PM Modi interacts with with NCC Cadets, NSS Volunteers and Tableaux Artists

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેબલોનાં કલાકારો, આદિવાસી મહેમાનો, એનસીસી કેડેટ અને એનએસએસનાં સ્વયંસેવકો સાથે વાત કરી હતી, જેઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા દિલ્હીમાં આવ્યાં છે.

તીન મૂર્તિ લોનમાં એકત્ર થયેલાં એનસીસી કેડેટનાં જૂથ વચ્ચે ચાલતાં ચાલતાં પ્રધાનમંત્રીએ ભારતમાં વિવિધતાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકબીજા પાસેથી ઘણું શીખવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી આસપાસ થઈ રહેલાં પરિવર્તનો સ્વીકારવા મહત્ત્વપૂર્ણ છે.

ભારતની યુવા પેઢી દેશમાં પરિવર્તનનો પવન ફૂંકી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને આપણાં સશસ્ત્ર દળો પર ગર્વ છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે દેશની સેવા કરતાં સૈનિકો વિશે વધારે જાણકારી મેળવવી જોઈએ.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેટલાંક પોલીસ કર્મચારીઓએ પોતાનાં દેશની સેવા માટે જીવનનું બલિદાન કર્યું છે અને તેમનાં બલિદાન વિશે જાણકારી મેળવવી મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીનાં સ્વપ્નને સાકાર કરવું આપણી ફરજ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રજાસત્તાક દિવસ વિશેષ હતો, કારણ કે આપણી સાથે ઉજવણીમાં આસિયાનનાં સભ્ય દેશોનાં 10 નેતાઓ આપણી સાથે જોડાયાં હતાં.

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen

Media Coverage

UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જૂન 2026
June 15, 2026

Citizens Celebrate 12 Years of Modi: Building a Saksham Middle Class at Home While Earning Global Respect Abroad