Relationship between India and the Netherlands is based on the shared values of democracy and rule of law: PM
Approach of India and the Netherlands towards global challenges like climate change, terrorism and pandemic are similar: PM

મહામહિમ,

નમસ્કાર અને તમારા વિચારો માટે ખૂબ ધન્યવાદ.

તમારા નેતૃત્વમાં તમારા પક્ષનો સતત ચોથી વાર વિજય થયો છે. આ બદલ મેં ટ્વિટર પર તરત તમને અભિનંદન આપ્યા હતા, પણ આજે વર્ચ્યુઅલ માધ્યમથી મળ્યાં છો તો હું તમને ફરી એક વાર અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું.

મહામહિમ,

આપણા બંને દેશોનો સંબંધ લોકશાહી અને કાયદાના શાસન જેવા સહિયારા મૂલ્યો પર આધારિત છે. આબોહવામાં પરિવર્તન, આતંકવાદ, રોગચાળો જેવા આંતરરાષ્ટ્રીય પડકારો પર આપણો અભિગમ એકસરખો છે. ભારત-પ્રશાંત વિસ્તારમાં પુરવઠાની મજબૂત સાંકળ અને આંતરરાષ્ટ્રીય ડિજિટલ શાસન જેવા નવા ક્ષેત્રોમાં આપણી વચ્ચે સમન્વય સ્થાપિત થઈ રહ્યો છે. અત્યારે આપણે આપણી જળ પર વ્યૂહાત્મક ભાગીદારી સાથે આપણા સંબંધોમાં એક નવું પાસું ઉમેરીશું. રોકાણને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટ ટ્રેક મિકેનિઝમની સ્થાપના પણ આપણા મજબૂત આર્થિક સાથસહકારના સંબંધોને નવી ગતિ આપશે. મને વિશ્વાસ છે કે, કોવિડ પછીના સમયગાળામાં અનેક નવી તકો ઊભી થશે, જેમાં આપણા જેવા સમાન વિચારસરણી ધરાવતા દેશ પરસ્પર સહયોગ વધારી શકે છે.

મહામહિમ,

વર્ષ 2019માં નેધરલેન્ડ્સના રાજા અને રાણીના ભારત પ્રવાસથી ભારત અને નેધરલેન્ડ્સના સંબંધોમાં નવી ઊર્જા આવી છે. મને વિશ્વાસ છે કે, આજે આપણા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં તેમને વધુ ગતિ મળશે.

મહામહિમ,

હું ભારતીય મૂળના લોકોના વિષયમાં તમે જે કહ્યું, એ વાત સાચી છે કે, સંપૂર્ણ યુરોપમાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પથરાયેલા છે, પણ આ કોરાના કટોકટીના સમયગાળામાં, આ રોગચાળામાં તમે ભારતીય મૂળના લોકોને સંભાળ્યા, જે રીતે તેમની ચિંતાને દૂર કરી એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું અને COP-26ના સમયથી કે અમારા કે અમારી જ્યારે યુરોપિયન યુનિયનની સાથે ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલન થશે, એ સમયે પણ આપણને ઘણાં વિષયો પર ચર્ચા કરવાની તક મળશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Mapping the subsurface: How ICAR’s ‘Soil Intelligence’ is reshaping India’s mega infrastructure boom

Media Coverage

Mapping the subsurface: How ICAR’s ‘Soil Intelligence’ is reshaping India’s mega infrastructure boom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 11, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આચાર્ય વિનોબા ભાવેના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આચાર્ય વિનોબા ભાવેએ તેમના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સમાજના સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.

શ્રી મોદીએ 'X' પર પોસ્ટ કર્યું:

"આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

તેમના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

તેમણે પોતાના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી."