પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ ખાતે શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું હતું

આ પ્રસંગે જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સમુદાયો દ્વારા નેતૃત્વ લેવાની સમૃદ્ધ પરંપરા છે, જે યુગોથી વિવિધ પડકારોનું સમાધાન કરી રહી છે. તેમણે શિક્ષણ અને સિંચાઈમાં સુધારો કરવા સમુદાયોની એકતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં સામુદાયિક પ્રયાસોથી લોકોને મોટો લાભ થયો છે.

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલનાં સહકારી ક્ષેત્ર માટેનાં પ્રયાસો ક્યારેય ભૂલાવા ન જોઈએ.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં લોકોને ખાદ્ય પ્રસંસ્કરણ પર કામ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે,આ પ્રકારનાં મૂલ્ય સંવર્ધનથી ખેડૂતો અને ઉદ્યોગો, બંનેને લાભ થશે.

 

 

 

 

પ્રધાનમંત્રીએ માતા અન્નપૂર્ણાને વંદન કરતાં કહ્યું હતું કે, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે જાતિગત સમાનતા અને દરેક માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને સમાજને મજબૂતી પ્રદાન કરવી જોઈએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 એપ્રિલ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India