પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષ કૌરવને ચીનના હાંગઝોઉ ખાતે એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની પેરા કેનો KL3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનો મેન્સ KL3 ઇવેન્ટમાં અસાધારણ પ્રદર્શન કરવા અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનીષ કૌરવને અભિનંદન. આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે, જે તેના સંપૂર્ણ સમર્પણનું પરિણામ છે!”
Congratulations to Manish Kaurav for the phenomenal performance in Para Canoe Men's KL3 event at the Asian Para Games and winning a Bronze Medal. This is an outstanding achievement, a result of his sheer dedication! pic.twitter.com/E0h8j8KYAv
— Narendra Modi (@narendramodi) October 24, 2023


