“આ હવાઇમથક સમગ્ર પ્રદેશને રાષ્ટ્રીય ગતિશક્તિ માસ્ટર પ્લાનનું શક્તિશાળી પ્રતીક બનાવશે”
“આ હવાઇમથક પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં હજારો લોકોને નવી રોજગારી પણ પૂરી પાડશે”
“ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી આજે ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ કનેક્ટિવિટી ધરાવતા પ્રદેશમાં પરિવર્તિત થઇ રહ્યું છે”
“ખુર્જા કારીગરો, મેરઠના રમતગમત ઉદ્યોગ, સહારનપુરના ફર્નિચર, મોરાદાબાદના પિત્તળ ઉદ્યોગ, આગ્રાના પગરખાં અને પેઠા ઉદ્યોગને આગામી માળખાકીય સુવિધાઓથી ખૂબ જ મોટાપાયે સહકાર મળશે”
“જે ઉત્તરપ્રદેશને અગાઉ વિવિધ સરકારો દ્વારા ખોટા સપનાં બતાવવામાં આવ્યા હતા તે હવે ફક્ત રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની ઓળખ અંકિત કરી રહ્યું છે”
“અમારા માટે માળખાકીય સુવિધા એ રાજનીતિનો હિસ્સો નથી પરંતુ રાષ્ટ્રનીતિનો હિસ્સો છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રી એ જણાવ્યું હતું કે, 21મી સદીનું નવું ભારત આજે સૌથી શ્રેષ્ઠ આધુનિક માળખાકીય સુવિધાઓમાં ગણના પામતી સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “સારા માર્ગો, સારું રેલવે નેટવર્ક, સારા હવાઇમથકો માત્ર માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ નથી પરંતુ તેનાથી સમગ્ર પ્રદેશનું રૂપાંતરણ થાય છે અને તેનાથી લોકોના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવે છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક ઉત્તરીય ભારતનો લોજિસ્ટિક્સ ગેટવે બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, આ હવાઇમથક સમગ્ર પ્રદેશને રાષ્ટ્રીય ગતિશક્તિ માસ્ટર પ્લાનનું શક્તિશાળી પ્રતીક બનાવશે.

માળખાકીય સુવિધાઓના વિકાસના આર્થિક પરિબળો અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવાઇમથકના નિર્માણ કાર્ય દરમિયાન રોજગારની તકોનું સર્જન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ હવાઇમથકને પણ સરળતા અને સુગમતાથી કામ કરવા માટે હજારો લોકોની જરૂર પડવાની છે. આથી, આ હવાઇમથક પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડશે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સ્વતંત્રતાના 7 દાયકા પછી પહેલી વખત ઉત્તરપ્રદેશે હંમેશા તે જેના માટે લાયકાત ધરાવે છે તે મેળવવાની શરૂઆત કરી છે. ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી, આજે ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધારે કનેક્ટિવિટી ધરાવતા પ્રદેશમાં પરિવર્તિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે અને હવાઇમથકોની જાળવણી, રિપેરિંગ તેમજ પરિચાલનના કેન્દ્ર તરીકે વર્તશે. તેમણે માહિતી આપી હતી કે, જાળવણી, રિપેરિંગ અને સમારકામ MRO સુવિધા 40 એકરના વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહી છે જેનાથી સેંકડો યુવા લોકોને રોજગારી મળી રહી છે. આજે ભારત આ સેવાઓ વિદેશમાંથી મેળવવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે.

આગામી સમયમાં તૈયાર થઇ રહેલા એકીકૃત મલ્ટિ-મોડલ કાર્ગો હબ વિશે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ચારેબાજુથી ભૂમિ પ્રદેશોથી ઘેરાયેલી ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં હવાઇમથક ખૂબ જ ઉપયોગી રહેશે. આ હબ અલીગઢ, મથુરા, મેરઠ, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ અને બરેલી જેવા ઔદ્યોગિક કેન્દ્રોને સેવા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, ખુર્જા કારીગરો, મેરઠના રમતગમત ઉદ્યોગ, સહારનપુરના ફર્નિચર, મોરાદાબાદના પિત્તળ ઉદ્યોગ, આગ્રાના પગરખાં અને પેઠા ઉદ્યોગને આગામી સમયમાં નિર્માણ પામી રહેલી માળખાકીય સુવિધાઓથી ખૂબ જ મોટાપાયે સમર્થન મળી રહેશે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ જે ઉત્તરપ્રદેશને વંચિત અને અંધકારમાં રાખ્યું હતું, જે ઉત્તરપ્રદેશને અગાઉની સરકારોએ ખોટા સપનાં બતાવ્યા હતા તે જ ઉત્તરપ્રદેશ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફલક પર પણ પોતાની ઓળખ અંકિત રહ્યું છે. પ્રધાનમંત્રીએ જેવર હવાઇમથકનું ઉદાહરણ ટાંકીને કેવી રીતે ઉત્તરપ્રદેશ અને કેન્દ્રમાં અગાઉની સરકારોએ પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસની અવગણના કરી હતી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બે દાયકા પહેલાં ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઇ ત્યારે ઉત્તરપ્રદેશમાં આ પરિયોજનાની કલ્પના કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ હવાઇમથક કેટલાય વર્ષો સુધી દિલ્હી અને લખનઉમાં આવેલી અગાઉની સરકારોના કારણે ખોરંભે મૂકાઇ ગયો હતો. ઉત્તરપ્રદેશમાં અગાઉ સત્તારૂઢ હતી તે સરકારે તત્કાલીન કેન્દ્ર સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે, આ હવાઇમથકની પરિયોજનાને અટકાવી દેવામાં આવે. હવે ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી, આજે આપણે એ જ હવાઇમથકના ભૂમિપૂજનના સાક્ષી બની રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારા માટે માળખાકીય સુવિધાઓ રાજનીતિનો હિસ્સો નથી પરંતુ રાષ્ટ્રનીતિનો હિસ્સો છે. અમે કોઇપણ પરિયોજના અટવાય નહીં, વિલંબમાં પડીને લટકે નહીં અથવા આડા માર્ગે ફંટાય નહીં તેની ખાતરી કરીએ છીએ. અમે નિર્ધારિત સમયમાં જ માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું કામ પૂરું થાય તેવો પ્રયાસો કરીએ છીએ.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દેશમાં કેટલાક રાજકીય પક્ષોએ હંમેશા તેમના અંગત હિતોને સર્વોપરી રાખ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવા લોકોના વિચારોમાં માત્ર અંગત સ્વાર્થ હોય છે, તેમને માત્ર પોતાનો અને પોતાના પરિવારનો વિકાસ થાય તેમાં જ રસ છે. જ્યારે અમે સૌથી પહેલાં રાષ્ટ્ર ભાવનાને આગળ રાખીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ – સૌનો પ્રયાસ એ અમારો મંત્ર છે.”

 

 

 

 

 

 

પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ ગણાવી હતી. તેમણે 100 કરોડ રસીના ડોઝ આપવાનું આધારચિહ્ન પ્રાપ્ત કરવાની સફળતા, 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્ય સુધી પહોંચવાના મક્કમ નિર્ધાર, ખુશીનગર હવાઇમથક, ઉત્તરપ્રદેશમાં નવ મેડિકલ કોલેજો, મહોબામાં નવો ડેમ અને સિંચાઇની પરિયોજનાઓ, ઝાંસીમાં સંરક્ષણ કોરિડોર અને સંલગ્ન પરિયોજનાઓ, પૂર્વાંચલ એક્સપ્રેસવે, જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી, ભોપાલમાં આધુનિક રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના પંઢરપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને આજે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક સહિતના કાર્યો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, “અમુક રાજકીય પક્ષોમાં સ્વાર્થની રાજનીતિ અમારા રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર સેવા સામે ટકી શક્યા નથી.”

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pitches India as stable investment destination amid global turbulence

Media Coverage

PM Modi pitches India as stable investment destination amid global turbulence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જાન્યુઆરી 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi