QuoteNitrogen generating plants to be converted to generate oxygen
QuoteThis process is underway in 14 industries. More plants being identified
QuoteFurther 37 Nitrogen plants have been also identified for conversion
QuoteThis step will complement other measures to boost availability of Oxygen

કોવિડ–19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં ભારત સરકાર ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે હાલના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં પરિવર્તિત કરવાની શક્યતા ચકાસી રહી છે. જ્યાં હાલમાં નાઇટ્રોજન પ્લાન્ટ છે તેવા સંભવિત ઉદ્યોગો ઓક્સિજનના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય તે નિશ્ચિત કરાશે.

પ્રધાનમંત્રીએ યોજેલી બેઠકમાં વર્તમાન પ્રેસર સ્વિંગ એડસોર્પ્શન (પીસએ) નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં પ્લાન્ટમાં તબદીલ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. નાઇટ્રોજન પ્લાન્ટમાં કાર્બન મોલેક્યુલર સિવી (સીએમએસ)નો ઉપયોગ થતો હોય છે જ્યારે ઓક્સિજનના ઉત્પાદન માટે ઝિયોલાઇટ મોલેક્યુલર સિવી (ઝેડએમએસ)નો ઉપયોગ થાય છે. આથી જ ઝેડએમએસને સ્થાન સીએમએસ અને ઓક્સિજન એનલાઇઝર, કન્ટ્રોલ પેનલ સિસ્ટમ, ફ્લો વાલ્વ જેવા કેટલાક પરિવર્તન હાથ ધરીને નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનના ઉત્પાદનમાં પરિવર્તિત કરી શકાય છે.

વિવિધ ઉદ્યોગો સાથે મસલત કર્યા બાદ એવા 14 ઉદ્યોગો નિશ્ચિત કરાયા છે જ્યાં પ્લાન્ટને પરાવર્તિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત ઉદ્યોગના એસોસિયેશનની મદદથી વધુ 37 નાઇટ્રોજન પ્લાન્ટ પણ નિશ્ચિત કરાયા છે.

નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનના ઉત્પાદન માટે કાં તો નજીકની હોસ્પિટલમાં લઈ જવાશે અથવા તો જો પ્લાન્ટને શિફ્ટ કરવા અનુકૂળ નહીં હોય તો તેનો ઉપયોગ સ્થળ પર જ ઓક્સિજનના ઉત્પાદન માટે કરાશે જેને વિશેષ વેસેલ્સ/સિલિન્ડર મારફતે ટ્રાન્સપોર્ટ કરાશે.

પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, માર્ગ, વાહન વ્યવહાર અને હાઇવેના સચિવ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Building AI for Bharat

Media Coverage

Building AI for Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Gujarat Governor meets Prime Minister
July 16, 2025

The Governor of Gujarat, Shri Acharya Devvrat, met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The PMO India handle posted on X:

“Governor of Gujarat, Shri @ADevvrat, met Prime Minister @narendramodi.”