શેર
 
Comments
The Rule of Law has been a core civilizational value of Indian society since ages: PM Modi
About 1500 archaic laws have been repealed, says PM Modi
No country or society of the world can claim to achieve holistic development or claim to be a just society without Gender Justice: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદને સંબોધન કર્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલય તેમજ વિવિધ ઉચ્ચ ન્યાયાલયના આદરણીય ન્યાયધીશો, પ્રતિષ્ઠિત વકીલો અને વિદેશમાંથી આવેલા પ્રતિનિધીઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો.

સમગ્ર દુનિયામાં લોકોમાં ભરોસા અને વિશ્વાસને પ્રેરણા આપતા ન્યાયતંત્રમાં પોતાની ઉપસ્થિતિ બદલ આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ન્યાયિક પરિષદ 21મી સદીના ત્રીજા દાયકાના આરંભમાં યોજાઇ રહી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ દાયકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઝડપથી પરિવર્તનનો છે. તેમણે કહ્યું કે, સામાજિક, આર્થિક અને તકનિકી ક્ષેત્રોમાં પરિવર્તનો આવી રહ્યાં છે અને તે તર્ક, સમાન ન્યાય આધારિત હોવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, “આથી જ આ પરિષદનો વિષય, “ન્યાયતંત્ર અને બદલાતું વિશ્વ” યોગ્ય અને નોંધનીય છે.

તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે જ આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.”

મહાત્મા ગાંધીને જ્યારે વકીલ તરીકે કેસ મેળવવા માટે કમિશન ચૂકવવાનું હતું ત્યારે તેમણે કેસ લેવાનો ઇનકાર કરી દીધો તે વાતને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રામાણિકતા અને સેવામાં મહાત્મા ગાંધીનો ભરોસો તેમના યોગ્ય ઉછેર અને ભારતીય પરંપરાઓ તેમજ સંસ્કૃતિના તેમના અભ્યાસના કારણે હતો.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતની ફિલસુફી ‘કાયદો એ રાજાઓનો પણ રાજા છે, કાયદો જ સર્વોપરી છે’ના સિદ્ધાંત પર આધારિત છે.

તેમણે કહ્યું કે, આ ફિલસુફીમાં ભરોસાના કારણે 130 કરોડ ભારતીયોએ તાજેતરમાં ન્યાયતંત્રએ આપેલા ચુકાદાઓને શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે સ્વીકાર્યા છે.

 

ડૉ. બી.આર. આંબેડકરે કહેલી વાત, “બંધારણ માત્ર વકીલનો દસ્તાવેજ નથી, પરંતુ આ જીવનનું વાહન છે અને તેની ભાવના હંમેશા યુગભાવના હોય છે”, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશની અદાલતો દ્વારા આ વિધાનને આગળ ધપાવવામાં આવે છે અને આપણી ધારાસભાઓ અને કારોબારીઓ દ્વારા આજે પણ તેને જીવંત રાખવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “તમામ પડકારો વચ્ચે પણ એકબીજાની મર્યાદાઓ સમજીને ઘણી વખત બંધારણના ત્રણ સ્તંભોએ દેશ માટે સાચો માર્ગ શોધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતની વિવિધ સંસ્થાઓએ આ પરંપરાને વધુ મજબૂત કરી છે.”

ડૉ. બી.આર. આંબેડકરે કહેલી વાત, “બંધારણ માત્ર વકીલનો દસ્તાવેજ નથી, પરંતુ આ જીવનનું વાહન છે અને તેની ભાવના હંમેશા યુગભાવના હોય છે”, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશની અદાલતો દ્વારા આ વિધાનને આગળ ધપાવવામાં આવે છે અને આપણી ધારાસભાઓ અને કારોબારીઓ દ્વારા આજે પણ તેને જીવંત રાખવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “તમામ પડકારો વચ્ચે પણ એકબીજાની મર્યાદાઓ સમજીને ઘણી વખત બંધારણના ત્રણ સ્તંભોએ દેશ માટે સાચો માર્ગ શોધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતની વિવિધ સંસ્થાઓએ આ પરંપરાને વધુ મજબૂત કરી છે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાંથી 1500 જેટલા નકામા કાયદા ઝડપી ગતિએ નાબૂદ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સમાજને વધુ મજબૂત કરતા ઘણા નવા કાયદા અમલમાં પણ લાવવામાં આવ્યા છે.

આ પરિષદમાં 'જેન્ડર જસ્ટ વર્લ્ડ’ની થીમ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દેશમાં કોઇપણ દેશ, કોઇપણ સમાજ જાતિગત ન્યાય વગર સંપૂર્ણ વિકાસ કરી શકતો નથી અને તે ન્યાય માટે દાવો પણ કરી શકતા નથી.” પ્રધાનમંત્રીએ દેશમાં જાતિગત સંતુલન લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સૈન્ય સેવાઓમાં દીકરીઓની ભરતી, ફાઇટર પાઇલટ્સની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર અને રાત્રીના સમયે પણ કામ કરવાની આઝાદી જેવા પરિવર્તનો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, આજે ભારત દુનિયાના અમુક જ એવા દેશોમાંથી એક છે જ્યાં દેશની વર્કિંગ વૂમનને ગર્ભાવસ્થા દરમિયાન 26 અઠવાડિયાની સવેતન રજા મળે છે.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવા બદલ અને આ મામલે સતત માર્ગદર્શન આપવા બદલ ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે બતાવી દીધુ છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ થઇ શકે છે.

ઝડપથી ન્યાય આપવા માટે ટેકનોલોજીની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની દરેક અદાલતોને ઇ-કોર્ટ એકીકૃત મિશન પ્રકારની પરિયોજના સાથે જોડાવા પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે ઉમેર્યું કે, “રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રીડની સ્થાપનાથી પણ અદાલતોની પ્રક્રિયા વધુ સરળ થઇ જશે.” તેમણે કહ્યું કે, આર્ટિફિઝિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય વિવેકબુદ્ધિ વચ્ચે તાલમેલથી ભારતમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ પ્રોત્સાહન મળશે.

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Bhupender Yadav writes: What the Sengol represents

Media Coverage

Bhupender Yadav writes: What the Sengol represents
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles loss of lives due to train accident in Odisha
June 02, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to train accident in Odisha.

In a tweet, the Prime Minister said;

"Distressed by the train accident in Odisha. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Spoke to Railway Minister @AshwiniVaishnaw and took stock of the situation. Rescue ops are underway at the site of the mishap and all possible assistance is being given to those affected."