PM to inaugurate the Dr. Ambedkar International Centre tomorrow

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જનપથ દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે સવારે 11 વાગે હું 15 જનપથ, દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરીશ. આ પ્રસંગ વધારે વિશેષ છે, કારણ કે મને આ સેન્ટરનું શિલારોપણ કરવાની તક મળી હતી. આપણી રાષ્ટ્રીય રાજધાનીનાં હાર્દમાં ડો. આંબેડકરને આ યોગ્ય શ્રદ્ધાંજલિ છે. ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર બૌદ્ધ સંપ્રદાયનું જોડાણ છે અને સમકાલીન સ્થાપત્ય છે. તેમાં સેમિનાર અને કોન્ફરન્સ હોલ સામેલ છે. તેમાં ત્રણ ઓડિટોરિયમ અને ડિજિટલ પુસ્તકોનાં ખજાના સાથે વિસ્તૃત પુસ્તકાલય છે. આવતીકાલે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ થશે. આ સંસ્થા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે તેમજ યુવાનો વચ્ચે સંશોધન, મૌલિક વિચારસરણીને પ્રોત્સાહન આપશે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Amrit Bharat Station Scheme: Railways upgrades 10 stations at Rs 424 crore

Media Coverage

Amrit Bharat Station Scheme: Railways upgrades 10 stations at Rs 424 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting significance of mutual dependence
July 14, 2026

The Prime Minister, Shri Narendra Modi shared a Sanskrit Subhashitam-

“प्रभया हि विना यद्वद् भानुरेष न विद्यते।

प्रभा च भानुना तेन सुतरां तदुपाश्रया॥”

The Subhashitam conveys that just as the Sun cannot be perceived without its light, so too light cannot exist without the Sun. Thus, the entire existnce and power of the Sun and its light are entirely dependent upon each other.

The Prime Minister wrote on X;

प्रभया हि विना यद्वद् भानुरेष न विद्यते।

प्रभा च भानुना तेन सुतरां तदुपाश्रया॥