પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી લોરેન્સ વોંગને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે ભારત અને સિંગાપોર વચ્ચેના મજબૂત અને બહુપક્ષીય ભાગીદારી પર પ્રકાશ પાડ્યો, જે લોકો વચ્ચેના ગાઢ સંબંધો દ્વારા સમર્થિત છે.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"સામાન્ય ચૂંટણીઓમાં તમારા પ્રચંડ વિજય બદલ @LawrenceWongST ને હાર્દિક અભિનંદન. ભારત અને સિંગાપોર એક મજબૂત અને બહુપક્ષીય ભાગીદારી ધરાવે છે, જે લોકો વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દ્વારા સમર્થિત છે. હું આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તમારી સાથે મળીને કામ ચાલુ રાખવાની આશા રાખું છું."
Heartiest congratulations @LawrenceWongST on your resounding victory in the general elections. India and Singapore share a strong and multifaceted partnership, underpinned by close people-to-people ties. I look forward to continue working closely with you to further advance our…
— Narendra Modi (@narendramodi) May 4, 2025


