શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથ ગુરુવાર 30 જુલાઈ, 2020ના રોજ મોરિશિયસના નવા સુપ્રીમ કોર્ટના ભવનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. મોરિશિયસના ન્યાયતંત્રના વરિષ્ઠ સભ્યો અને બંને દેશોના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ભવનનું નિર્માણ ભારતીય અનુદાન સહાયથી કરવામાં આવ્યું છે અને આ મોરિશિયસની રાજધાની પોર્ટ લ્યુઇસ શહેરની અંદર ભારતીય અનુદાન સહાયથી નિર્મિત પહેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હશે.

નવું સુપ્રીમ કોર્ટ ભવન પ્રોજેક્ટ એ 2016માં ભારત સરકાર દ્વારા મોરિશિયસ સુધી વિસ્તૃત 353 મિલિયન અમેરિકી ડોલરના ‘વિશેષ આર્થિક પેકેજ’ હેઠળ અમલમાં મૂકવામાં આવેલા પાંચ પ્રોજેક્ટમાંનો એક છે. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયની અંદર અને અપેક્ષિત ખર્ચથી ઓછા ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ભવન 4700 ચો.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં 10થી વધુ માળ અને આશરે 25,000 ચોરસ મીટર વિસ્તાર છે. આ ભવનમાં થર્મલ અને સાઉન્ડ ઇન્સ્યુલેશન અને ઉચ્ચ ઉર્જા કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આધુનિક ડિઝાઇન અને પર્યાવરણીય સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નવું ભવન મોરિશિયસ સુપ્રીમ કોર્ટના તમામ વિભાગ અને કચેરીઓને એક મકાનમાં લાવશે જે તેની કાર્યક્ષમતામાં સુધારો કરશે.

ઓક્ટોબર 2019માં પ્રધાનમંત્રી મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રીએ ખાસ આર્થિક પેકેજ હેઠળ નિર્મિત મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટના ફેઝ -I અને મોરિશિયસમાં નવી ઇએનટી હોસ્પિટલ પ્રોજેક્ટનું પણ સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ 12 કિલોમીટર મેટ્રો લાઇનનું બાંધકામ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્ણ થયું હતું, જ્યારે તેના બીજા તબક્કા પર 14 કિલોમીટર મેટ્રો લાઇનનું બાંધકામ ચાલુ છે. ઇએનટી હોસ્પિટલ પ્રોજેક્ટ દ્વારા ભારતે મોરિશિયસમાં અત્યાધુનિક ઇએનટી હોસ્પિટલના 100 બેડ બનાવવા માટે મદદ કરી હતી.

ભારતીય અનુદાન સહાયથી મોરિશિયસમાં ઉચ્ચ ગુણવત્તાની માળખાગત યોજનાઓ સફળતાપૂર્વક અને સમયસર પૂરી થવાથી મોરિશિયસ અને આ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ માટે વધુ તકો ઉભી થશે. સુપ્રીમ કોર્ટનું નવું ભવન શહેરની મધ્યમાં એક મહત્વનું સીમાચિહ્ન બનશે જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીનું પ્રતીક છે.

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
PM Modi shares 'breathtaking' images of Gujarat taken by EOS-06 satellite

Media Coverage

PM Modi shares 'breathtaking' images of Gujarat taken by EOS-06 satellite
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 ડિસેમ્બર 2022
December 03, 2022
શેર
 
Comments

India’s G20 Presidency: A Moment of Pride For All Indians

India Witnessing Transformative Change With The Modi Govt’s Thrust Towards Good Governance