શેર
 
Comments
ભારત અને યુગાન્ડા વચ્ચેના સંબંધો ખાસ છે અને તે હજારો વર્ષ જૂના છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું, યુગાન્ડા સહીત આફ્રિકન દેશો ભારત માટે ખાસ મહત્ત્વ ધરાવે છે
‘મેઇક ઇન ઇન્ડિયા’ ને કારણે દેશ વિશ્વ માટે ઉત્પાદન હબ તરીકેની નવી ઓળખ મેળવી રહ્યો છે: વડાપ્રધાન મોદી
ભારત સદાય આફ્રિકાના વિકાસની સફરનું ભાગીદાર રહ્યું છે અને આગળ પણ રહેશે: વડાપ્રધાન મોદી
તમે ખરા ‘રાષ્ટ્રદૂતો’ છો: યુગાન્ડામાં ભારતીય સમાજને કહેતા વડાપ્રધાન મોદી
ઘણા આફ્રિકન દેશો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના ભાગ બનતા આનંદ થયો: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (24 જુલાઈ, 2018) યુગાન્ડામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. કમ્પાલામાં આયોજિત આ કાર્યક્રમમાં યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મુસેવેની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું હતું કે, તેઓ યુગાન્ડમાં ભારતીય સમુદાય સાથે પોતીકાપણાની ભાવના અનુભવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં યુગાન્ડાનાં રાષ્ટ્રપતિ મુસેવેનીની હાજરી તેમનો યુગાન્ડમાં વસતાં ભારતીયો અને ભારતીય સમુદાય પ્રત્યેનાં પ્રેમને દર્શાવે છે. તેમણે યુગાન્ડાની સંસદને બુધવારે સંબોધવાનું સન્માન આપવા બદલ રાષ્ટ્રપતિ મુસેવેની અને યુગાન્ડાની જનતાનો આભાર પણ માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત અને યુગાન્ડા વચ્ચેનાં સંબંધો સદીઓથી વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે. તેમણે બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતાં, જેમાં સંસ્થાનવાદ સામેનો સંઘર્ષ અને યુગાન્ડામાં રેલવે નેટવર્ક સ્થાપિત કરવાની કામગીરી જેવી બાબતો સામેલ હતી. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ભારતીયો યુગાન્ડાનાં રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યાં છે.

આ પ્રસંગે ભારતીય સમુદાય દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એ સંદર્ભે પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયની ભારતીયતાની ભાવના જાળવી રાખવા બદલ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુગાન્ડા સહિત આફ્રિકાનાં તમામ દેશો ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, આ માટે વિવિધ કારણો છે– જેમ કે સંસ્થાનવાદ સામેનો સહિયારો ઇતિહાસ, યુગાન્ડામાં મોટી સંખ્યામાં વસતો ભારતીય સમુદાય અને વિકાસનાં સામાન્ય પડકારો.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત કાર અને સ્માર્ટફોનની નિકાસ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનાં લોકો માટે ડિજિટલ ટેકનોલોજી સક્ષમ બનવા માટેનું માધ્યમ છે તથા દેશ સ્ટાર્ટ અપ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારતની વિદેશી નીતિમાં આફ્રિકાનાં મહત્ત્વ વિશે પણ વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે વર્ષ 2015માં નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા–આફ્રિકા ફોરમ સમિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારત અને આફ્રિકાનાં અન્ય દેશો વચ્ચે અન્ય ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય જોડાણોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ હાથ ધરવામાં આવેલી અન્ય વિવિધ પહેલનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે 3 અબજ ડોલરથી વધારે મૂલ્યની લાઇન ઑફ ક્રેડિટ; સ્કોલરશિપ અને ઇ–વિઝાની વ્યવસ્થા. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનાં તમામ સભ્યોમાં લગભગ અડધોઅડધ સભ્યો આફ્રિકાનાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એશિયા અને આફ્રિકાનાં દેશો દુનિયામાં નવી વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. 

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
‘Honoured to accept’: PM Modi on invitation to address US Congress

Media Coverage

‘Honoured to accept’: PM Modi on invitation to address US Congress
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 જૂન 2023
June 06, 2023
શેર
 
Comments

New India Appreciates PM Modi’s Vision of Women-led Development