શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇન, સંયુક્ત આરબ અમિરાત (યુએઇ) અને ઓમાનનાં પ્રવાસે જતાં અગાઉ આપેલું નિવેદન નીચે મુજબ છે.

“હું 9 થી 12 ફેબ્રુઆરી પેલેસ્ટાઇન, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનની દ્વિપક્ષીય મુલાકાત લઇશ.

મને વર્ષ 2015થી અત્યાર સુધીમાં ચોથી વખત ખાડીનાં દેશો અને પશ્ચિમ એશિયાની મુલાકાત લેવાની ખુશી છે. આ વિસ્તાર આપણાં દેશનાં આંતરરાષ્ટ્રીય સંબંધમાં પ્રાથમિકતા ધરાવે છે. આપણે આ દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં ગાઢ સંબંધો ધરાવીએ છીએ.

આ મુલાકાતની શરૂઆત જોર્ડન મારફતે 10 ફેબ્રુઆરીનાં રોજ પેલેસ્ટાઇનથી શરૂ થશે. આ પ્રવાસ માટે આવશ્યક સુવિધા પ્રદાન કરવા માટે હું જોર્ડનનાં હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લાહ બીજાનો આભારી છું. હું 9 ફેબ્રુઆરીનાં રોજ અમ્માનમાં તેમને મળવા આતુર છું.

પેલેસ્ટાઇનની મારી મુલાકાત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હશે. હું પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ચર્ચા કરવા આતુર છું તથા પેલેસ્ટાઇનનાં લોકો અને પેલેસ્ટાઇનનાં વિકાસ માટે સાથસહકારની ખાતરી આપું છું.

હું 10 અને 11 ફેબ્રુઆરીનાં રોજ યુએઇની મુલાકાત લઈશ. મેં અગાઉ ઓગસ્ટ, 2015માં યુએઇની મુલાકાત લીધી હતી. યુએઇ આપણો વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભાગીદાર દેશ, જેની સાથે આપણે અર્થતંત્ર, ઊર્જા, ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી અને સુરક્ષા સહિત તમામ મુખ્ય ક્ષેત્રોમાં સાથસહકારનાં સંબંધો ધરાવીએ છીએ. હું યુએઇનાં ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી તથા દુબઈનાં શાસક હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ તેમજ અબુ ધાબીનાં ક્રાઉન પ્રિન્સ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બેઠકોમાં વિવિધ ક્ષેત્રોમાં ભારતે કરેલી પ્રગતિની ચર્ચા કરીશ.

યુએઇનાં નેતૃત્વનાં આમંત્રણ પર હું દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટની છઠ્ઠી એડિશનને સંબોધિત કરીશ. આ સમિટમાં ભારત ગેસ્ટ કન્ટ્રી ઓફ ઓનર છે.

આ જ દિવસે હું દુબઈમાં યુએઇ અને આરબ જગતનાં અગ્રણી સીઇઓને પણ મળીશ તથા તેમને ભારતમાં રહેલી વિસ્તૃત આર્થિક તકો જણાવીશ અને વ્યાવસાયિક જોડાણ સાથે વધુ સહયોગ સાધવા માટે સંયુક્તપણે શું થઈ શકશે એ અંગે ચર્ચા કરીશ.

 ઓમાન નજીકનો દરિયાઈ પડોશી દેશ છે, જેની સાથે આપણે ઉત્કૃષ્ટ સંબંધો ધરાવીએ છીએ. હું ઓમાનનાં સુલ્તાન હિઝ મેજેસ્ટી અને અન્ય મુખ્ય નેતાઓ સાથે વાટાઘાટ કરીશ. હું ઓમાનનાં અગ્રણી વ્યાવસાયિકો સાથે ભારત સાથે મજબૂત આર્થિક અને વેપારી સંબંધો વિકસાવવા અંગે પણ ચર્ચા કરીશ.

હું 11-12 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ વખત ઓમાનની મુલાકાત લઈશ. ભારત અને ઓમાન વચ્ચે સદીઓથી સંબંધો છે અને બંને દેશો લોકો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં આદાનપ્રદાન થઈ રહ્યું છે.

હું 11 ફેબ્રુઆરીની સાંજે ઓમાનનાં સુલ્તાન હિઝ મેજેસ્ટી સાથે બેઠક યોજીશ. હું ઓમાનની કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સનાં નાયબ પ્રધાનમંત્રી એચએચ સૈયદ ફાહદ બિન મહમૂદ અલ સૈયદ તથા આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર સંબંધિત બાબતોનાં નાયબ પ્રધાનમંત્રી એચએચ સૈયદ અસાદ બિન તારિક અલ સૈયદને પણ મળીશ. અમે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીશું અને આપણાં સદીઓ જૂનાં સંબંધોને વધારવા માટે સંભવિત પગલાંની ચર્ચા કરીશું.

હું 12મી ફેબ્રુઆરીનાં રોજ ભારત સાથે આર્થિક અને વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરવા ઓમાનનાં અગ્રણી વ્યાવસાયિકો સાથે ચર્ચા કરીશ.

ઓમાન અને યુએઇ એમ બંને દેશોમાં મને મોટી સંખ્યામાં ભારતીયોને મળવાની તક મળશે, જેમણે આ દેશોને તેમનું ઘર બનાવી લીધું છે. ખાડીનાં દેશોમાં 90 લાખથી વધારે ભારતીયો કામ કરે છે અને રહે છે, જેમાંથી એક તૃતિયાંશ કે 33 ટકા લોકો ફક્ત યુએઇમાં જ સ્થાયી થયા છે. ઓમાનમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો વસે છે.

ભારત અને ખાડીનાં દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો માટે ભારતીય ડાયસ્પોરા સેતુરૂપ છે. તેઓ આ દેશોમાં સમૃદ્ધિ અને પ્રગતિમાં સક્રિયપણે સહભાગી પણ છે.

હું આ મુલાકાત મારફતે પશ્ચિમ એશિયા અને ખાડીનાં દેશો સાથે ભારતનાં વધતાં અને મહત્ત્વપૂર્ણ સંબંધોને વધારે ગાઢ બનાવવા આતુર છું.”

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
BRICS summit to focus on strengthening counter-terror cooperation: PM Modi

Media Coverage

BRICS summit to focus on strengthening counter-terror cooperation: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Here are the Top News Stories for 13th November 2019
November 13, 2019
શેર
 
Comments

Top News Stories is your daily dose of positive news. Take a look and share news about all latest developments about the government, the Prime Minister and find out how it impacts you!