QuoteTo overcome environmental pollution, the Government is promoting the usage of environment friendly transportation fuel: PM
QuoteTo cut down on import of Crude oil, government has taken decisive steps towards reducing imports by 10% and saving the precious foreign exchange: PM
QuoteIndian refinery industry has done well in establishing itself as a major player globally: Prime Minister

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળમાં કોચીનો પ્રવાસ કર્યો હતો અને રાજ્યમાં અનેક યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી તથા આધારશિલા રાખી હતી.

રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલી યોજનાઓમાં કોચીનો ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી એક્સપેન્શન પ્રોજેક્ટ (આઈઆરઈપી) સંકુલ સામેલ છે. આઈઆરઈપી એક આધુનિક એક્સપેન્શન સંકુલ હશે અને આ વિશ્વસ્તરનાં માપદંડો અનુસાર ભારતનાં સૌથી મોટા સરકારી સાહસ ધરાવતી રિફાઇનરી સ્વરૂપે કોચી રિફાઇનરીની કાયાપલટ કરશે. ભારતમાં સરખામણીમાં સ્વચ્છ ઇઁધણોનાં ઉત્પાદન માટે એને સજ્જ કરવામાં આવસે. એનાથી એલપીજી અને ડિઝલનું ઉત્પાદન બેગણુ થશે અને આ સંયંત્રમાં પેટ્રોરસાયણ યોજનાઓ માટે કાચા માલનું ઉત્પાદન શરૂ થઈ જશે.

|

આઈઆરઈપી સંકુલનું ઉદ્ઘાટન કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે, જ્યારે કેરળનું સૌથી મોટા ઔદ્યોગિક એકમ વિકાસનાં પોતાનાં આગલાં તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. ઈશ્વરનાં પોતાનાં દેશ તરીકે ઓળખાતાં કેરળની સાથે સાથે સંપૂર્ણ રાષ્ટ્ર માટે પ આ ગૌરવની ક્ષણ છે. તેમણે કેરળ અને એનાં પડોશી રાજ્યોમાં છેલ્લાં 50 વર્ષથી વધારે સમયથી લોકો વચ્ચે સ્વચ્છ ઇંધણોને લોકપ્રિય બનાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાનેલઈને ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) કોચીની પ્રશંસા પણ કરી હતી.
સરકારનાં ઉલ્લેખનીય કાર્યો વિશે ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉજ્જવલાયોજનાથી બહુ લોકો વચ્ચે ખુશીઓ લઈને આવી છે અને મે, 2016થી લઈને ગરીબ પરિવારો સુધી લગભગ છ કરોડ એલપીજી કનેક્શન આપ્યાં છે. પહલ યોજનામાં 23 કરોડથી વધારે એલપીજી ઉપભોક્તા સામેલ છે. યોજનામાં પારદર્શકતાથી બનાવટી ખાતા, એકથી વધારે ખાતા અને નિષ્ક્રિય ખાતાની ઓળખ કરવામાં મદદ મળી છે. સબસિડી છોડો નામની પહેલ અંતર્ગત એક કરોડથી વધારે ઉપભોક્તાઓએ એલપીજી સબસિડી છોડી દીધી છે. કોચી રિફાઇનરીની ભૂમિકાની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરનાં વિસ્તરણને પરિણામે એલપીજીનું ઉત્પાદન બેગણું કરીને ઉજ્જવલા યોજનામાં બહુ મોટું યોગદાન કરી રહી છે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) નેટવર્કનો વિસ્તાર કરીને સીએનજીનાં ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે, જે એક સ્વચ્છ ઇંધણ છે. તેમણે કહ્યું હતું કે, 10 સીજીડી ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી દેશના 400થી વધારે જિલ્લાઓને પાઇપ દ્વારા ગેસનાં પુરવઠાની સુવિધા સાથે જોડી શકાશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેશનલ ગેસ ગ્રિડ અથવા પ્રધાનમંત્રી ઊર્જા ગંગાને પણ વિકસિત કરવામાં આવી છે, જેનાથી ગેસ આધારિત એક અર્થવ્યવસ્થા તૈયાર થઈ છે અને ઊર્જાનાં ક્ષેત્રમાં ગેસનો હિસ્સો વધ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર વધારે 15,000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર કરવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, સરકારે તેલની આયાતમાં 10 ટકાનો ઘટડો કરીને અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત કરી છે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એશિયાનાં બીજા સૌથી મોટા તેલશોધન ક્ષમતા ધરાવતો ભારત હવે એક રિફાઇનિંગ કેન્દ્ર સ્વરૂપે બહાર આવી રહ્યો છે. તેમણે આઈઆરઇપીને સમયસર પૂર્ણ થવાને લઈને તમામને અભિનંદન આપ્યા હતાં. તેમણે ખાસ કરીને એ મજૂરોને અભિનંદન આપ્યાં હતાં, જેમણે નિર્માણ દરમિયાન રાતદિવસ મહેનત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે યોજનાનું કામ ચાલી રહ્યું હું, ત્યારે કાર્યસ્થળ પર 20000થી વધારે મજૂર કામમાં લાગ્યાં હતાં, જે આ યોજનાનાં વાસ્તવિક નાયકો છે.

તેમણે આ યોજનાનાં માધ્યમથી ઇંધણ સિવાયનાં ક્ષેત્રમાં વિવિધતા લાવવા બીપીસીએલની વ્યૂહાત્મક પહેલની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે, ‘મિત્રો, પેટ્રોરસાયણ રસાયણોની એવી કેટેગરી છે, જેનાં વિશે આપણે વધારે વાત કરતાં નથી, પરંતુ આ અદ્રશ્ય સ્વરૂપે ઉપલબ્ધ છે અને દરરોજ આપણાં અનેક પાસાંઓને સ્પર્શ કરે છે. જોકે એમાંથી મોટા ભાગનાં રસાયણોને અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. અમારો પ્રયાસ એ છે કે, અમે આપણાં દેશમાં પોતે આ પેટ્રો-રસાયણનું ઉત્પાદન કરીએ.’

|

તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આઇઆરઈપીનું કામ શરૂ થયા પછી કોચી રિફાઇનરી હવે પ્રોપાઇલિનનાં ઉત્પાદનમાં સક્ષમ થઈ જશે. આ ઉપરાંત પેન્ટો, ઇકો, કોટિંગ, ડિટરજન્ટ અને અન્ય ઘણી ચીજવસ્તુઓ જેમ કે વિવિધ ઉત્પાદનોમાં પેટ્રોરસાયણોનો ઉપયોગ શક્ય બને. તેમણે આશા વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ રીતે અન્ય ઘણાં ઉદ્યોગ કોચીમાં સ્થાપિત થશે અને વેપારની તકો વધશે.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોચી રિફાઇનરીનાં કાર્યોથી આપણું રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે. તેમણે યાદ કરાવતાં કહ્યું હતું કે, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં કેરળ ભયાનક પૂરનાં તાંડવનો સામનો કરી રહ્યું હતું, ત્યારે આ સમયે બીપીસીએલ તમામ પ્રતિકૂળતાઓ છતાં પેટ્રોલ, ડિઝલ અને એલપીજીનાં ઉત્પાદનમાં સતત જોડાયેલું હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણની દિશામાં કોચી રિફાઇનરીનાં યોગદાન પર અમને ગર્વ છે. સાથે સાથે હવે એનાથી અમારી આકાંક્ષાઓમાં પણ વધારો થયો છે. પ્રધાનમંત્રીએ ઇચ્છા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, કોચી રિફાઇનરી દક્ષિણ ભારતમાં પેટ્રોરસાયણ ક્રાંતિની આગેવાની કરે અને નવા ભારતની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ કરે.

|

પ્રધાનમંત્રીએ ઇત્તૂમનૂરમાં બીપીસીએલ દ્વારા સ્થાપિત કૌશલ્ય વિકાસ સંસ્થાનાં બીજા સંકુલનું શિલારોપણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એનાથી યુવાનો માટે કૌશલ્ય વિકાસમાં મદદ મળશે અને રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

|

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલ દ્વારા પોતાનાં કોચી એલપીજી આધારિત બોટલિંગ પ્લાન્ટમાં માઉન્ટેડ સ્ટોરેજની સુવિધાને પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. એનાં નિર્માણમાં 50 કરોડનો ખર્ચ આવ્યો છે. એનાથી એલપીજી સ્ટોરેજની ક્ષમતા વધશે અને એલપીજી ટેન્કરોની માર્ગ પર અવરજવર પણ ઓછી થશે.

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners

Media Coverage

From Digital India to Digital Classrooms-How Bharat’s Internet Revolution is Reaching its Young Learners
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of Shri Sukhdev Singh Dhindsa Ji
May 28, 2025

Prime Minister, Shri Narendra Modi, has condoled passing of Shri Sukhdev Singh Dhindsa Ji, today. "He was a towering statesman with great wisdom and an unwavering commitment to public service. He always had a grassroots level connect with Punjab, its people and culture", Shri Modi stated.

The Prime Minister posted on X :

"The passing of Shri Sukhdev Singh Dhindsa Ji is a major loss to our nation. He was a towering statesman with great wisdom and an unwavering commitment to public service. He always had a grassroots level connect with Punjab, its people and culture. He championed issues like rural development, social justice and all-round growth. He always worked to make our social fabric even stronger. I had the privilege of knowing him for many years, interacting closely on various issues. My thoughts are with his family and supporters in this sad hour."