પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4.45 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’નું ઉદ્ઘાટન કરશે.

આ પરિષદના ઉદ્ઘાટન સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને અહીં આપેલ લિંક પર તેને નિહાળી શકાશે.

https://pmindiawebcast.nic.in/

પૃષ્ઠભૂમિ:

ભારતમાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોના ઉપક્રમે દર વર્ષે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઉજવાતા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ના ઉપલક્ષમાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવે છે. આ પરિષદમાં યોજવામાં આવતી પ્રવૃત્તિઓમાં સતર્કતા સંબંધિત મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હોય છે જેનો ઉદ્દેશ લોકોમાં જાગૃત્તિનો પ્રસાર કરવાનો અને લોકભાગીદારી દ્વારા સાર્વજનિક જીવનમાં અખંડતા અને પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરવાનો હોય છે.

આ ત્રણ દિવસીય પરિષદમાં વિદેશી ન્યાયક્ષેત્રોમાં તપાસ સંબંધિત પડકારો; ભ્રષ્ટાચાર વિરુદ્ધ પદ્ધતિસર અંકુશ માટે નિવારાત્મક સતર્કતા; આર્થિક સમાવેશિતા માટે પદ્ધતિસર સુધારા અને બેંકોના કૌભાંડો રોકવા; વિકાસના એન્જિન તરીકે અસરકારક ઓડિટ; ભ્રષ્ટાચાર વિરોધી લડતને વેગ આપવા માટે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારા; ક્ષમતા નિર્માણ અને તાલીમ; ઝડપી અને વધુ અસરકારક તપાસ સક્ષમકર્તા તરીકે બહુવિધ એજન્સી સંકલન; આર્થિક ગુનાખોરીમાં ઉભરતા વલણો, સાઇબર ગુના અને આંતરરાષ્ટ્રીય સુનિયોજિત ગુનાખોરી-નિયંત્રણમાં લેવાના પગલાં અને ગુના અન્વેષણ એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ કામગીરીઓનું આદાનપ્રદાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પરિષદમાં નીતિ ઘડનારાઓ અને પ્રેક્ટિશનરો એક સહિયારા મંચ પર આવશે અને પદ્ધતિસર સુધારા તેમજ નિવારાત્મક સતર્કતા પગલાંઓ દ્વારા ભ્રષ્ટાચાર નાથવાના સક્ષમકર્તાઓ તરીકે કામ કરશે જેથી સારા સુશાસન અને જવાબદારીપૂર્ણ પ્રશાસનની શરૂઆત થઇ શકે. ભારતમાં ઇઝ ઓફ ડુઇંગને સક્ષમ કરવા માટે આ નોંધપાત્ર યોગદાનકર્તા પરિબળ છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER), MoS PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, અણુ ઉર્જા અને અવકાશ, ડૉ. જીતેન્દ્રસિંહ આ પ્રસંગે પ્રારંભિક સત્રમાં સંબોધન આપશે.

આ પરિષદમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો, સતર્કતા બ્યૂરો, આર્થિક ગુનાખોરી શાખા/CIDના વડાઓ; COV, CBIના અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. ઉદ્ઘાટન સત્રમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGsP પણ ઉપસ્થિત રહેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળના બહાદુર સહભાગીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કર્યા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કરીને તેમની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ રહેશે. મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી આપણા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.”