શેર
 
Comments
Let us view our diaspora not only in terms of 'Sankhya' but let us see it as 'Shakti' : PM Modi
Pravasi Bharatiya Kendra shows what it means to be Indian, the meaning of association with India: PM Modi
World's keenness to engage with India has risen. Our diaspora can play a vital role in furthering India's engagement with the world: PM
Indian community all over the world is a strength that can convert brain drain to brain gain: PM Modi
In the last two years, our Government has rescued people from conflict situations, not just Indians but also foreigners: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતી આ પ્રકારનો કાર્યક્રમ યોજવા માટે ઉચિત અવસર છે. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી ભારત છોડીને વિદેશ ગયા હતા, પણ દેશની સ્થિતિ તેમને અહીં પરત લઈ આવી હતી.

તેમણે કહ્યું હતું કે, ભારતીય ડાયસ્પોરા (વિદેશમાં વસતા ભારતીયો)ને સંખ્યાની દ્રષ્ટિએ ન જોવા જોઈએ, પણ તેમનું મૂલ્યાંકન તેમની ક્ષમતાને આધારે થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, વર્ષોથી એક શબ્દ “બ્રેઇન ડ્રેઇન” (બુદ્ધિધન તણાઈ જવું) પ્રચલિત છે. પણ જો આપણે ડાયસ્પોરાને જોઈએ તો આપણે આપણી ક્ષમતાને “બ્રેઇન ગેઇન”માં પરિવર્તિત કરી શકીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ભારત સાથે જોડાવા આતુર છે, ત્યારે “અજાણી વ્યક્તિનો ડર” સૌથી મોટો અવરોધ બની શકે છે, જેમાંથી બહાર નીકળવા માટે ભારતીય ડાયસ્પોરા મદદરૂપ થઈ શકે છે.

તેમણે ડાયસ્પોરા સાથે જોડાવાના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની પરંપરા શરૂ કરી હતી, જે તેમના પછીની સરકારોએ જાળવી રાખી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ખાસ કરીને વિદેશ મંત્રાલયે છેલ્લા બે વર્ષમાં માનવતાના ધોરણે નોંધપાત્ર કાર્યો કર્યા છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતીયો જ નહીં, પણ અન્ય ઘણા દેશોના નાગરિકોને સંઘર્ષ અને આપત્તિની સ્થિતિમાંથી બહાર કાઢ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય બીજા દેશ પર હુમલો કર્યો નથી. તેમણે બે વિશ્વયુદ્ધમાં વિદેશી જમીનો પર ભારતીય સૈનિકોના ત્યાગ અને બલિદાનને યાદ કર્યું હતું તથા દુનિયાએ આ ત્યાગને ઉચિત સન્માન આપવું જોઈએ તેવું ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ “ગાંધી – એક પ્રવાસી” પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. તેમણે યોગ પ્રોટોકોલ ફોર ડાયાબીટિસ કન્ટ્રોલ પર પુસ્તિકાનું વિમોચન કર્યું હતું અને ‘નો ઇન્ડિયા’ ક્વિઝના વિજતાઓને ઇનામો આપ્યા હતા.

Click here to read full text speech

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Rs 49,965 Crore Transferred Directly Into Farmers’ Account Across India

Media Coverage

Rs 49,965 Crore Transferred Directly Into Farmers’ Account Across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 મે 2021
May 11, 2021
શેર
 
Comments

PM Modi salutes hardwork of scientists and innovators on National Technology Day

Citizens praised Modi govt for handling economic situation well during pandemic