પ્રધાનમંત્રીએ આજે આમંત્રિત ભારતીય ડાયસ્પોરા નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં મંત્રીઓ, સેનેટર્સ, સંસદ સભ્યો અને આઝાદ હિંદ ફોજના (Indian National Army-INA) નિવૃત્ત સૈનિકો (veterans) નો સમાવેશ થાય છે. જેમાં ડિજિટલ મંત્રી તુઆન ગોબિંદ સિંહ દેવ; માનવ સંસાધન મંત્રી દાતો શ્રી રમણન રામકૃષ્ણન; પ્રધાનમંત્રી કાર્યાલયના નાયબ મંત્રી તુઆન એમ. કુલસેગરન અને રાષ્ટ્રીય એકતાના નાયબ મંત્રી તુઆન આર. યુનેશ્વરન, અન્યોની સાથે સામેલ હતા.

પ્રધાનમંત્રીએ મલેશિયાની પ્રગતિ અને વિકાસમાં અને ભારત-મલેશિયા સંબંધોને મજબૂત કરવામાં ભારતીય ડાયસ્પોરાના મહત્વપૂર્ણ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. ભારતીય મૂળના (PIO) નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને ભારત-મલેશિયા સંબંધોને આગળ વધારવાના હેતુથી કરવામાં આવેલી પહેલોની પ્રશંસા કરી હતી. તેઓએ ભારતમાં પરિવર્તન લાવવાના હેતુથી પ્રધાનમંત્રીના વિઝન અને પહેલોની પણ પ્રશંસા કરી હતી.

ભારતીય મૂળના નેતાઓએ મલેશિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે લેવામાં આવેલા પગલાં બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો, જેમાં સામેલ છે: (i) મલેશિયામાં તેનું પ્રથમ કોન્સ્યુલેટ ખોલવાનો ભારતનો નિર્ણય; (ii) યુનિવર્સિટી ઓફ મલાયા ખાતે તિરુવલ્લુવર સેન્ટરની જાહેરાત; (iii) તિરુવલ્લુવર શિષ્યવૃત્તિની સ્થાપના; (iv) મલેશિયામાં રહેતા છઠ્ઠી (6 ઠ્ઠી) પેઢી સુધીના ભારતીય મૂળના લોકો માટે OCI કાર્ડનું વિસ્તરણ; અને (v) મલેશિયન ભારતીય વિદ્યાર્થીઓના લાભ માટે ઇન્ડિયન સ્કોલરશિપ ટ્રસ્ટ ફંડ (ISTF) માં 3 મિલિયન રિંગગિટ મલેશિયા (RM) નું પુનઃભરણ (replenishment).

પ્રધાનમંત્રી આઝાદ હિંદ ફોજ [Indian National Army - INA] ના બાલક સેનાના નિવૃત્ત સૈનિક દાતો જેયરાજ રાજા રાવ અને નેતાજી વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાધાકૃષ્ણનને પણ મળ્યા હતા. તેમણે INA અને તેના નિવૃત્ત સૈનિકોના અવિસ્મરણીય સાહસ અને બલિદાનની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે મજબૂત અને આધુનિક ભારતના નિર્માણના નેતાજીના વિઝન પ્રત્યે ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt

Media Coverage

EPFO settles 8.3 crore claims in FY26; cheque leaf upload reform benefits 7 crore members, says govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 08 ઓગસ્ટ 2026
August 08, 2026

Infrastructure + Inclusion + Innovation: How PM Modi’s Agenda is Rewiring India’s Growth Engine