શેર
 
Comments
જેમની પ્રબળ ઇચ્છાશક્તિને કારણે ઝારખંડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તેવા શ્રી અટલ બિહારી વાજપેયીને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
“આઝાદીના આ અમૃતકાળમાં દેશે નક્કી કર્યું છે કે દેશ ભારતની આદિવાસી પરંપરાઓ અને તેની વીરતાની ગાથાઓને વધુ અર્થપૂર્ણ અને વધુ ભવ્ય ઓળખ આપશે”
“સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નાયકો અને નાયિકાઓના યોગદાનને દર્શાવતું આ મ્યુઝિયમ વિવિધતાથી ભરેલી આપણી આદિવાસી સંસ્કૃતિનું જીવંત સ્થળ બનશે.”
“ભગવાન બિરસા મુન્ડા સમાજ માટે જીવ્યા, તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે જીવનનું બલિદાન આપ્યું. તેથી જ તેઓ આજે પણ આપણા વિશ્વાસ અને આપણી લાગણીઓમાં ભગવાન તરીકે બિરાજે છે.”

ભારત સરકારે જાહેર કર્યું છે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજયંતી જનજાતિય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ પ્રસંગની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચી ખાતે આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત ગણને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના આ અમૃતકાળમાં દેશે નક્કી કર્યું છે કે દેશ ભારતની આદિવાસી પરંપરાઓ અને તેની વીરતાની ગાથાઓને વધુ અર્થપૂર્ણ અને વધુ ભવ્ય ઓળખ આપશે. “આ માટે એવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી દર વર્ષે 15મી નવેમ્બરે એટલે કે ભગવાન બિરસા મુન્ડાની જન્મજંયતીના દિવસને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.” તેમ આ ઐતિહાસિક દિવસની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શ્રી અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની પ્રબળ ઇચ્છાશક્તિને પરિણામે જ આજે ઝારખંડ રાજ્ય અસ્તિત્વમાં છે. “એ અટલ બિહારી વાજપેયી જ હતા જેમણે દેશની સરકારમાં આદિવાસી મંત્રાલયની અલગથી રચના કરી હતી અને દેશની નીતિઓ સાથે આદિવાસીઓના હિતોને સાંકળ્યા હતા.” તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુન્ડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની મ્યુઝિયમ માટે આદિવાસી સમાજ તથા દેશના તમામ નાગરિકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નાયકો અને નાયિકાઓના યોગદાનને દર્શાવતું આ મ્યુઝિયમ વિવિધતાથી ભરેલી આપણી આદિવાસી સંસ્કૃતિનું જીવંત સ્થળ બનશે.”
ભગવાન બિરસા મુન્ડાના વિઝન વિશે વાતચીત કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે ભગવાન બિરસા જાણતા હતા કે આધુનિકતાના નામે વિવિધતા, પ્રાચીન ઓળખ અને પ્રકૃતિ સાથે મિલન એ સમાજના કલ્યાણનો માર્ગ નથી. આ સાથે સાથે તેઓ આધુનિક શિક્ષણના સમર્થક હતા અને તેમનામાં તેમના પોતાના સમાજની ખરાબીઓ અને અક્ષતાઓ વિશે બોલવાની હિંમત પણ હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામનો ઉદ્દેશ્ય ભારતની સત્તાને સ્થાનાંતરિત કરવાનો છે, ભારત માટે નિર્ણય લેવાની શક્તિ ભારતીયોના હાથમાં છે. પણ તેની સાથે સાથે ‘ધરતી આબા’ માટેની લડત એ વિચારના વિરોધ માટેની લડત છે જે ભારતના આદિવાસી સમૂદાયની ઓળખને ભૂંસી નાખવા માગે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે “ભગવાન બિરસા મુન્ડા સમાજ માટે જીવ્યા, તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે જીવનનું બલિદાન આપ્યું. તેથી જ તેઓ આજે પણ આપણા વિશ્વાસ અને આપણી લાગણીઓમાં ભગવાન તરીકે બિરાજે છે. ”

‘ધરતી આબા આ પૃથ્વી પર લાંબો સમય રહી નથી પરંતુ તેમણે ટૂંકા જીવનગાળા દરમિયાન દેશનો સંપૂર્ણ ઇતિહાસ લખ્યો હતો અને ભારતના ઘડતરમાં દિશાસિંચન કર્યું હતું.’ તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
How MISHTI plans to conserve mangroves

Media Coverage

How MISHTI plans to conserve mangroves
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 માર્ચ 2023
March 21, 2023
શેર
 
Comments

PM Modi's Dynamic Foreign Policy – A New Chapter in India-Japan Friendship

New India Acknowledges the Nation’s Rise with PM Modi's Visionary Leadership