શેર
 
Comments
છેલ્લા દસ વર્ષમાં ભારતમાં જંગલ કવરમાં અંદાજે 30 લાખ હેક્ટર ઉમેરો કરાયો, દેશના કુલ વિસ્તારનો ચોથા ભાગ જેટલા સંયુક્ત જંગલ વિસ્તારમાં વધારો કરાયોઃ પ્રધાનમંત્રી
ભારત જમીનના ધોવાણની નૈસર્ગિકતા પ્રત્યેની તેની રાષ્ટ્રીય વચનબદ્ધતા હાંસલ કરવાના માર્ગે આગળ ધપી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
કાર્બન ડાયોક્સાઇડ જેટલો જ 2.5થી 3 અબજ ટન જેટલો વધારાનો કાર્બન સિંકનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે 2030 સુધીમાં 26 લાખ હેક્ટર જેટલી ધોવાણ પામેલી જમીને પુનઃસ્થાપિત કરવાનો ભારતનો લક્ષ્યાંક છે
જમીન ધોવાણના મુદ્દા તરફ વૈજ્ઞાનિક અભિગમને પ્રમોટ કરવા ભારતમાં સેન્ટર ઓફ એક્સેલન્સની રચના કરાશે
આપણી ભાવિ પેઢી માટે તંદુરસ્ત વિશ્વ છોડી જવું તે આપણી પવિત્ર ફરજ છેઃ પ્રધાનમંત્રી

a

એક્સલન્સી, સામાન્ય સભાના પ્રમુખ

એક્સલન્સીઝ, મહિલાઓ અને સદગૃહસ્થો

નમસ્તે

આ ઉચ્ચ સ્તરીય સંવાદ આયોજિત કરવા બદલ હું સામાન્ય સભાના પ્રમુખનો આભાર માનું છું.

તમામ જીવો અને આજીવિકાઓ માટે ભૂમિ એ મૂળભૂત નિર્માણ એકમ કે શિલા છે. અને આપણે બધાં સમજીએ છીએ કે જીવનનું જાળું એક આંતરિક રીતે જોડાયેલી પ્રણાલિ તરીકે કાર્ય કરે છે. દુ:ખની વાત એ છે કે જમીનની અવનતિ આજે બે તૃતિયાંશ વિશ્વને અસર કરે છે. જો એને અટકાવવામાં નહીં આવે તો એ આપણા સમાજો, અર્થતંત્રો, ખાદ્ય સલામતી, આરોગ્ય, સલામતી અને જીવનની ગુણવત્તાના પાયાને જ કોરી ખાશે. એટલે, આપણે જમીન અને એના સંસાધનો પરના ભયાનક દબાણને ઘટાડવું જ પડશે. સ્પષ્ટ રીતે, આપણી સમક્ષ ઘણું બધું કાર્ય પડેલું છે. પરંતુ આપણે એ કરી શકીએ છીએ. આપણે એ ભેગા મળીને કરી શકીએ છીએ.

શ્રીમાન  પ્રમુખ,

ભારતમાં, અમે ભૂમિને હંમેશા મહત્વ આપ્યું છે અને પવિત્ર ધરતીને અમે અમારી માતા ગણીએ છીએ. જમીનની અવનતિના મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય મંચો પર ઉજાગર કરવામાં ભારતે આગેવાની લીધી છે. 2019ના દિલ્હી જાહેરનામામાં જમીન પર વધુ સારો પ્રવેશ અને ફરજોનો અનુરોધ કરાયો હતો અને જાતિ-સંવેદનશીલ સર્વાંગી પરિવર્તનશીલ પરિયોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આનાથી સંયુક્ત વન ક્ષેત્ર વધીને દેશના કુલ ક્ષેત્રના લગભગ ચોથા ભાગનું થયું છે.

અમે જમીન અવનતિ તટસ્થતાની અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના માર્ગે છીએ. અમે 2030 સુધીમાં 26 મિલિયન હૅક્ટર્સ અવનતિ પામેલી જમીનોના પુન:સ્થાપન પ્રતિ પણ કાર્ય કરી રહ્યા છીએ. આ 2.5 થી 3 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડના સમકક્ષ વધારાનું કાર્બન ઘટાડવાનું હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતામાં યોગદાન આપશે.

અમે માનીએ છીએ કે જમીનનું પુન:સ્થાપન સારી ધરા તંદુરસ્તી, વધારાયેલી જમીનની ફળદ્રુપતા, ખાદ્ય સલામતી અને સુધારેલી આજીવિકાના સદગુણી ચક્રને શરૂ કરી શકે છે. ભારતના ઘણા ભાગોમાં, અમે કેટલાંક નવતર અભિગમ હાથ ધર્યા છે. માત્ર એક ઉદાહરણ આપવા કહું તો, ગુજરાતના કચ્છના રણમાં બન્ની પ્રદેશ એક્દમ વધારે અવનતિવાળી જમીનથી પીડાતો હતો અને બહુ ઓછો વરસાદ પડતો હતો. એ પ્રદેશમાં, ઘાસસ્થળો વિક્સાવીને જમીન પુન:સ્થાપન કરવામાં આવ્યું, એનાથી જમીન અવનતિ તટસ્થતા હાંસલ કરવામાં મદદ મળે છે. પશુ સંવર્ધનને ઉત્તેજન દ્વારા આજીવિકાને અને તે ગોવાળ પ્રવૃત્તિઓને પણ સમર્થન આપે છે. એ જ ભાવનાથી, આપણે સ્વદેશી ટેકનિક્સને ઉત્તેજન આપીને જમીન પુન:સ્થાપન માટે અસરકારક વ્યૂહરચનાઓ ઘડી કાઢવાની જરૂર છે.

શ્રીમાન પ્રમુખ,

વિકસતા વિશ્વને જમીન અવનતિ વિશેષ પડકાર ઊભો કરે છે. દક્ષિણ-દક્ષિણ સહકારની ભાવનામાં, ભારત સાથી વિકસતા દેશોને જમીન પુન:સ્થાપન વ્યૂહરચનાઓ વિક્સાવવામાં મદદ કરી રહ્યું છે. ભારતમાં જમીન અવનતિના મુદ્દાઓ તરફ વૈજ્ઞાનિક અભિગમને ઉત્તેજન આપવા એક સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના થઈ રહી છે.

 

શ્રીમાન પ્રમુખ,

માનવીય પ્રવૃત્તિઓના કારણે ભૂમિને થયેલા નુક્સાનને પલટાવવાની માનવજાતની સામૂહિક જવાબદારી છે. આપણી ભાવિ પેઢીઓ માટે તંદુરસ્ત ધરા છોડી જવાની આપણી પવિત્ર ફરજ છે. એમના ખાતર અને આપણા માટે,હું આ ઉચ્ચ સ્તરીય સંવાદમાં ફળદ્રુપ મસલતો માટે મારી શુભકામનાઓ પાઠવું છું.

આભાર,

ખૂબ ખૂબ આભાર.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Nari Shakti finds new momentum in 9 years of PM Modi governance

Media Coverage

Nari Shakti finds new momentum in 9 years of PM Modi governance
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 28th May 2023
May 28, 2023
શેર
 
Comments

New India Unites to Celebrate the Inauguration of India’s New Parliament Building and Installation of the Scared Sengol

101st Episode of PM Modi’s ‘Mann Ki Baat’ Fills the Nation with Inspiration and Motivation