પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રયાગરાજમાં કુંભની મુલાકાત લેશે. તેઓ કુંભમાં ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ કાર્યક્રમમાં સહભાગી થશે, જેનું આયોજન પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે કર્યું છે.
પ્રધાનમંત્રી સફાઈ કર્મચારીઓ, સ્વચ્છાગ્રહીઓ, પોલિસ કર્મચારીઓ અને નાવિકોને ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ પુરસ્કાર એનાયત કરશે. સ્વચ્છ સેવા સન્માન બેનિફિટ પેકેજની ડિજિટલ જાહેરાત પણ થશે.
ત્યાર બાદ પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે. તેઓ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓ સાથે વાતચીત પણ કરશે.
આ વર્ષે પ્રયાગરાજમાં આયોજિત કુંભમાં સ્વચ્છતા અને સ્વચ્છ ભારતની પહેલો પર અભૂતપૂર્વ ધ્યાન કેન્દ્રત કરવામાં આવ્યું છે, આથી પ્રધાનમંત્રી કુંભમાં સ્વચ્છતા સુનિશ્ચિતતા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા લોકોનું ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ પુરસ્કારથી સન્માન કરશે.


