પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.
પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ.2 લાખની એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000.આપવાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“હૃદય વ્યથિત છે કે મને વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના કારખાનામાં દુર્ઘટના વિશે જાણવા મળ્યું. આ મુશ્કેલ સમયમાં, મારા વિચારો તેમના પ્રિયજનો સાથે છે જેનું દુઃખદ અવસાન થયું છે. હું ઘાયલ થયેલા તમામ લોકો માટે ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું.
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”
It is with a heavy heart that I learnt about a mishap at a firecracker factory in Virudhunagar district. During this difficult time, my thoughts are with the loved ones of those who have tragically passed away. I wish a swift and full recovery for all who have been injured.
— PMO India (@PMOIndia) February 17, 2024
An…


