પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ પતંજલિને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું અને યોગના ગહન લાભો પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું.
શ્રી મોદીએ અવલોકન કર્યું કે યોગનો નિયમિત અભ્યાસ શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખે છે અને નોંધ્યું કે તેને દૈનિક દિનચર્યાનો એક ભાગ બનાવવાથી જીવન સંતુલિત અને ઊર્જાવાન બને છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"યોગનો નિયમિત અભ્યાસ શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખે છે. તેને તમારી દિનચર્યાનો ભાગ બનાવવાથી જીવન સંતુલિત અને ઉર્જાવાન બને છે."
योगेन चित्तस्य पदेन वाचां
मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत् तं परवरं मुनीनां
पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि॥"
હું ચિંતનશીલ ઋષિઓમાં સૌથી શ્રેષ્ઠ એવા મહર્ષિ પતંજલિને બે હાથ જોડીને પ્રણામ કરું છું, જેમણે યોગ દ્વારા ચિત્તની (મનની) અશુદ્ધિને, વ્યાકરણ દ્વારા વાણીની અશુદ્ધિને અને આયુર્વેદ દ્વારા શરીરની અશુદ્ધિને દૂર કરી છે.
योग का नियमित अभ्यास तन को स्वस्थ और मन को शांत रखता है। इसे अपनी दिनचर्या का हिस्सा बनाने से जीवन संतुलित और ऊर्जावान बनता है।
— Narendra Modi (@narendramodi) June 4, 2026
योगेन चित्तस्य पदेन वाचां
मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत् तं प्रवरं मुनीनां
पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि॥ pic.twitter.com/tFHwiQSURk


