પુરસ્કાર મેળવનારાઓએ તેમના શિક્ષણનો અનુભવ અને શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા તેમના દ્વારા અપનાવવામાં આવેલી નવીન તકનીકો પીએમ સાથે શેર કરી
આજના યુવાનોને વિકસિત ભારત માટે તૈયાર કરવાની જવાબદારી શિક્ષકોના હાથમાં છે: પીએમ
પીએમએ NEPની અસર વિશે ચર્ચા કરી અને પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવવાના મહત્વ વિશે વાત કરી
પીએમએ શિક્ષકોને વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓમાં સ્થાનિક લોકકથાઓ શીખવવાનું સૂચન કર્યુ જેથી તેઓને વિવિધ ભાષાઓનો પરિચય કરાવવામાં મદદ મળે
પીએમએ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ એકબીજા સાથે શેર કરવા કહ્યું
શિક્ષકો વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ પર ભારતની વિવિધતાને અન્વેષણ કરવા લઈ જઈ શકે છે: પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર 7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત થયેલા શિક્ષકો સાથે વાતચીત કરી હતી.

 

પુરસ્કૃત વિજેતાઓએ પ્રધાનમંત્રીને તેમના શિક્ષણનો અનુભવ જણાવ્યો હતો. તેઓએ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તેમના મારફતે ઉપયોગમાં લેવામાં આવતી રસપ્રદ તકનીકો વિશે પણ વાત કરી. તેઓએ તેમના નિયમિત શિક્ષણ કાર્યની સાથે તેમના દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યના ઉદાહરણો પણ શેર કર્યા. તેમની સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ શિક્ષણની કળા પ્રત્યે સમર્પણ અને વર્ષોથી તેમણે પ્રદર્શિત કરેલા નોંધપાત્ર ઉત્સાહની પ્રશંસા કરી હતી, જેને પુરસ્કારો મારફતે માન્યતા આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અસરો પર ચર્ચા કરી હતી અને પોતાની માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે સૂચવ્યું હતું કે, શિક્ષકો વિદ્યાર્થીઓને વિવિધ ભાષાઓમાં સ્થાનિક લોકવાયકા શીખવી શકે છે, જેથી વિદ્યાર્થીઓ અનેક ભાષાઓ શીખી શકે અને ભારતની જીવંત સંસ્કૃતિનો સંપર્ક પણ મેળવી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે લઈ જઈને ભારતની વિવિધતાની જાણકારી આપી શકે છે, જે તેમને શીખવામાં મદદરૂપ થશે અને તેમને સંપૂર્ણ રીતે તેમના દેશ વિશે જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું કે આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે.

 

પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, પુરસ્કૃત શિક્ષકોએ સોશિયલ મીડિયા મારફતે એકબીજા સાથે જોડાવું જોઈએ અને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવી જોઈએ, જેથી દરેક વ્યક્તિ આ પ્રકારની પદ્ધતિઓ શીખી શકે, અપનાવી શકે અને તેનો લાભ લઈ શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષકો દેશની અતિ મહત્ત્વપૂર્ણ સેવા કરી રહ્યાં છે અને આજની યુવા પેઢીને વિકસિત ભારત માટે તૈયાર કરવાની જવાબદારી તેમના હાથમાં છે.

 

પાર્શ્વ ભાગ

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારોનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે, જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા માત્ર શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તામાં સુધારો કર્યો નથી, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. આ વર્ષે એવોર્ડ માટે દેશભરના 82 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પસંદ કરાયેલા 50 શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 16 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકોનો સમાવેશ થાય છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
New FTAs open big export gains across key sectors

Media Coverage

New FTAs open big export gains across key sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
September 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, September 27th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.