QuotePM attends closing ceremony of the Birth Centenary Celebration of the 19th Kushok Bakula Rinpoche in Leh
QuotePM unveils plaque to mark the commencement of work on the Zojila Tunnel

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરન એક દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કે લેહ આવી પહોંચ્યા હતા.

તેમણે લેહમાં 19માં કુશોક બાકુલા રિનપોચેની જન્મશતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. એ જ કાર્યક્રમમાં તેમણે જોજિલા ટનલનાં કાર્યારંભને દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું.

|

14 કિમી લાંબી જોજિલા ટનલ એ ભારતની સૌથી લાંબી માર્ગ ટનલ અને એશિયાની સૌથી લાંબી બંને બાજુની ટનલ બનશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરના કેન્દ્રીય મંત્રીમંડળે આ વર્ષની શરૂઆતમાં બાલટાલ અને મીનામાર્ગ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1એના શ્રીનગર લેહ વિભાગમાં કુલ 6800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ ટનલના નિર્માણ, સંચાલન અને નિભાવ માટેની મંજુરી આપી હતી. આ ટનલનું નિર્માણ થતા શ્રીનગર, કારગીલ અને લેહ વચ્ચે બધી જ ઋતુમાં સંપર્કો યથાવત સ્થાપિત રહેશે. તે જોજિલા પાસને પાર કરવા માટે અત્યારે સાડા ત્રણ કલાકનો સમય લાગે છે, જે ઓછો થઇ15 મિનીટ થઇ જશે. તેના વડે આ પ્રદેશનું સંપૂર્ણપણે આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક સંકલન પણ સધાશે. તેનું વ્યુહાત્મક મહત્વ પણ ઘણું છે.

|

આ પ્રસંગે એક વિશાળ જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ 19માં કુશોક બાકુલા રિનપોચેના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમનું જીવન લોકોની સેવા માટે સમર્પિત હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે 19માં કુશોક બાકુલા રિનપોચેએ પોતાની જાતને એક અસાધારણ રાજદ્વારી તરીકે સ્થાપિત કરી હતી. તેમણે નોંધ્યું કે મંગોલિયાની તેમની મુલાકાત દરમિયાન તેમણે તે દેશ માટે તેમની જે સદભાવના હતી તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

|
 

શ્રી નરેન્દ્ર મોદીએ એ બાબત અંગે ખુશી વ્યક્ત કરી કે આજે તેઓ જમ્મુ અને કાશ્મીરના ત્રણ પ્રાંતોની મુલાકાત લઇ રહ્યા છે.

|
|

તેમણે કહ્યું કે જમ્મુ અને કશ્મીર રાજ્ય 25,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના પરિયોજનાઓ મેળવવા જઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ યોજનાઓનો રાજ્યના લોકો પર હકારાત્મક પ્રભાવ પડશે.

  • Harish Awasthi March 12, 2024

    अबकी बार तीसरी बार मोदी सरकार
  • Babla sengupta December 30, 2023

    Babla sengupta
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Apple’s biggest manufacturing partner Foxconn expands India operations: 25 million iPhones, 30,000 dormitories and …

Media Coverage

Apple’s biggest manufacturing partner Foxconn expands India operations: 25 million iPhones, 30,000 dormitories and …
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 મે 2025
May 23, 2025

Citizens Appreciate India’s Economic Boom: PM Modi’s Leadership Fuels Exports, Jobs, and Regional Prosperity