પ્રધાનમંત્રીએ કર્તવ્ય પથ પર ભવ્ય પ્રજાસત્તાક દિવસની પરેડની ઝલક શેર કરી
આપણી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરવી એ ભારત માટે સૌભાગ્યની વાત છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન પ્રદર્શિત કરાયેલ પ્રચંડ સુરક્ષા પ્રણાલીની પ્રશંસા કરી
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે
પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતાના જીવંત પ્રદર્શન પર પ્રકાશ પાડ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે ભારતની લોકશાહીની તાકાત, તેના વારસાની સમૃદ્ધિ અને રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું હતું. ઉજવણીની ઝલક શેર કરતા તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રદર્શનનો સાક્ષી બન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની યજમાની કરીને ગૌરવ અનુભવે છે. તેમણે નોંધ્યું કે તેમની હાજરી ભારત-યુરોપિયન યુનિયન ભાગીદારીની વધતી જતી તાકાત અને સમાન મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને યુરોપ વચ્ચે ગાઢ બનતા જોડાણ અને સહકારને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતની પ્રચંડ સુરક્ષા પ્રણાલીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રની સજ્જતા, તકનીકી ક્ષમતા અને તેના નાગરિકોની સુરક્ષા માટેની અટલ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

શ્રી મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડે ભારતના સુરક્ષા દળોની મજબૂત થતી ક્ષમતાઓની ઝલક આપી છે. તેમણે કહ્યું કે ભારતના સુરક્ષા દળો ખરેખર રાષ્ટ્રનું ગૌરવ છે, અને પરેડ દરમિયાન તેમની પ્રભાવશાળી હાજરી દર્શાવતી ઝલક શેર કરી હતી.

તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કર્તવ્ય પથ પર ભારતની સાંસ્કૃતિક વિવિધતા (cultural mosaic) નું જીવંત પ્રદર્શન જોવા મળ્યું હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે પરેડમાં જીવંત પ્રદર્શન અને ઝાંખીઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવામાં આવી હતી, જે રાષ્ટ્રના સમૃદ્ધ અને વિવિધ વારસાને પ્રતિબિંબિત કરે છે.

X પોસ્ટની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“ભારતે ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

કર્તવ્ય પથ પરની ભવ્ય પરેડે આપણી લોકશાહીની તાકાત, આપણા વારસાની સમૃદ્ધિ અને આપણા રાષ્ટ્રને એકસાથે બાંધતી એકતાનું પ્રદર્શન કર્યું.

અહીં કેટલીક ઝલક છે...”

 

“Kartavya Path witnessed a powerful display of national pride as the Republic Day celebrations took place today.

Here are some more glimpses…”

“India is privileged to host European Council President António Costa and European Commission President Ursula von der Leyen during our Republic Day celebrations.

Their presence underscores the growing strength of the India-European Union partnership and our commitment to shared values.

The visit will add momentum to the deepening engagement and cooperation between India and Europe across diverse sectors.

@antoniocostapm

@vonderleyen

@EUCouncil

@EU_Commission”

“The Republic Day parade showcased India’s formidable security apparatus, reflecting the nation’s preparedness, technological capability and unwavering commitment to safeguarding its citizens.”

“The Republic Day parade offered a glimpse into the strengthening capabilities of India’s security forces. Our forces are truly our pride!

Here are some more glimpses.”

“A vivid display of India’s cultural mosaic unfolded at Kartavya Path earlier today. The Republic Day parade celebrated India’s cultural diversity, with vibrant performances and tableaux.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Semiconductors to clean energy: Inside PM Modi’s high-profile meeting with 16 Dutch CEOs in The Hague

Media Coverage

Semiconductors to clean energy: Inside PM Modi’s high-profile meeting with 16 Dutch CEOs in The Hague
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister and Prime Minster of Sweden exchange special gifts celebrating the shared cultural legacy of Rabindranath Tagore
May 17, 2026

The Prime Minister of Sweden, H.E. Mr. Ulf Kristersson and Prime Minister Shri Narendra Modi exchanged special commemorative gifts to celebrate the legacy of Nobel Laureate Gurudev Rabindranath Tagore.

The gift from Prime Minister Kristersson comprised a box containing two replicas of hand-written epigrams by Gurudev Rabindranath Tagore, accompanied by a small explanatory text and a photograph of Gurudev Tagore taken in 1921 during his visit to Uppsala University. The originals, recently discovered in the Swedish National Archives, were created by Gurudev Tagore during his visits to Sweden in 1921 and 1926.

Prime Minister Modi presented to Prime Minster Kristersson a set of collected works of Rabindranath Tagore, along with a specially handcrafted bag from Shantiniketan with motifs that Gurudev chose to empower local artisans. The bag symbolizes Tagore’s philosophy that art is not meant to be confined to galleries, but to breathe life into everyday objects, bridging the gap between the intellectual and the functional.

Although Gurudev Tagore could not travel to Sweden in 1913 to receive the Nobel Prize, he was received by King Gustav V when he visited Sweden in 1921. These gifts symbolize the shared cultural and intellectual heritage between India and Sweden, and pay tribute to the enduring legacy of Rabindranath Tagore. The exchange of gifts also coincides with the centenary of Gurudev’s historic visit to Sweden in 1926.