ટીવીએસ મોટર કંપનીના શ્રી વેણુ શ્રીનિવાસન અને શ્રી સુદર્શન વેણુએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ કચ્છની સુંદરતા દર્શાવવા અને મોટરસાયકલ સવારોને આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ટીવીએસ મોટર કંપની દ્વારા એક્સ પર પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:
"શ્રી વેણુ શ્રીનિવાસન અને શ્રી સુદર્શન વેણુને મળીને આનંદ થયો. કચ્છની સુંદરતા દર્શાવવા અને મોટરસાયકલ સવારોને આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસોની હું પ્રશંસા કરું છું."
Glad to have met Shri Venu Srinivasan Ji and Mr. Sudarshan Venu. I commend them for the effort to chronicle the beauty of Kutch and also encourage motorcyclists to go there. https://t.co/tJr1xI0YpF
— Narendra Modi (@narendramodi) July 20, 2025


