મહામહિમ, માનનીય રાષ્ટ્રપતિ,

બંને દેશોના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

કાલિમ્મેરા!

સૌ પ્રથમ, હું માનનીય રાષ્ટ્રપતિનો ઉષ્માભર્યું સ્વાગત અને ઉદાર આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ગઈકાલે સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી, રાષ્ટ્રપતિ અને આ દેશના લોકોએ બતાવેલી ઉષ્મા અને સ્નેહ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયો છે.

થોડા સમય  પહેલા મને સાયપ્રસ દ્વારા પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યો હતો. આ સન્માન એકલું મારું નથી - તે 140 કરોડ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને સાયપ્રસ વચ્ચેની સ્થાયી મિત્રતાનું પ્રતીક છે. હું ફરી એકવાર આ સન્માન માટે મારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મિત્રો,

સાયપ્રસ સાથેના અમારા સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યો પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા આપણી ભાગીદારીનો મજબૂત પાયો બનાવે છે. ભારત અને સાયપ્રસ વચ્ચેની મિત્રતા એવી નથી કે જે સંજોગોમાંથી ઉભરી આવી હોય કે નથી સરહદો દ્વારા બંધાયેલી.

તે વારંવાર સમયની કસોટીનો સામનો કરી ચૂકી છે. દરેક સમયમાં, આપણે સહકાર, આદર અને પરસ્પર સમર્થનની ભાવના જાળવી રાખી છે. આપણે એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીએ છીએ.

મિત્રો,

બે દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સાયપ્રસની આ મુલાકાત પ્રથમ છે. તે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય લખવાની સુવર્ણ તક રજૂ કરે છે. આજે, માનનીય રાષ્ટ્રપતિ અને મેં આપણી ભાગીદારીના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.

સાયપ્રસના "વિઝન 2035" અને "વિકસિત ભારત 2047"ના અમારા વિઝન વચ્ચે ઘણી સમાનતાઓ છે. તેથી, આપણે આપણા સહિયારા ભવિષ્યને આકાર આપવા માટે સાથે મળીને કામ કરીશું. આપણી ભાગીદારીને વ્યૂહાત્મક દિશા આપવા માટે, આપણે આગામી પાંચ વર્ષ માટે એક નક્કર રોડમેપ વિકસાવીશું.

આપણા સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર કાર્યક્રમ સંરક્ષણ ઉદ્યોગ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાયબર અને દરિયાઈ સુરક્ષા પર અલગથી સંવાદો શરૂ કરવામાં આવશે.

સરહદ પારનાં આતંકવાદ સામે ભારતની લડાઈને સતત સમર્થન આપવા બદલ અમે સાયપ્રસના ખૂબ આભારી છીએ. આતંકવાદ, ડ્રગ હેરાફેરી અને શસ્ત્રોની દાણચોરીનો સામનો કરવા માટે, આપણી સંબંધિત એજન્સીઓ વચ્ચે વાસ્તવિક સમયની માહિતીના આદાનપ્રદાન માટે એક પદ્ધતિ સ્થાપિત કરવામાં આવશે. બંને રાષ્ટ્ર દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારવામાં અપાર સંભાવનાઓ માટે સંમત છે.

ગઈકાલે, માનનીય રાષ્ટ્રપતિજીની સાથે મેં, બંને દેશોનાં આર્થિક સંબંધો અંગે વ્યાપારી સમુદાયમાં ખૂબ જ ઉત્સાહ અને તાલમેલ અનુભવ્યો કર્યો છે. અમે વર્ષના અંત સુધીમાં પરસ્પર ફાયદાકારક ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

આ વર્ષે "ભારત-સાયપ્રસ અને ગ્રીસ વ્યાપાર અને રોકાણ પરિષદ" પણ શરૂ કરવામાં આવી છે. આવી પહેલો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ આપશે.

અમે ટેકનોલોજી, નવીનીકરણ, આરોગ્ય, કૃષિ, નવીનીકરણીય ઉર્જા અને આબોહવા ન્યાય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ વિગતવાર ચર્ચા કરી હતી. સાયપ્રસમાં યોગ અને આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતાથી અમે ઉત્સાહિત છીએ.

સાયપ્રસ ભારતીય પ્રવાસીઓ માટે પણ એક પસંદગીનું સ્થળ છે. અમે તેમની મુસાફરીને સરળ બનાવવા માટે સીધું હવાઈ જોડાણ સ્થાપિત કરવા માટે કામ કરીશું. અમે ગતિશીલતા કરારને ઝડપી બનાવવાનો સંકલ્પ કર્યો છે.

મિત્રો,

યુરોપિયન યુનિયનમાં, સાયપ્રસ અમારો વિશ્વસનીય ભાગીદાર છે. અમે આવતા વર્ષે યુરોપિયન યુનિયનના આગામી પ્રમુખપદ માટે સાયપ્રસને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે, તમારા નેતૃત્વ હેઠળ, ભારત-યુરોપિયન યુનિયન સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

બંને રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર સમાન મંતવ્યો ધરાવે છે. જેથી તેને વધુ પ્રતિનિધિત્વ મળે. યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ટેકો આપવા બદલ અમે સાયપ્રસના આભારી છીએ.

અમે પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી છે. આ સંઘર્ષોની પ્રતિકૂળ અસર ફક્ત તેમના સંબંધિત પ્રદેશો સુધી મર્યાદિત નથી. અમે બંને સંમત છીએ કે આ યુદ્ધનો યુગ નથી.

સંવાદ અને સ્થિરતાની પુનઃસ્થાપના માનવતાની માંગ છે. અમે ભૂમધ્ય પ્રદેશ સાથે જોડાણ વધારવાની પણ ચર્ચા કરી છે. અમે સહમત છીએ કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.

માનનીય રાષ્ટ્રપતિ,

હું તમને ભારતની મુલાકાત લેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. હું શક્ય તેટલી વહેલી તકે ભારતમાં તમારું સ્વાગત કરવાનાં પ્રસંગની રાહ જોઉં છું.

ફરી એકવાર, હું વિશેષ આતિથ્ય અને સન્માન માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।