોકાનો સંપૂર્ણ ઉપયોગ કરીને   Global Good વિશ્વ કલ્યાણ પર ફોકસ કરવાનું છે. તે પછી peace હોય કે unity, પર્યાવરણને લઈને સંવેદનશીલતાની વાત હોય કે પછી sustainable developmentની, ભારત પાસે તેનાથી જોડાયેલા પડકારોનું સમાધાન છે. આપણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર ની જે થીમ આપી છે, તેમાં વસુધૈવ કુટુંબક્મ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાય છે. આપણે હંમેશા કહીએ છીએ,

ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ,

સર્વેષાં શાંતિર્ભવતુ,

સર્વેષાં પૂર્ણભવતુ,

સર્વેષાં મડ્ગલંભવતુ

ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ...

એટલે કે દરેકનું કલ્યાણ થાય, બધાને શાંતિ મળે, બધાને પૂર્ણતા મળે અને બધાનું મંગળ થાય. આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ ભાગમાં જી-20 સાથે જોડાયેલા અનેક કાર્યક્રમો આયોજિત કરાશે. આ દરમિયાન દુનિયાના વિવિધ ભાગમાંથી લોકોને તમારા રાજ્યમાં આવવાનો મોકો મળશે. મને ભરોસો છે કે તમે તમારે ત્યાંની સંસ્કૃતિના વિવિધ અને વિશિષ્ટ રંગોને દુનિયાની સામે લાવશો અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે જી-20માં આવનારા લોકો ભલે અત્યારે એક ડેલિગેટના રૂપમાં આવે, પરંતુ ભવિષ્યનાં પ્રવાસીઓ પણ છે. મારો આપ બધાને આગ્રહ છે કે, ખાસ કરીને મારા યુવાન સાથીઓને, હરિપ્રસાદ ગારૂની જેમ જ તમે પણ કોઈના કોઈ રૂપમાં જી-20 સાથે જરૂર જોડાવ. કપડાં પર જી-20નો ભારતીય લોગો, ઘણી cool રીતે, stylish રીતે બનાવી શકાય છે, છાપી પણ શકાય છે. હું સ્કૂલો, કોલેજ, યુનિવર્સિટિઓને પણ આગ્રહ કરીશ કે તેઓ તેમને ત્યાં જી-20 સાથે જોડાયેલી ચર્ચા, પરિચર્ચા અને હરિફાઈ કરવાના કાર્યક્રમો બનાવે. તમે G20.in વેબસાઈટ પર જશો તો તમને તમારી રૂચી અનુસાર ત્યાં ઘણી વસ્તુઓ મળી જશે.

માર પ્રિય દેશવાસીઓ, 18 નવેમ્બરે આખા દેશે સ્પેસ સેક્ટરમાં એક નવો ઈતિહાસ બનતો જોયો. આ દિવસે ભારતે પોતાનું પ્રથમ રોકેટ અંતરિક્ષમાં મોકલ્યું, જેને ભારતના પ્રાઈવેટ સેક્ટરે ડિઝાઈન અને તૈયાર કર્યું હતું. આ રોકેટનું નામ – વિક્રમ એસ. શ્રીહરિકોટાથી સ્વદેશી સ્પેસ સ્ટાર્ટ-અપના આ પહેલા રોકેટે જેવી ઐતિહાસિક ઉડાન ભરી, દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઈ ગયું.

સાથીઓ, વિક્રમ એસ રોકેટ ઘણી બધી ખૂબીઓથી ભરેલું છે. બીજા રોકેટની તુલનામાં તે ખૂબ જ હલ્કું પણ છે અને સસ્તું પણ છે. તેનો ડેવેલપમેન્ટ ખર્ચ અંતરિક્ષ અભિયાન સાથે જોડાયેલા બીજા દેશોના ખર્ચ કરતાં ઘણો જ ઓછો છે. ઓછી કિંમતમાં વિશ્વસ્તરના સ્ટાન્ડર્ડ, સ્પેસ ટેક્નોલોજીમાં તો હવે એ ભારતની અનોખી ઓળખાણ બની ગયું છે. આ રોકેટને બનાવવામાં વધુ એક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. તમે એ જાણીને હેરાન થઈ જશો કે રોકેટના કેટલાક મહત્વના ભાગો, 3ડી-પ્રિન્ટિંગ દ્વારા બનાવવામાં આવ્યા છે. સાચે જ વિક્રમ-એસના લોન્ચ મિશનને પ્રારંભ નામ આપવામાં આવ્યું છે, જે બિલકુલ ફિટ બેસે છે. તે ભારતમાં પ્રાઈવેટ સ્પેસ સેક્ટર માટે એક નવા યુગના ઉદયનું પ્રતિક છે. આ દેશમાં આત્મવિશ્વાસથી ભરેલા એક નવા યુગનો આરંભ છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક હાથેથી કાગળના પ્લેન બનાવીને ઉડાડતા હતા, તેમને હવે ભારતમાં જ પ્લેન બનાવવાનો મોકો મળી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે જે બાળકો ક્યારેક ચંદ્ર-તારાઓને જોઈને આકાશમાં આકૃતિઓ બનાવ્યા કરતાં હતા, તેમને હવે ભારતમાં જ રોકેટ બનાવવાનો મોકો મળી રહ્યો છે. સ્પેસને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવામાં આવ્યા બાદ, યુવાનોના આ સપનાં પણ સાકાર થઈ રહ્યા છે. રોકેટ બનાવી રહેલા આ યુવાનો માનો કે કહી રહ્યા છે – સ્કાય ઈઝ નોટ ધ લિમિટ.

સાથિઓ, ભારત સ્પેસના સેક્ટરમાં પોતાની સફળતા, તેના પડોશી દેશો સાથે પણ વહેંચે છે. કાલે જ ભારતે એક સેટેલાઈટ લોન્ચ કર્યો, જેને ભારત અને ભૂતાને ભેગા મળીને ડેવેલપ કર્યો છે. આ સેટેલાઈટ ઘણાં જ સારા રિઝોલ્યૂશનની છબીઓ મોકલશે જેનાથી ભૂતાનને તેમના પ્રાકૃતિક સ્ત્રોતોની વ્યવસ્થામાં મદદ મળશે. આ સેટેલાઈટનું લોન્ચિંગ, ભારત-ભૂતાનના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે.

સાથિઓ, તમે જોયું હશે કે ગત કેટલીક મન કી બાતમાં આપણે સ્પેસ, ટેક, ઈનોવેશન પર ઘણી વાત કરી છે. તેના ખાસ બે કારણો છે, એક તો એ કે આપણા યુવાનો, આ ક્ષેત્રમાં ઘણું જ શાનદાર કામ કરી રહ્યા છે. They are thinking big and achieving big. હવે તેઓ નાની નાની સફળતાઓથી સંતુષ્ટ થવાના નથી. બીજું એ કે ઈનોવેશન અને વેલ્યૂ ક્રિએશનના આ રોમાંચક પ્રવાસમાં તેઓ તેમના બાકી યુવાન સાથીઓ અને સ્ટાર્ટ-અપ્સને પણ encourage  કરી રહ્યા છે.

સાથીઓ, જ્યારે આપણે ટેક્નોલોજી સાથે જોડાયેલા ઈનોવેશન્સની વાત કરી રહ્યા છીએ, તો ડ્રોનને કેવી રીતે ભૂલી શકીએ છીએ? ડ્રોનના ક્ષેત્રમાં પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ આપણે જોયું કે હિમાચલ પ્રદેશના કિન્નોરમાં કેવી રીતે ડ્રોનની મદદથી સફરજન ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા. કિન્નોર, હિમાચલનો ઘણો દૂર આવેલો જિલ્લો છે અને ત્યાં આ મોસમમાં ઘણો જ બરફ રહેતો હોય છે. આટલા બરફમાં કિન્નૌરનો ઘણાં દિવસો સુધી રાજ્યના અન્ય ભાગો સાથેનો સંપર્ક ઘણો જ મુશ્કેલ બની જાય છે. તેવામાં ત્યાંથી સફરજનનું ટ્રાન્સપોર્ટેશન પણ તેટલું જ મુશ્કેલ થઈ જાય છે. હવે ડ્રોન ટેક્નોલોજી થી હિમાચલના સ્વાદિષ્ટ કિન્નૌરી સફરજન લોકો સુધી વધુ ઝડપથી પહોંચવા લાગશે. તેનાથી આપણા ખેડૂત ભાઈ-બહેનોનો ખર્ચો ઓછો થશે, સફરજન સમયસર બજારમાં પહોંચી શકશે, સફરજનની બરબાદી ઓછી થશે.

સાથીઓ, આજે આપણા દેશવાસી પોતાના ઈનોવેશનથી તે વસ્તુઓને પણ શક્ય બનાવી રહ્યા છે, જેની પહેલાં કલ્પના પણ કરી શકાતી નહોતી. તેને જોઈને કોને ખુશી નહીં થાય? હાલના જ વર્ષોમાં આપણા દેશે સફળતાઓનો એક લાંબો પ્રવાસ ખેડ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે ભારતીયો અને ખાસ કરીને આપણી યુવાન પેઢી હવે રોકાય એવી નથી.

પ્રિય દેશવાસીઓ, હું તમારા લોકો માટે એક નાની ક્લિપ પ્લે કરવા જઈ રહ્યો છું...

સોન્ગ...

આપ બધાએ આ ગીતને ક્યારેક ને ક્યારેક તો ચોક્કસ સાંભળ્યું હશે. આખરે તે બાપૂનું પસંદગીનું ગીત છે, પરંતુ જો હું એ કહું કે તેને સૂરોમાં ઢાળનારા ગાયક ગ્રીસના છે, તો તમે ચોક્કસ હેરાન થઈ જશો. અને આ વાત આપને ગર્વથી પણ ભરી દેશે. આ ગીતના ગાયક ગ્રીસના – Konstantinos Kalaitzis. તેમણે તેને ગાંધીની 150મી જન્મજયંતિના સમારોહ દરમિયાન ગાયું હતું. પરંતુ આજે હું તેની ચર્ચા કંઈક અલગ કારણથી કરી રહયો છું. તેમના મનમાં ઈન્ડિયા અને ઈન્ડિયન મ્યૂઝિકને લઈને ગજબનું passion છે. ભારત સાથે તેમની એટલી લાગણી છે, ગત 42 વર્ષોમાં તેઓ લગભગ દર વર્ષે ભારત આવ્યા છે. તેમણે ભારતીય સંગીતના origin, અલગ-અલગ Indian Musical systems, વિવિધ પ્રકારના રાગ, તાલ અને રાસ સાથે જ વિવિધ ઘરાનાઓ વિશે પણ સ્ટડી કર્યો છે. તેમણે ભારતીય સંગીતની કેટલીયે મહાન વિભૂતિઓના યોગદાનનું અધ્યયન કર્યું છે, ભારતના ક્લાસિકલ ડાન્સના અલગ-અલગ પાસાઓને પણ તેમણે નજીકથી સમજ્યા છે. ભારત સાથે જોડાયેલા તેમના આ તમામ અનુભવોને તેમણે હવે પુસ્તકો ઘણી જ સારી રીતે પરોસ્યા છે. ઈન્ડિયન મ્યૂઝિક નામની તેમની બુકમાં લગભગ 760 છબીઓ છે. તેમાંથી મોટાભાગની છબીઓ તેમણે પોતે ખેંચી છે. બીજા દેશોમાં ભારતીય સંસ્કૃતિ ને લઈને આવો ઉત્સાહ અને આકર્ષણ ખરેખર આનંદથી ભરી દેનારો છે.

સાથીઓ, થોડા અઠવાડિયાં પહેલા એક ખબર આવી હતી જે આપણને ગર્વથી ભરી દેનારી છે. તમને જાણીને સારું લાગશે કે વિતેલા 8 વર્ષોમાં ભારતમાંથી મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની નિકાસ સાડા ત્રણ ગણી વધી ગઈ છે. ઈલેક્ટ્રિકલ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની વાત કરીએ તો તેની નિકાસ 60 ગણી વધી ગઈ છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતીય સંસ્કૃતિ અને સંગીતનો craze દુનિયાભરમાં વધી રહ્યો છે. ઈન્ડિયન મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સના સૌથી મોટા ખરીદદાર યુએસએ, જર્મની, ફ્રાન્સ, જાપાન અને યુકે જેવા વિકસિત દેશો છે. આપણાં બધા માટે સૌભાગ્યની વાત એ છે કે આપણા દેશમાં મ્યુઝિક, ડાન્સ અને આર્ટનો આટલો સમૃદ્ધ વારસો છે.

સાથીઓ, મહાન મનીષી કવિ ભતૃહરિને આપણે બધા તેમના દ્વારા રચિત ‘નીતિ શતક’ માટે જાણીએ છીએ. એક શ્લોકમાં તેઓ કહે છે કે કલા, સંગીત અને સાહિત્ય થી આપણી લાગણી જ માનવતાની અસલી ઓળખ છે. વાસ્તવમાં આપણી સંસ્કૃતિ તેને Humanity થી પણ ઉપર divinity સુધી લઈ જાય છે. વેદોમાં સામવેદ ને તો આપણા વિવિધ સંગીતનો સ્ત્રોત કહેવામાં આવ્યો છે. માં સરસ્વતીની વીણા હોય, ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી હોય, કે પછી ભોલેનાથનું ડમરૂં, આપણા દેવી-દેવતાઓ પણ સંગીતથી અલગ નથી. આપણે ભારતીયો દરેક વસ્તુમાં સંગીત શોધી જ લઈએ છીએ. ચાહે તે નદીનું ખળખળ પાણી હોય, વરસાદના ટીપાં હોય, પક્ષીઓનો કલરવ હોય કે પછી હવાનો ગૂંજતો સ્વર, આપણી સભ્યતામાં સંગીત દરેક જગ્યાએ સમાયેલું છે. આ સંગીત ન માત્ર શરીરને શાંતિ આપે છે, પરંતુ મન ને પણ આનંદિત કરે છે. સંગીત આપણા સમાજને પણ જોડે છે. જો ભાંગડા અને લાવણીમાં જોશ અને આનંદનો ભાવ હોય છે, તો રવિન્દ્ર સંગીત, આપણી આત્માને આનંદિત કરી નાખે છે. દેશભરના આદિવાસીઓની અલગ-અલગ રીતની સંગીતની પરંપરાઓ છે. તે આપણને એકબીજા સાથે હળીમળીને અને પ્રકૃતિ સાથે રહેવાની પ્રેરણા આપે છે.

સાથીઓ, સંગીતની આપણી શૈલીઓએ ન માત્ર આપણી સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે પરંતુ દુનિયાભરના સંગીત પર પોતાની અમિટ છાપ પણ છોડી છે. ભારતીય સંગીતની ખ્યાતિ વિશ્વના ખૂણેખૂણામાં ફેલાઈ ચૂકી છે. હું આપને વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું.

સોન્ગ...

તમે વિચારી રહ્યા હશો કે ઘરની નજીક કોઈ મંદિરમાં ભજન-કિર્તન ચાલી રહ્યું છે. પરંતુ આ અવાજ પણ ભારતથી હજારો માઈલ દૂર વસેલા દક્ષિણ અમેરિકાના દેશ Guyana થી તમારા સુધી પહોંચ્યો છે. 19મી અને 20મી સદીમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાંથી લોકો Guyana ગયા હતા. તેઓ અહિંયાથી ભારતની કેટલીયે પરંપરાઓ તેમની સાથે લઈ ગયા હતા. ઉદાહરણ તરીકે જેવી રીતે આપણે ભારતમાં હોળી મનાવીએ છીએ, Guyana માં પણ હોળીનો ઉમંગ ધામધૂમથી ઉજવાય છે. જ્યાં હોળીના રંગ હોય છે, ત્યાં ફગવા, એટલે કે ફગુઆનું સંગીત પણ હોય છે. Guyana ના ફગવામાં ત્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા લગ્નના ગીતો ગાવાની એક ખાસ પરંપરા છે. આ ગીતોને ચૌતલ કહેવાય છે. તેને એ જ પ્રકારની ધૂન અને હાઈ પીચ પર ગાવામાં આવે છે, જેવું આપણે ત્યાં હોય છે. તેટલું જ નહીં, Guyanaમાં ચૌતલ હરિફાઈ પણ થાય છે. આવી રીતે ઘણાં જ ભારતીયો, ખાસ કરીને પૂર્વિય ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો ફિજી પણ ગયા હતા. તેઓ પરંપરાગત ભજન-કિર્તન ગાતા હતા, જેમાં મુખ્યરૂપથી રામચરિતમાનસના દોહા હોય છે. તેમણે ફિજીમાં પણ ભજન-કિર્તન સાથે જોડાયેલી કેટલીયે મંડળીઓ બનાવી દીધી છે. ફિજીમાં રામાયણ મંડળીના નામથી આજે પણ બે હજારથી વધારે ભજન-કિર્તન મંડળીઓ છે. તેમને આજે દરેક ગામ-મહોલ્લામાં જોવામાં આવે છે. મેં તો અહીં માત્ર કેટલાક ઉદાહરણ આપ્યા છે. જો તમે આખી દુનિયામાં જોશો તો આ ભારતીય સંગીતને ચાહનારાઓની આ યાદી તો ખૂબ લાંબી છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા, હંમેશા એ વાત પર ગર્વ કરીએ છીએ કે આપણો દેશ દુનિયાની સૌથી પ્રાચિન પરંપરાઓનું ઘર છે. તેથી જ તે આપણી જવાબદારી પણ છે કે આપણે આપણી પરંપરાઓ અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ કરીએ, તેનું સંવર્ધન પણ કરીએ અને બની શકે તેટલું આગળ પણ વધારીએ. આવો જ એક સારો પ્રયત્ન આપણા પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના કેટલાક સાથીઓ કરી રહ્યા છે. મને આ પ્રયત્ન ઘણો સારો લાગ્યો, તો મેં વિચાર્યું કે મન કી બાતના શ્રોતાઓ સાથે પણ વહેચું.

સાથીઓ, નાગાલેન્ડમાં નાગા સમાજની જીવનશૈલી, તેમની કલા-સંસ્કૃતિ અને સંગીત, જે દરેક લોકોને આકર્ષિત કરે છે. તે આપણા દેશનો ગૌરવશાળી વારસાનો મહત્વનો ભાગ છે. નાગાલેન્ડના લોકોનું જીવન અને તેમની skills sustainable life style માટે પણ ઘણું જ મહત્વપૂર્ણ છે. આ પરંપરાઓ અને સ્કિલ્સને બચાવીને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે ત્યાંના લોકોએ એક સંસ્થા બનાવી છે, જેનું નામ છે – લિડી-ક્રો-યૂ. નાગા સંસ્કૃતિના જે સુંદર વારસાઓ ધીરેધીરે ખોવાઈ રહ્યા હતા, લિડિ-ક્રો-યૂ સંસ્થાએ તેમને પુનઃજીવિત કરવાનું કામ કર્યું છે. ઉદાહરણની દ્રષ્ટિએ નાગા લોક-સંગીત પોતાનામાં જ એક સમૃદ્ધ વિધા છે. આ સંસ્થાએ નાગા સંગીતના આલ્બમ લોન્ચ કરવાનું કામ શરૂ કર્યું છે. અત્યારસુધી આવા ત્રણ આલ્બમ લોન્ચ કરવામાં આવી ચૂક્યા છે. આ લોકો લોક-સંગીત, લોક-નૃત્ય સાથે જોડાયેલા વર્કશોપ પણ આયોજિત કરે છે. યુવાનોને આ બધી વસ્તુઓ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, નાગાલેન્ડની પરંપરાગત શૈલીમાં કપડાં બનાવવા, સિલાઈ-વણાટ જેવા જે કામ, તેની પણ ટ્રેનિંગ યુવાનોને આપવામાં આવે છે. પૂર્વોત્તરમાં બામ્બૂ થી પણ કેટલીયે જાતની વસ્તુઓ બનાવવામાં આવે છે. નવી પેઢીના યુવાનોને બામ્બૂ પ્રોડક્ટ બનાવવાનું પણ શિખવાડવામાં આવે છે. તેનાથી આ યુવાનોનું તેમની સંસ્કૃતિ સાથે જોડાણ તો થાય જ છે સાથે જ તેમને માટે રોજગારના નવા નવા અવસર પણ ખૂલે છે. નાગા લોક-સંસ્કૃતિ વિશે વધુને વધુ લોકો જાણે, તેના માટે પણ લિડિ-ક્રો-યૂ ના લોકો પ્રયત્ન કરે છે.

સાથીઓ, આપના ક્ષેત્રમાં પણ આવી સાંસ્કૃતિક શૈલીઓ અને પરંપરાઓ હશે. તમે પણ તમારા ક્ષેત્રમાં આવી રીતના પ્રયત્નો કરી શકો છો. જો તમારી જાણકારીમાં ક્યાંક આવો કોઈ અનોખો પ્રયત્ન થઈ રહ્યો હોય તો આપ તેની જાણકારી મારી સાથે ચોક્કસ વહેંચી શકો છો.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાયું છે કે...

વિદ્યાધનં સર્વધનપ્રધાનમ્

એટલે કે કોઈ જો વિદ્યાનું દાન કરે છે તો તે સમાજ હિતમાં સૌથી મોટું કામ કરી રહ્યા છે. શિક્ષાના ક્ષેત્રમાં પ્રગટાવવામાં આવેલો એક નાનો દિવો પણ આખા સમાજને ઝળહળતો કરી શકે છે. મને એ જોઈને ઘણી જ ખુશી થાય છે કે આજે દેશભરમાં આવા કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. યુપીની રાજધાની લખનૌથી ૭૦-૮૦ કિલોમીટર દૂર હરદોઈનું એક ગામ છે બાંસા. મને આ ગામના જતિન લલિત સિંહ જી વિશે જાણકારી મળી છે, જે શિક્ષાની જ્યોત જગાવવામાં લાગેલા છે. જતિન જી એ બે વર્ષ પહેલાં અહીં community Library and Resource Centre શરૂ કર્યું હતું. તેમના આ સેન્ટરમાં હિન્દી અને અંગ્રેજી સાહિત્ય, કોમ્પ્યુટર, કાયદો અને કેટલીયે સરકારી પરીક્ષાઓની તૈયારીઓ સાથે જોડાયેલા 3000 થી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. આ લાયબ્રેરીમાં બાળકોની પસંદનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ કોમિક્સના પુસ્તક હોય કે પછી એજ્યુકેશનલ ટોય્ઝ બાળકોને ઘણાં જ પસંદ આવી રહ્યા છે. નાના બાળકો રમત-રમતમાં અહીં નવી નવી વસ્તુઓ શીખવા આવે છે. શિક્ષણ ઓફલાઈન હોય કે ઓનલાઈન, લગભગ 40 volunteers આ સેન્ટર પર વિદ્યાર્થીઓને ગાઈડ કરવામાં લાગેલા હોય છે. દરરોજ ગામનાં લગભગ 80 વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીમાં ભણવા આવે છે.

સાથીઓ, ઝારખંડના સંજય કશ્યપ જી પણ ગરીબ બાળકોના સપનાંઓને નવી ઉડાન આપી રહ્યા છે. પોતાના વિદ્યાર્થી જીવનમાં સંજય જીએ સારા પુસ્તકોની અછતનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં તેમણે નક્કી કરી લીધું કે પુસ્તકોની અછતને કારણે પોતાના ક્ષેત્રના બાળકોનું ભવિષ્ય અંધકારમય નહીં થવા દે. પોતાના આ જ મિશનને કારણે આજે તેઓ ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી મેન બની ગયા છે. સંજય જી એ જ્યારે પોતાની નોકરીની શરૂઆત કરી હતી, તેમણે પ્રથમ પુસ્તકાલય પોતાના પૈતૃક સ્થાન પર બનાવ્યું હતું. નોકરી દરમિયાન તેમની જ્યાં પણ બદલી થતી હતી, ત્યાંના ગરીબ અને આદિવાસી બાળકોની શિક્ષણ માટે લાયબ્રેરી ખોલવાના મિશનમાં લાગી જતા હતા. આવું કરતાં કરતાં તેમણે ઝારખંડના કેટલાય જિલ્લામાં બાળકો માટે લાયબ્રેરી ખોલી દીધી છે. લાયબ્રેરી ખોલવાનું તેમનું આ મિશન આજે એક સામાજિક આંદોલનનું રૂપ લઈ રહ્યું છે. સંજય જી હોય કે જતીન જી, આવા અનેક પ્રયત્નો માટે હું તેમના વિશેષ વખાણ કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, મેડિકલ સાયન્સની દુનિયાએ રિસર્ચ અને ઈનોવેશન્સ  સાથે જ અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોના આધારે ઘણી જ પ્રગતિ કરી છે, પરંતુ કેટલીક બિમારીઓ, આજે પણ આપણા માટે ઘણો મોટો પડકાર બની ગઈ છે. આવી જ એક બિમારી છે – Muscular Dystrophy. આ મુખ્યત્વે એવી વારસાગત બિમારી છે જે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે જેમાં શરીરની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. દર્દી માટે રોજબરોજના પોતાના નાનાં-નાનાં કામકાજ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. આવા દર્દીઓના ઉપચાર અને દેખભાળ માટે મોટી સેવા-ભાવનાની જરૂરિયાત હોય છે. આપણે ત્યાં હિમાચલ પ્રદેશમાં સોલનમાં એક એવું સેન્ટર છે જે Muscular Dystrophy ના દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ બન્યું છે. આ સેન્ટરનું નામ છે – માનવ મંદિર. તેને Indian Association of Muscular Dystrophy દ્વારા ચલાવવામાં આવે છે. માનવ મંદિર પોતાના નામને અનુરૂપ જ માનવ સેવાનું અદભુત ઉદાહરણ છે. અહીં દર્દીઓ માટે ઓપીડી અને એડમિશનની સેવા ત્રણ-ચાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી. માનવ મંદિરમાં લગભગ 50 દર્દીઓ માટે બેડ્સની સુવિધા પણ છે. ફિઝીયોથેરાપી, ઈલેક્ટ્રોથેરાપી અને હાઈડ્રોથેરાપીની સાથે સાથે યોગ-પ્રાણાયમની મદદથી પણ અહીં રોગનો ઉપચાર કરવામાં આવે છે.

સાથીઓ, દરેક પ્રકારની હાઈ-ટેક સુવિધાઓની મદદથી આ કેન્દ્રમાં દર્દીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો પણ પ્રયત્ન કરાય છે. Muscular Dystrophy સાથે જોડાયેલા આ પડકાર, તેના વિશે જાગૃતિનો અભાવ પણ છે. તેથી જ આ કેન્દ્ર હિમાચલ પ્રદેશ જ નહીં, દેશભરમાં દર્દીઓ માટે જાગૃકતા શિબિરનું પણ આયોજન કરે છે. સૌથી વધારે હિંમત આપનારી વાત તો એ છે કે આ સંસ્થાનું વ્યવસ્થાપન મુખ્યત્વે આ બિમારીથી પીડિત લોકો જ કરી રહ્યા છે, જેમ કે સામાજિક કાર્યકર્તા ઉર્મિલા બાલ્દી જી, Indian Association of Muscular Dystrophy ના અધ્યક્ષ બહેન સંજના ગોયલજી અને આ એસોસિએશન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રીમાન વિપુલ ગોયલ જી, આ સંસ્થા માટે ઘણી જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. માનવ મંદિરને હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની રીતે વિકસિત કરવાની કોશિશો પણ ચાલુ જ છે. તેનાથી અહીં દર્દીઓને વધુ સારો ઈલાજ મળી શકશે. હું આ દિશામાં પ્રયત્નશીલ બધા લોકોના હ્રદયપૂર્વક વખાણ કરું છું, સાથે જ Muscular Dystrophy નો સામનો કરી રહેલા બધા લોકો સાજા થઈ જાય તેવી આશા કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાત માં આપણે દેશવાસીઓના જે રચનાત્મક અને સામાજિક કાર્યોની ચર્ચા કરી, તે દેશની ઉર્જા અને ઉત્સાહના ઉદાહરણ છે. આજે દરેક દેશવાસી કોઈને કોઈ ક્ષેત્રમાં, દરેક સ્તર પર, દેશ માટે કંઈક અલગથી કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજની ચર્ચામાં જ આપણે જોયું કે જી-20 જેવા આંતરરાષ્ટ્રિય આયોજનમાં આપણા એક વણકર સાથીએ પોતાની જવાબદારી સમજી, તેને નિભાવવા માટે આગળ આવ્યા. આવી જ રીતે કોઈ પર્યાવરણ માટે પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ પાણી માટે કામ કરી રહ્યા છે, કેટલાય લોકો શિક્ષણ, ચિકિત્સા અને સાયન્સ ટેક્નોલોજી થઈ લઈને સાંસ્કૃતિક પરંપરાઓ સુધી અસાધારણ કામ કરી રહ્યા છે. તેવું એટલા માટે કારણ કે આજે આપણો દરેક નાગરિક પોતાના કર્તવ્યને સમજી રહ્યો છે. જ્યારે આવી કર્તવ્ય ભાવના કોઈ રાષ્ટ્રના નાગરિકોમાં આવી જાય છે, તો તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પોતાનામાં જ નક્કી થઈ જાય છે અને દેશના જ સ્વર્ણિમ ભવિષ્યમાં આપણા બધાનું સ્વર્ણિમ ભવિષ્ય છે.

હું ફરી એકવાર દેશવાસીઓને તેમના પ્રયત્નો માટે નમન કરું છું. આવતા મહિને આપણે ફરી મળીશું અને આવા જ કેટલાય ઉત્સાહવર્ધક વિષયો પર ચોક્કસ વાત કરીશું. આપના સૂચનો અને વિચારો ચોક્કસ મોકલતા રહેજો. તમને બધાને ખૂબ-ખૂબ ધન્યવાદ...

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
From Donning Turban, Serving Langar to Kartarpur Corridor: How Modi Led by Example in Respecting Sikh Culture

Media Coverage

From Donning Turban, Serving Langar to Kartarpur Corridor: How Modi Led by Example in Respecting Sikh Culture
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister joins Ganesh Puja at residence of Chief Justice of India
September 11, 2024

The Prime Minister, Shri Narendra Modi participated in the auspicious Ganesh Puja at the residence of Chief Justice of India, Justice DY Chandrachud.

The Prime Minister prayed to Lord Ganesh to bless us all with happiness, prosperity and wonderful health.

The Prime Minister posted on X;

“Joined Ganesh Puja at the residence of CJI, Justice DY Chandrachud Ji.

May Bhagwan Shri Ganesh bless us all with happiness, prosperity and wonderful health.”

“सरन्यायाधीश, न्यायमूर्ती डी वाय चंद्रचूड जी यांच्या निवासस्थानी गणेश पूजेत सामील झालो.

भगवान श्री गणेश आपणा सर्वांना सुख, समृद्धी आणि उत्तम आरोग्य देवो.”