પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે નિમિત્તે સમગ્ર ડૉક્ટર સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“#DoctorsDay પર, હું સમગ્ર ડૉક્ટર સમુદાય પ્રત્યે મારો ઊંડો આભાર વ્યક્ત કરું છું. સૌથી કપરા સમયની વચ્ચે પણ, ડોકટરોએ હિંમત, નિઃસ્વાર્થતા અને સ્થિતિસ્થાપકતાનું ઉચ્ચ કક્ષાનું ઉદાહરણ રજૂ કર્યું છે. તેમનું સમર્પણ ઉપચારથી પણ વિશેષ છે; તે આપણા સમાજને આશા અને શક્તિ આપે છે."