પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં ભારત-ફ્રાંસ વચ્ચે વધી રહેલાં વેપાર-વાણિજ્ય અને આર્થિક સહયોગ તથા તેનાથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્થિર રાજનીતિ અને આગાહી કરી શકાય તેવી નીતિગત ઇકોસિસ્ટમ પર આધારિત ભારતનાં આકર્ષણને પ્રાથમિકતા ધરાવતાં વૈશ્વિક રોકાણનાં સ્થળ તરીકે દર્શાવ્યું હતું. તાજેતરમાં બજેટમાં જાહેર થયેલા સુધારાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વીમા ક્ષેત્ર હવે 100 ટકા એફડીઆઇ અને અને નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે એસએમઆર અને એએમઆર ટેકનોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ખાનગી ભાગીદારી માટે માટે ખુલ્લું છે. કસ્ટમ્સ રેટ સ્ટ્રક્ચરને તર્કસંગત બનાવવામાં આવ્યું હતું અને જીવન જીવવાની સરળતા વધારવા માટે આવકવેરાની સરળ આચારસંહિતા લાવવામાં આવી હતી. સુધારાઓને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરીને તેમણે નોંધ્યું હતું કે, વિશ્વાસ આધારિત આર્થિક શાસન સ્થાપિત કરવા નિયમનકારી સુધારાઓ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ જ ભાવનાથી છેલ્લાં થોડાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલનને તર્કસંગત બનાવવામાં આવ્યાં હતાં.

 

પ્રધાનમંત્રીએ ફ્રાન્સની કંપનીઓને સંરક્ષણ, ઊર્જા, હાઈવે, નાગરિક ઉડ્ડયન, અંતરિક્ષ, હેલ્થકેર, ફિનટેક અને સ્થાયી વિકાસનાં ક્ષેત્રોમાં ભારતની વૃદ્ધિની ગાથામાં રહેલી પુષ્કળ તકો પર ધ્યાન આપવા આમંત્રણ આપ્યું હતું. ભારતની કુશળતા, પ્રતિભા અને નવીનતા તથા નવા શરૂ થયેલા એઆઈ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ, ક્રિટિકલ મિનરલ્સ અને હાઇડ્રોજન મિશનમાં વૈશ્વિક સ્તરે પ્રશંસા અને રસને રેખાંકિત કરીને તેમણે ફ્રાંસના ઉદ્યોગ સાહસોને પારસ્પરિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ભારત સાથે ભાગીદારી કરવા અપીલ કરી હતી. તેમણે આ ક્ષેત્રોમાં સક્રિય જોડાણના મહત્ત્વની રૂપરેખા આપી હતી, નવીનતા, રોકાણ અને ટેકનોલોજી-સંચાલિત ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીની સંપૂર્ણ ટીપ્પણી અહીં જોવા મળી શકે છે

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ડિસેમ્બર 2025
December 07, 2025

National Resolve in Action: PM Modi's Policies Driving Economic Dynamism and Inclusivity