QuotePM Modi reviews progress of key infrastructure sectors including PMGSY, housing, coal and power
QuotePositive impact of housing on the lives of the beneficiaries should be suitably examined and the focus should be on improving their quality of life: PM Modi
QuotePM Modi calls for renewed efforts towards underground mining and coal gasification through infusion of latest technology inputs

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પીએમજીએસવાય, હાઉસિંગ, કોલસા અને વીજ સહિત મુખ્ય માળખાગત ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. લગભગ અઢી કલાક ચાલેલી આ સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ), નીતિ આયોગ અને ભારત સરકારનાં માળખાગત મંત્રાલયોનાં ટોચનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

|

નીતિ આયોગનાં સીઈઓએ કરેલ પ્રેઝન્ટેશન દરમિયાન જાણકારી મળી હતી કે, કેટલાંક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધી 81 ટકા લક્ષિત રહેઠાણો આશરે 1.45 લાખને જોડાણ મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિયત સમયમર્યાદામાં હજુ ન જોડાયેલા રહેઠાણોને જોડવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કામ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ વર્ષ દરમિયાન અસરકારક રીતે થવો જોઈએ. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, કેન્દ્રિય બજેટ રજૂ કરવાની તારીખ આગળ કરવાથી કામગીરીમાં વધુ સુધારો કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીને મેરી સડક એપ પર પ્રાપ્ત ફરિયાદોનો ઝડપી નિકાલ કરવાની જાણકારી આપવામાં આવી હતી. એમણે ફરિયાદોનું વિસ્તૃત વિશ્લેષણ કરવા જણાવ્યું હતું, જેથી જરૂર પડે ત્યારે સમયસર પગલાં લઈ શકાય.

|

વર્ષ 2019 સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડ મકાનોનું નિર્માણ કરવા માટેની યોજનામાં પ્રગતિ કરવાની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓનાં જીવન પર મકાનની સકારાત્મક અસર અનુકૂળ રીતે ચકાસવી પડશે અને તેમાં જીવનની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

 કોલસાનાં ક્ષેત્રની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ લેટેસ્ટ ટેકનોલોજી ઈનપુટનો ઉપયોગ કરીને ભૂગર્ભ માઈનિંગ અને કોલસાનાં ગેસિફિકેશન તરફ નવેસરથી પ્રયાસો કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીને ગ્રામીણ વીજળીકરણ અને ઘરગથ્થું વીજળીકરણ માટેનાં લક્ષ્યાંકો તરફ થયેલી પ્રગતિની જાણકારી આપવામાં આવી હતી.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Rs 4,31,138 Crore: How Govt Achieved The Big Savings Figure From Direct Benefit Transfer

Media Coverage

Rs 4,31,138 Crore: How Govt Achieved The Big Savings Figure From Direct Benefit Transfer
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 06 ઓગસ્ટ 2025
August 06, 2025

From Kartavya Bhavan to Global Diplomacy PM Modi’s Governance Revolution