પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.

પીબીડી 2019નાં મુખ્ય અતિથિ મોરેશિયસનાં પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ, ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઇક, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી નિવૃત્ત જનરલ વી કે સિંહ તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતુ કે, વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયોને પોતાની માતૃભૂમિ અને પોતાના પૂર્વજોની ભૂમિ પ્રત્યે પ્રેમ અને લાગણી છે, જે તેમને ભારત લઈ આવી છે. તેમણે નવા ભારતના નિર્માણ માટે હાથ મિલાવવા એનઆરઆઈ (બિનનિવાસી ભારતીય) સમુદાયને અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુંબકમની પરંપરાને જીવંત રાખવા વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર હોવાની સાથે એમની ક્ષમતા, તાકાત અને લાક્ષણિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રવાસી ભારતીયોને નવા ભારતનાં નિર્માણમાં, ખાસ કરીને સંશોધન અને નવીનતામાં સહભાગી થવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, પોતાની ઝડપી પ્રગતિ સાથે ભારત દુનિયામાં મોખરાનાં સ્થાને જોવા મળે છે અને વૈશ્વિક સમુદાયનું નેતૃત્વ કરવાની સ્થિતિમાં છે. તેનુ એક ઉદાહરણ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે. શ્રી મોદીએ ઉમેર્યું હતુ કે, સ્થાનિક સમાધાનો અને વૈશ્વિક ઉપયોગિતા અમારો મંત્ર છે. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને એક દુનિયા, એક સૂર્ય, એક ગ્રિડની દિશામાં મહત્વપૂર્ણ ગણાવ્યુ હતુ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, ભારત આંતરરાષ્ટ્રીય આર્થિક પાવરહાઉસ બનવા અગ્રેસર છે. ભારત દુનિયામાં સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંની એક ધરાવે છે અને વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના પણ ધરાવે છે. અમે મેક ઇન ઇન્ડિયામાં પણ હરણફાળ ભરી છે. મોટા પાયે કૃષિ ઉત્પાદન અમારી મોટી સિદ્ધિ છે.

પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી કે, અગાઉની સરકારની ઇચ્છાશક્તિ અને યોગ્ય નીતિનાં અભાવે લાભાર્થીઓ માટે ફાળવવામાં આવેલ મોટા ભાગનું ભંડોળ તેમને મળતુ નહોતુ. તેમણે કહ્યું હતુ કે, જોકે અત્યારે અમે ટેકનોલોજીની મદદ સાથે વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરી રહ્યાં છીએ. જનતાનાં નાણાંની લૂંટ અટકી છે અને ગુમાવાયેલા 85 ટકા નાણા ઉપલબ્ધ થયા છે અને લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં સીધા હસ્તાંતરિત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, છેલ્લાં સાડા ચાર વર્ષમાં લોકોના ખાતામાં રૂ. 5,80,000 કરોડ સીધા હસ્તાંતરિત થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, અત્યારે 7 કરોડ બનાવટી નામો લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જે બ્રિટન, ફ્રાંસ અને ઇટાલીની વસતિને સમકક્ષ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, તેમની સરકારે હાથ ધરેલા પરિવર્તનોની ઝાંખી નવા ભારતનાં નવા આત્મવિશ્વાસમાં પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, નવા ભારતની આપણી કટિબદ્ધતામાં પ્રવાસી ભારતીયો પણ એટલા મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતુ કે, તેમની સલામતી અમારી ચિંતા છે અને સરકારે સંઘર્ષરત વિસ્તારોમાંથી 2 લાખથી વધારે ભારતીયોને સલામત સ્થળે ખસેડવાનાં પડકારોને કેવી રીતે સરકારે ઝીલી લીધા હતાં એ વિશે જાણકારી આપી હતી.

વિદેશમાં વસતા ભારતીયોનાં કલ્યાણ વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું હતુ કે, પાસપોર્ટ અને વિઝાનાં નિયમોને સરળ બનાવવામાં આવ્યાં છે અને ઇ-વિઝાએ તેમનાં માટે પ્રવાસ કરવાનું વધારે સરળ બનાવ્યું છે. હવે તમામ પ્રવાસી ભારતીયો પાસપોર્ટ સેવા સાથે જોડાયેલા છે અને ચિપ આધારિત ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરવાનાં પ્રયાસો ચાલુ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, પ્રવાસી તીર્થ દર્શન યોજના હાથ ધરવામાં આવી છે. તેમણે વિદેશી ભારતીયોને 5 બિનભારતીય પરિવારોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને ગાંધીજી અને ગુરુ નાનક દેવજીનાં મૂલ્યોનો પ્રસાર કરવા વિનંતી પણ કરી હતી અને તેમની જન્મજયંતિમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, અમને બાપુનાં પ્રિય ભજન વૈષ્ણવ જનનાં સંકલન પર વૈશ્વિક સમુદાય સામેલ થયો તેનાં પર ગર્વ છે.

પ્રધાનમંત્રીએ પીબીડીને સફળ બનાવવા કાશીના લોકોનાં આતિથ્ય-સત્કારની પ્રશંસા કરી હતી. શાળાની બોર્ડની પરીક્ષાઓ અગાઉ પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, તેઓ પરિક્ષા પે ચર્ચામાં નમો એપ મારફતે 29 જાન્યુઆરી, 2019નાં રોજ સવારે 11 વાગે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

પીબીડી – 2019નાં મુખ્ય અતિથિ પ્રવિન્દ જગન્નાથે પ્રવાસી ભારતીયોનાં સ્મરણો તાજા કર્યા હતાં અને તેમનાં પૂર્વજોની ભૂમિ સાથે તેનાં જોડાણને યાદ કર્યું હતુ. હિંદી અને અંગ્રેજીમાં બોલતાં તેમણે કહ્યું હતુ કે, આ પ્રકારનું સંમેલન વિદેશી ભારતીયોની ઓળખની સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે એક પરિવારની સભ્યો તરીકેની ઓળખને મજબૂત કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, જો ભારત અનન્ય હોય, તો ભારતીયતા સાર્વત્રિક છે. મોરેશિયન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, શિક્ષિત અને સ્વનિર્ભર પ્રવાસી ભારતીયો રાષ્ટ્રનિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને ભારતીય સમુદાય સાથેનું જોડાણ વિવિધતામાં એકતા સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

તેમણે ભોજપુરી બોલી સાથે જનમેદનીમાં રોમાંચ જગાવ્યો હતો અને જાહેરાત કરી હતી કે, મોરેશિયસ પ્રથમ આંતરરાષ્ટ્રીય ભોજપુરી મહોત્સવનું આયોજન કરશે.

પોતાનાં સ્વાગત પ્રવચનમાં વિદેશ મંત્રીએ કહ્યું હતુ કે, અત્યારે ભારતને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર ગર્વ છે. તેમણે પ્રવાસી ભારતીયોનો પોતાની માતૃભૂમિ સાથે જોડાણ કરવા બદલ આભાર માન્યો હતો. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે, ઉત્તરપ્રદેશમાં પીબીડી અને કુંભ મેળો, એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે.

પ્રધાનમંત્રી મોદી ભારત કો જાનિયે ક્વિઝ કોમ્પિટિશનનાં વિજેતાઓનું સન્માન કરશે. ભારત પર આયોજિત આ ક્વિઝ કોમ્પિટિશન યુવા પ્રવાસી ભારતીયો માટે છે.

પીબીડીનો સમાપન સમારંભ 23 જાન્યુઆરી, 2019નાં રોજ આવતીકાલે 23 જાન્યુઆરી, 2019નાં રોજ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદેશી ભારતીયોને તેમના યોગદાન માટે પ્રવાસી ભારતીય સન્માન એનાયત કરશે.

આ સંમેલન પછી 24 જાન્યુઆરીનાં રોજ પ્રવાસી ભારતીયોનું પ્રતિનિધિમંડળ કુંભ મેળા માટે પ્રયાગરાજની મુલાકાત લેશે. પછી તેઓ 25 જાન્યુઆરીનાં રોજ દિલ્હી જશે અને નવી દિલ્હીમાં રાજપથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનાં સાક્ષી બનશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
IMF retains India's economic growth outlook for FY26 and FY27 at 6.5%

Media Coverage

IMF retains India's economic growth outlook for FY26 and FY27 at 6.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 જાન્યુઆરી 2025
January 18, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Sustainable Growth through the use of Technology and Progressive Reforms