પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2018નાં રોજ સવારે 10.30 કલાકે ‘પોષણ-માહ’ કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશા, એએનએમ અને આંગણવાડીનાં લાખો કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

પોષણ માહ (પોષણ માટે સમર્પિત મહિનો) સંપૂર્ણ દેશમાં સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમનો લક્ષ્યાંક દેશનાં દરેક ઘરમાં મહત્તમ પોષણનો સંદેશ આપવાનો છે.

આ પ્રયાસ પોષણ અભિયાન (રાષ્ટ્રીય પોષણ મિશન)નાં લક્ષ્યાંકોને આગળ વધારશે. કેન્દ્ર સરકારે નવેમ્બર, 2017માં આ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ છે – સ્ટનિંગ, કુપોષણ, લોહીની ઊણપ અને જન્મ સમયે બાળકોનાં ઓછા વજનનાં સ્તરમાં ઘટાડો કરવાનો છે. પોષણ અભિયાન અંતર્ગત સરકારે સ્ટનિંગ, કુપોષણ, લોહીની ઊણપ અને જન્મ સમયે બાળકોનું વજન ઓછું કરવાનાં સ્તરમાં દર વર્ષે ક્રમશઃ 2 ટકા, 2 ટકા, 3 ટકા અને 2 ટકા ઘટાડાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

પ્રધાનમંત્રી આ અભિયાનથી સંબંધિત વિવિધ હિતધારકો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ પોષણ સાથે સંબંધિત સફળતાની વાતો વહેંચવાનો મંચ પણ સાબિત થશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vietnam group to invest $8.5 billion in Maharashtra

Media Coverage

Vietnam group to invest $8.5 billion in Maharashtra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 એપ્રિલ 2026
April 08, 2026

Bold Vision, Tangible Wins: PM Modi’s India Leads in AI, EVs, Nuclear & Inclusive Entrepreneurship