Not only South Korean companies are strengthening our ‘Make in India’ mission but they are also generating employment opportunities: PM
Our focus is on enhancing the Special Strategic Partnership: PM Modi at Joint press meet with President Moon Jae-in of South Korea

મહામહિમ રાષ્ટ્રપતિ મૂન,

અહીં ઉપસ્થિત દરેક મહાનુભાવો,

મીડિયાના સાથિયો,

રાષ્ટ્રપતિ મૂનની ભારતની પહેલી રાજકીય યાત્રા પર તેમનું સ્વાગત કરવું મારા માટે ખૂબ આનંદનો વિષય છે.

લગભગ એક વર્ષ પહેલા હું પહેલી વખત રાષ્ટ્રપતિ મૂનને હેમ્બર્ગમાં જી-20 શિખર સંમેલન દરમિયાન મળ્યો હતો અને તે સમયે મેં એમને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આજે આખું વિશ્વ કોરિયા દ્વીપકલ્પમાં થઈ રહેલી ઘટનાઓને ખૂભ ઝીણવટથી જોઈ રહ્યું છે. એવામાં, તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે ભારતની યાત્રા માટે સમય ફાળવ્યો છે. અને એટલે જ હું તેમનું ખાસ કરીને અભિનંદન પાઠવું છું.

મિત્રો,

કદાચ ઓછા લોકો જાણતા હશે કે ભારત અને કોરિયાનો સંબંધ એક પ્રકારે પારિવારિક સંબંધ છે. સદીઓ પહેલા અયોધ્યાની એક રાજકીમારી, પ્રિન્સેસ સૂરી-રત્નાના લગ્ન કોરિયાના રાજા સાથે થયા હતા. અને તમને જાણીને આશ્ચર્ય થશે, કે આજે પણ કોરિયામાં લાખો લોકો પોતાને એ જ વંશના માને છે. આધુનિક કાળમાં પણ, ભારત અને કોરિયાના મજબૂત સંબંધો રહ્યાં છે. કોરિયામાં યુદ્ધના સમયે, ભારતની પેરાશૂટ ફિલ્ડ એમ્બ્યુલન્સ યુનિટના કાર્યની પ્રશંસા આજે પણ થાય છે.

મિત્રો,

કોરિયા પ્રજાસત્તાકની આર્થિક અને સામાજિક પ્રગતિ વિશ્વમાં એક અનન્ય ઉદાહરણ છે. કોરિયાના જનમાનસે બતાવ્યું છે કે જો કોઈ દેશ એક સમાન દ્રષ્ટિ અને ઉદ્દેશ પ્રત્યે વચનબદ્ધ થઈ જાય તો અસંભવ લાગતા લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકે છે.

કોરિયાની આ પ્રગતિ ભારત માટે પણ પ્રેરણાદાયક છે અને એ ખૂબ પ્રસન્નતાનો વિષય છે કે કોરિયાની કંપનીઓએ ભારતમાં ન માત્ર મોટા સ્તર પર રોકાણ કર્યું છે, પરંતુ આપણા મેક ઈન ઈન્ડિયા અભિયાન સાથે જોડાઈને ભારતમાં રોજગારની તકો ઉભી કરી છે. કોરિયાઈ કંપનીઓએ ગુણવત્તા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાથી તેમના ઉત્પાદન માટે ભારતમાં ઘેર-ઘેર પોતાની ઓળખ બનાવી છે.

મિત્રો,

આજે અમારી વાતચીતમાં અમે ન માત્ર પોતાના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી છે, પરંતુ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારોની પણ ખુલીને ચર્ચા કરી. હું સમજુ છું કે નીતિગત સ્તર પર, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને કોરિયા પ્રજાસત્તાકની નવી દક્ષિણી રણનીતિમાં સ્વાભાવિક એકરસતા છે અને હું રાષ્ટ્રપતિ મૂનના આ વિચારોનું હાર્દિક સ્વાગત કરું છું કે ભારત અને કોરિયા પ્રજાસત્તાકના સંબંધો તેમની નવી દક્ષિણી રણનીતિનો એક આધાર સ્તંભ છે.

અમારી વાતચીતના પરિણામ સ્વરૂપ એક વિઝન સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અમારું ધ્યાન આપણી ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર છે. આ સંબંધનો એક આધાર આપણો આર્થિક અને વ્યાપારિક સંબંધ છે. આજે કેટલોક સમય અમે બંને દેશોના મુખ્ય સીઈઓને મળીશું. મને આશા છે કે આપણી ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ લીંકને વધુ મજબૂત કરવા આપણને તેમના તરફથી વધુ સૂચનો મળશે.

મને પ્રસન્નતા છે કે આપણે આપણી વ્યાપક આર્થિક ભાગીદારી સંધિને સુધારવાની દિશામાં આજે પ્રારંભિક હાર્વેસ્ટ પેકેજના રૂપમાં એક ખાસ પગલા ભર્યા છે. આપણા સંબંધોના ભવિષ્ય તરફ અને વિશ્વમાં થઈ રહેલા ઝડપી તકનીકી પરિવર્તનને જોતા અમે સાથે મળીને નવોન્મેષ સહકાર કેન્દ્રની સ્થાપના અને ભવિષ્ય રણનીતિ જુથની રચના કરવાનો પણ નિર્ણય લીધો છે.

મિત્રો,

કોરિયા દ્વીપકલ્પની શાંતિ પ્રક્રિયાને ગતિ આપવાનો, તેને માર્ગ પર રાખવાનો અને તેમાં પ્રગતિનો, સંપૂર્ણ શ્રેય રાષ્ટ્રપતિ મૂનને જાય છે. હું માનું છું કે જે સકારાત્મક વાતાવરણ બન્યું છે, તે રાષ્ટ્રપતિ મૂનના જ અથાગ પ્રયાસોનું પરિણામ છે. આ પ્રગતિ માટે હું રાષ્ટ્રપતિ મૂનને અભિનંદન પાઠવું છું. આજની અમારી વાતચીતમાં મેં તેમને જણાવ્યું કે પૂર્વોત્તર અને દક્ષિણ એશિયામાં અણુ  પ્રસાર લિંક ભારત માટે પણ ચિંતાનો વિષય છે અને એટલે જ, આ શાંતિ પ્રક્રિયાની સફળતામાં ભારત પણ એક હિતધારક છે.

તણાવ ઓછો કરવામાં જે પણ સહયોગ થઈ શકશે અમે આવશ્યક કરીશું અને એટલે જ અમે અમારી સલાહ અને સમન્વયની ગતિને વધારવાનો નિર્ણય કર્યો છે. સચિવ સ્તરે 2+2 સંવાદ અને મંત્રી સ્તરના સંયુક્ત આયોગની આગામી મુલાકાતો આ સંદર્ભમાં ઘણી મહત્વપૂર્ણ રહેશે.

મિત્રો,

હું ફરી એકવાર રાષ્ટ્રપતિ મૂન, તેમની ધર્મપત્ની અને પ્રતિનિધિમંડળના દરેક સભ્યોનું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. આવનારા સમયમાં તેમના દરેક શાંતિ પ્રયાસોમાં સફળતા માટે હું મારા તરફથી અને સવા સો કરોડ હિન્દુસ્તાનીઓ તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

દાસી-માન્નાયો (ફરી મળીશું)

ગોમ્પ-સુમનિદા. (તમારો આભાર)

ફરી મળીશું.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
IMF retains India's economic growth outlook for FY26 and FY27 at 6.5%

Media Coverage

IMF retains India's economic growth outlook for FY26 and FY27 at 6.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 જાન્યુઆરી 2025
January 18, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Sustainable Growth through the use of Technology and Progressive Reforms