પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં સાલેમ રેલવે જંક્શન ખાતે લોકો દ્વારા વંદે ભારતનું શાનદાર સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
વંદે ભારત એક્સપ્રેસનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કરતા લોકો સાલેમ રેલવે જંક્શન પર ટ્રેન પર ફૂલોની વર્ષા કરી રહ્યા હતા.
તમિલનાડુમાં PIB દ્વારા કરાયેલ ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"સાલેમમાં અદભૂત સ્વાગત!
વંદે ભારત એક્સપ્રેસ વિવિધ સ્થળોએ પહોંચે છે ત્યાં આવો ઉત્સાહ સામાન્ય છે, જે ભારતના લોકોમાં ઊંડો ગૌરવ દર્શાવે છે."
A spectacular welcome in Salem!
— Narendra Modi (@narendramodi) April 10, 2023
Such enthusiasm is common in different places the Vande Bharat Express reaches, showing the deep pride among the people of India. https://t.co/hHgj3no8vG
શ્રી મોદીએ શ્રીમતી વનાથી શ્રીનિવાસન દ્વારા વંદે ભારત એક્સપ્રેસમાં સરળ મુસાફરીના અનુભવ વિશે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું;
"અદ્ભુત!"
Wonderful! https://t.co/XRsb0S8S8x
— Narendra Modi (@narendramodi) April 10, 2023






