બંધારણ દિવસના અવસરે, આજે વહેલી સવારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ વાંચનમાં પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા; પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી-2 શ્રી શક્તિકાંત દાસ; પ્રધાનમંત્રીના સલાહકાર શ્રી તરુણ કપૂર અને પ્રધાનમંત્રીના વિશેષ સચિવ શ્રી અતીશ ચંદ્ર સહિત PMO ના અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
PMO Indiaના X હેન્ડલ પરની એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે:
“આજે વહેલી સવારે, બંધારણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા, પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી-2 શ્રી શક્તિકાંત દાસ, પ્રધાનમંત્રીના સલાહકાર શ્રી તરુણ કપૂર, પ્રધાનમંત્રીના વિશેષ સચિવ શ્રી અતીશ ચંદ્ર અને અન્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.”
Earlier today, on Constitution Day, the Preamble was read out in the Prime Minister's Office. Principal Secretary to the Prime Minister, Dr. PK Mishra, Principal Secretary-2 to PM, Shri Shaktikanta Das, Advisor to PM, Shri Tarun Kapoor, Special Secretary to PM, Shri Atish… pic.twitter.com/TN5VuBOSeu
— PMO India (@PMOIndia) November 26, 2025


