#KochiMetro will contribute to the city's economic growth: PM Modi
#KochiMetro reflects the “Make in India” vision: PM Narendra Modi
#KochiMetro presents good example of an e-Governance digital platform: Prime Minister Modi
Government has placed special focus on overall infrastructure development of the nation: PM Modi
Government seeks to transform cities, from being transit dependent to being transit oriented: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોચી મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી મેટ્રો લાઇન પર થોડો પ્રવાસ પણ ખેડ્યો હતો. પછી તેમણે કોચી મેટ્રો દેશને અર્પણ કરવા આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમુદાયને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ નીચે પ્રસ્તુત છેઃ

આજે કોચી મેટ્રોનું ઉદ્ઘાટન થયું છે અને આ ઐતિહાસિક પ્રસંગે સહભાગી થવાનો મને આનંદ છે. કોચીવાસીઓ માટે આજે ગર્વની ક્ષણ છે અને હું તેમને અભિનંદન આપું છું.

મિત્રો!

કોચી બંદર અરબી સમુદ્રની રાણી તરીકે જાણીતું છે. તે મરીમસાલાનું મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર છે. અત્યારે તે કેરળની વેપારવાણિજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે. કેરળમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસીઓનું મોટી સંખ્યામાં આગમન થાય છે, જેમાં પ્રવાસીઓ મેળવવામાં સૌપ્રથમ સ્થાન કોચીનું છે. એટલે કોચી મેટ્રો રેલ સુવિધા ધરાવે એ ઉચિત છે.

શહેરની વસતિમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે અને વર્ષ 2021 સુધીમાં 23 લાખ થઈ જશે તેવી ધારણા છે. એટલે શહેરી માળખા પર વધતા દબાણને હળવું કરવા સામૂહિક ઝડપી પરિવહન વ્યવસ્થા આવશ્યક છે. આ કોચીની આર્થિક વૃદ્ધિમાં પણ પ્રદાન કરશે.

કોચી મેટ્રો રેલ લિમિટેડ એ ભારત સરકાર અને કેરળ સરકાર વચ્ચેનું સહિયારું સાહસ છે, જેમાં બંને અડધોઅડધ હિસ્સો ધરાવે છે. અત્યારે સુધી કેન્દ્ર સરકારે કોચી મેટ્રો માટે બે હજાર કરોડથી વધારે ભંડોળની ફાળવણી કરી છે. આજે જે ફેઝનું ઉદ્ઘાટન થયું છે, એ અલુવાથી પલારિવટ્ટમ સુધી ઓપરેટ થશે. આ પટ્ટો 13.26 કિલોમીટરનો છે અને તેમાં 11 સ્ટેશન છે.

આ મેટ્રો પ્રોજેક્ટ કેટલીક મહત્વપૂર્ણ ખાસિયતો ધરાવે છે.

 

આ પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે, જે “કમ્યુનિકેશન આધારિત ટ્રેન નિયંત્રણ સિગ્નલિંગ સિસ્ટમ” નામની આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ સાથે કાર્યરત થયો છે.

આ કોચ “મેક ઇન ઇન્ડિયા” વિઝનને પ્રતિબિંબિત કરે છે. તેનું નિર્માણ ચેન્નાઈ નજીક ફ્રાંસની અલ્સ્ટોમ કંપનીએ તેના કારખાનામાં કર્યુ છે અને તેમાં આશરે 70 ટકા ભારતીય સામગ્રીનો ઉપયોગ થયો છે.

કોચી મેટ્રો એક સિસ્ટમમાં શહેરના સંપૂર્ણ જાહેર પરિવહન નેટવર્કને સંકલિત કરે છે. આ સિસ્ટમ સામાન્ય સમયપત્રક, સામાન્ય ટિકિટિંગ અને સેન્ટ્રલાઇઝ ‘કમાન્ડ એન્ડ કન્ટ્રોલ’ ધરાવે છે. તે શહેરની અંદર લાસ્ટ માઇલ કનેક્ટિવિટી અને નોન-મોટરાઇઝ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સુધારવા પણ ધ્યાન કેન્દ્રીત કરે છે.
કોચી મેટ્રો ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ટિકિટિંગ માટે નવીન પીપીપી મોડલમાં પથપ્રદર્શક છે, જેમને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમમાં રોકાણ કરવા બિડ પ્રોસેસ મારફતે આમંત્રણ આપવામાં આવ્યું છે. પસંદગી પામેલ બેંકનું કોચી મેટ્રો ફેર કાર્ડ અને એપનું કો-બ્રાન્ડિંગ થશે.

મને જાણકારી આપવામાં આવી છે કે આ કોચી-1 કાર્ડ બહુહેતુક પ્રી-પેઇડ કોન્ટેક્ટ-લેસ રુપે કાર્ડ છે, જેનો ઉપયોગ મેટ્રોમાં મુસાફરી માટે પણ થઈ શકશે. વળી તે સાધારણ ડેબિટ કાર્ડ જેવું છે. કોચી દુનિયામાં ગણ્યાંગાઠ્યાં શહેરોમાં એક છે અને ભારતમાં પ્રથમ શહેર છે, જે આધુનિક ઓપન-લૂપ સ્માર્ટ કાર્ડ ધરાવે છે, જેનો ઉપયોગ બસ, ટેક્ષી અને ઓટો જેવા પરિવહનના માધ્યમો સાથે થઈ શકશે.

મને એવી જાણકારી પણ આપવામાં આવી છે કે કોચી-1 મોબાઇલ એપને લાંબા ગાળાના વિઝન સાથે વિકસાવવામાં આવી છે. મોબાઇલ એપ ઇલેક્ટ્રોનિક-વોલેટ ઇન્ટિગ્રેશન ધરાવે છે, જે કોચી-1 કાર્ડ સાથે લિન્ક છે. તે કોચીવાસીઓને મેટ્રો સેવાનો લાભ લેવા સક્ષમ બનાવશે. ભવિષ્યમાં તે તેમની પ્રવાસ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ કરશે, નિયમિત પેમેન્ટની જરૂરિયાતો અદા કરશે તથા સિટી અને ટૂરિસ્ટ માહિતી પ્રદાન કરશે. એટલે તે ઇ-ગવર્નન્સ ડિજિટલ પ્લેટફોર્મનું સારું ઉદાહરણ છે. આ પ્રોજેક્ટનું અન્ય એક નોંધપાત્ર પાસું એ છે કે આશરે 1,000 મહિલાઓ અને 23 સમલૈંગિકની પસંદગી કોચી મેટ્રો રેલ સિસ્ટમમાં કામ કરવા માટે થઈ છે.

આ પ્રોજેક્ટ પર્યાવરણને લાભદાયક વિકાસનું ઉદાહરણ પણ છે. તે અક્ષય ઊર્જાના સ્ત્રોતો, ખાસ કરીને સૌર ઊર્જામાંથી ઊર્જાની સંપૂર્ણ જરૂરિયાતનો આશરે 25 ટકા હિસ્સો પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. લાંબા ગાળાની યોજના ઝીરો-કાર્બન ઉત્સર્જન અર્બન ટ્રાન્ઝિટ સિસ્ટમ બનવાનો છે. મેટ્રો સિસ્ટમનો દર છઠ્ઠો પિલર વર્ટિકલ ગાર્ડનથી આવરી લેવાશે, જે અર્થપૂર્ણ રીતે શહેરી ઘન કચરાનો ઉપયોગ કરશે.

તે વાત ધ્યાન આપવા યોગ્ય છે કે તમામ સ્ટેશનો તેમજ કોચી મેટ્રોના ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરએ પ્લેટિનમ રેટિંગ હાંસલ કર્યું છે, જે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારાનું સૌથી ઊંચું સર્ટિફિકેશન છે.

મિત્રો!

છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન મારી સરકારે દેશના સંપૂર્ણ માળખાગત વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રેલવે, રોડ, પાવર અમારી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો છે. પ્રગતિની બેઠકોમાં હું વ્યક્તિગત રીતે રૂ. આઠ લાખ કરોડથી વધારેનું રોકાણ ધરાવતા આશરે 175 પ્રોજેક્ટની સમીક્ષા કરું છું. અમે અવરોધો દૂર કર્યા છે અને આ ક્ષેત્રમાં અમલીકરણના સરેરાશ દરમાં વધારો કર્યો છે. અત્યારે અમે આધુનિક માળખાગત સુવિધા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેમાં લોજિસ્ટિક્સ, ડિજિટલ અને ગેસ સામેલ છે.

સરકારી કે જાહેર પરિવહન સુવિધાઓમાં વધારો કરવા માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને શહેરોમાં. આ ક્ષેત્રમાં વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. ભારતમાં 50 શહેરો મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનો અમલ કરવા માટે તૈયાર છે.

આપણે મેટ્રો રેલ સિસ્ટમ્સના આર્થિક અને સામાજિક લાભો જાણીએ છીએ. અમે આ ક્ષેત્રમાં નીતિનિર્માણની પ્રક્રિયા ઝડપી બનાવી છે. તાજેતરમાં ભારત સરકારે મેટ્રો રેલના રોલિંગ સ્ટોક અને સિગ્નલિંગ સિસ્ટમ માટેની ખાસિયતોનું પ્રમાણીકરણ કર્યું છે. આ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપશે. “મેક ઇન ઇન્ડિયા” વિઝન સાથે મેટ્રો રોલિંગ સ્ટોકના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મિત્રો!

આપણે જનકેન્દ્રીત અભિગમ અપનાવીને તથા જમીનના ઉપયોગ અને પરિવહનને સંકલિત કરીને શહેરી આયોજનમાં નવો અભિગમ અપનાવવાની જરૂર છે.

બીજી તરફ ભારત સરકારે એપ્રિલ, 2017માં નેશનલ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પોલિસી બહાર પાડી હતી. આ નીતિ ટ્રાન્ઝિટ નિર્ભરથી ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ તરફ શહેરોની કાયાપલટ કરવા ઇચ્છે છે. તેનો ઉદ્દેશ કોમ્પેક્ટ વોકેબલ કમ્યુનિટી ઊભી કરવાનો અને જાહેર પરિવહનને અવરજવરના કેન્દ્રોની નજીક લઈ જવાનો છે.

હું વૈંકયા જીના નેતૃત્વમાં શહેરી વિકાસ મંત્રાલયને વેલ્યુ કેપ્ચ્યોર ફાઇનાન્સ પોલિસી ફ્રેમવર્ક બનાવવા બદલ અભિનંદન પાઠવું છું. આ પોલિસી ફ્રેમવર્ક જમીનનું મૂલ્ય મેળવવાની વ્યવસ્થા પ્રદાન કરે છે.

અંતે, કોચીવાસીઓને, કોચી મેટ્રો રેલ કોર્પોરેશન અને કેરળના મુખ્યમંત્રીને આ મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવા બદલ અભિનંદન આપીને મારી વાણીને વિરામ આપું છું. જાન્યુઆરી, 2016માં કોચીની પસંદગી ચેલેન્જ પ્રોસેસના પ્રથમ રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે થઈ હતી. મને આશા છે કે કોચી આગામી દિવસોમાં વધુ શ્રેષ્ઠ શહેર બનશે.

તમારો ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જાન્યુઆરી 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi