શેર
 
Comments
મહામારી એ રાજકારણની બાબત નથી, તે સમગ્ર માનવજાત માટે ચિંતાની બાબત છે ઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ અગાઉથી ઉપલબ્ધ માહિતીના આધારે જિલ્લા સ્તરે વેક્સિનેશન ઝુંબેશ માટે યોગ્ય યોજનાની જરૂરિયાત પર ભાર મૂક્યો
વિવિધ દેશોની કોરોનાની પરિસ્થિતિ જોતાં સાવચેત રહેવાની જરૂર છે ઃ પ્રધાનમંત્રી
મહામારી દરમિયાન તેમના પ્રયાસો બદલ તમામ રાજકીય પક્ષના નેતાઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહના તમામ રાજકીય પક્ષોના ફ્લોરના નેતાઓ સાથે મંત્રણા હાથ ધરી હતી અને તેમને ભારતમાં કવિડ-19 સામેની રણનીતિ તથા મહામારી સામે જાહેર આરોગ્યના પ્રતિસાદ અંગે માહિતગાર કર્યા હતા.

પ્રધાનમંત્રીએ તમામ નેતાઓનો આ બેઠકમાં હાજરી આપવા બદલ તથા વ્યવહારુ સલાહ સૂચન આપવા બદલ આભાર માન્યો હતો અને ઉમેર્યું હતું કે કોરોના સામેની લડત માટે નીતિ ઘડવામાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા સૂચનો અત્યંત મદદરૂપ થયા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહામારી એ રાજકીય બાબત હોવી જોઈએ નહીં અને તે સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય હોવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 100 વર્ષમાં માનવજાતે આ પ્રકારની મહામારી જોઈ નથી.

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશના પ્રત્યેક જિલ્લામાં જેલની સાથે સાથે એક ઓક્સિજન પ્લાન્ટ સુનિશ્ચિત કરવાની પ્રયાસ હાથ ધરાયા હોવાની પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગૃહના નેતાઓને ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમની ગતિ અંગે પણ માહિતગાર કર્યા હતા અને કેવી રીતે અંદાજે 85 દિવસમાં દસ કરોડ નાગરિકોને રસી અપાઈ અને આ આંક છેલ્લે 24 દિવસમાં દસ કરોડ રસીકરણ સુધી પહોંચ્યો તે અંગે પણ માહિતી આપી હતી. તેમણે નેતાઓને એવી પણ માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં દિવસને અંતે વેક્સિનના ડોઝનો આંક સરેરાશ 1.5 કરોડનો રહે છે.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાને અગવડ પડે નહીં તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા સ્તરે વેક્સિનેશન ઝુંબેશમાં યોગ્ય રીતે આયોજન કરવાની જરૂરિયાત પર પણ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઝુંબેશ શરૂ થઈ તેના છ મહિના બાદ પણ આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓમાં નોંધપાત્ર સંખ્યામાં વેક્સિનેશન થયું નથી તે ચિંતાજનક બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે વિવિધ રાજ્યોએ આ મામલે વધુ સક્રિય બનવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ અન્ય દેશોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતે સાવચેત રહેવાની જરૂર છે તે બાબત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે પરિવર્તન આ રોગને વધુ અનપેક્ષિત બનાવે છે અને તેથી જ આપણે તમામે આ રોગ સામે એકત્રિત થઈને લડત આપવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ આ મહામારીમાં કોવીન અને આરોગ્ય સેતુના રૂપમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાના ભારતના વિરલ અનુભવ અંગે પણ ચર્ચા કરી હતી.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાએ આ મહામારીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત સમીક્ષા કરતા રહ્યા તથા અથાગપણે કાર્ય કરતા રહે તે બાબતની પ્રશંસા કરી હતી. આ મહામારી દરમિયાન તેમના સતત પ્રયાસો બદલ વિવિધ રાજકીય પક્ષના નેતાઓએ પણ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. આ રોગ સામે પોતાના ખુદના અનુભવો વિશે પણ નેતાઓએ ચર્ચા કરી હતી. તેમણે વિવિધ રાજ્યોની પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું અને તેમના રાજ્યોમાં વેક્સિનેશન ઝુંબેશની પ્રગતિ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કોવિડ સામે યોગ્ય વર્તાવની સતત ખાતરી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. વિવિધ રાજકીય આગેવાનોએ તેમની સમક્ષ રજૂ કરાયેલા માહિતીપ્રદ પ્રેઝન્ટેશનને પણ સર્વાનુમતે વધાવી લીધું હતું.
આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભુષણે આ પ્રસંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે હાલના તબક્કે માત્ર આઠ રાજ્યમાં કોરોનાના દસ હજારથી વધારે કેસ છે જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં છે. માત્ર પાંચ જ રાજ્યમાં કોરોના પોઝિટિવનો દર 10%થી વધારે છે.

એવી પણ માહિતી આપવામાં આવી હતી કે મહામારી દરમિયાન પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે 20 બેઠક યોજી હતી જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો સાથે 29 બેઠક યોજી હતી. કેન્દ્રીય કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે રાજ્યના મુખ્ય સચિવાલયે 33 વખત અને 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19 મેનેજમેન્ટ માટે 166 કેન્દ્રીય ટુકડી તૈનાત કરવામાં આવી છે.

સમગ્ર મહામારી દરમિયાન ભારતે તેની દવાઓની ઉપલબ્ધતામાં સતત વધારો કર્યો છે. રેમડેસિવીર સાઇટની સંખ્યા માર્ચમાં 22 હતીજે જૂનમાં 62 કરવાની સીડીસીએસઓએ મંજૂરી આપી હતી જેને કારણે પ્રતિમાસ તેની ઉત્પાદન ક્ષમતા 38 લાખથી વધીને 122 લાખ વાયલની થઈ ગઈ છે. આ જ રીતે લિપોસોમોલ એમફોટેરિસીનની આયાતને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી ફાળવણીનો ઉત્તરોત્તર દર અગાઉ માત્ર 45,050 હતો જે વધીને 14.81 લાખ થઈ ગયો છે. હાલના તબક્કે કોરોનાના કેસો ઘટી રહ્યા છે તેમ છતાં ભવિષ્યમાં કોરોનાના કેસમાં વધારો  થાય તો તેને પહોંચી વળવા માટે દવાઓના જથ્થાનો સંગ્રહ કરવા માટે રાજ્યોને સૂચિત કરવામાં આવ્યા છે. આ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા કમસે કમ આઠ દવાઓ નિયત કરવામાં આવી છે. જેમાં એનોક્સાપેરિન, મેથિલ પ્રેડનીસોલોન, ડેક્સામેથાસોન, રેમડેસિવીર, ટોક્સિલિઝુમેબ (કોવિડી-19ની સારવાર માટે), એમ્ફોટેરેસિન બી ડેઓક્સિકોલેટ, પોસાકોનાઝોલે (કોવિડ સંબંધિત મ્યુકોમાયકોસિસ માટે), ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) (બાળકોમાં કોરોનામાંથી સાજા થયા બાદના લક્ષણો એટલે કે મલ્ટિસિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ (MIS-C) IS-C)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયઉત્કર-પૂર્વના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ દવાઓની ઉપલબ્ધતા તથા ફાળવણી માટે સવલત કરી આપશે.

ગૃહના સદસ્યોએ ભારતની કોવિડ-19 રણનીતિને પણ પ્રશંસા કરી હતી. આ રણનીતિ- યોજનાના હેતૂઓ...
* તમામ વયસ્ક ભારતીયોને સુરક્ષિત અને શક્ય તેટલી ઝડપથી વેક્સિનેશન પૂરી પાડવી
* આરોગ્ય કર્મચારીઓ તથા કોરોના યોદ્ધાઓને અગ્રતાના ધોરણે રક્ષણ પૂરું પાડવું
* એવા જોખમી વ્યક્તિઓનું રક્ષણ કરવું. જેમ કે 45 વર્ષથી વધુ વયના લોકો જેઓ ભારતમાં કોરોના સંબંધિત રોગોમાં 80 ટકાથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે.

વૈજ્ઞાનિક અને રોગચાળા અંગેના પુરાવાના આધારે અને શ્રેષ્ઠ વૈશ્વિક પ્રયાસોને આધારે વેક્સિનેશનમાં આવરી લેવા માટેના તમામ તબક્કામાં દેશમાં કોવિડ-19 વેક્સિનના ઉત્પાદન અને ઉપલબ્ધતા એક નવું અગ્રતા જૂથ રચવામાં આવ્યું હતું. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સૌથી મોટી સંખ્યામાં વેક્સિનેશનના ડોઝ (41.2 કરોડ) આપવામાં આવ્યા છે. અન્ય દેશમાં અમેરિકામાં 33.8 કરોડ, બ્રાઝિલમાં 12.4 કરોડ, જર્મનીમાં 8.6 કરોડ, બ્રિટનમાં 8.3 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં પહેલી મેથી 19મી જુલાઈ દરમિયાન શહેરી વિસ્તારમાં 12.3 કરોડ (42 ટકા) વેક્સિનેશન ડોઝ અને ગ્રામ્ય વિસ્તારમાં 17.11 કરોડ (58 ટકા) નાગરિકોને વેક્સિનેશનના ડોઝ અપાઈ ચૂક્યા છે.  આ જ સમયગાળામાં 21.75  કરોડ પુરુષ (53 ટકા) અને 18.94 કરોડ મહિલા (47 ટકા) તથા 72,834 અન્ય જાતિના લોકો વેક્સિનના ડોઝ લઈ ચૂક્યા છે.
પરિક્ષણ, ટ્રેક, સારવાર, રસીકરણ અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તણૂંક અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો કોરોના સામેની લડતમાં ભારત કેટલી હદે અગ્રેસર છે તે પુરવાર કરે છે.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Mohandas Pai Writes: Vaccine Drive the Booster Shot for India’s Economic Recovery

Media Coverage

Mohandas Pai Writes: Vaccine Drive the Booster Shot for India’s Economic Recovery
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 26 ઓક્ટોબર 2021
October 26, 2021
શેર
 
Comments

PM launches 64k cr project to boost India's health infrastructure, gets appreciation from citizens.

India is making strides in every sector under the leadership of Modi Govt