વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદા વાસવાણીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, “દાદા વાસવાણી સમાજ માટે જીવ્યા અને ગરીબો અને જરૂરીયાતમંદોની કરુણાથી સેવા કરી હતી. તેમને અદભુત જ્ઞાનના આશિર્વાદ મળ્યા હતા, તેઓ બાળકીઓને શિક્ષણ આપવા, સ્વચ્છતા અને શાંતિ ફેલાવવા તેમજ ભાઈચારા અંગે ખુબ ઉત્સાહિત હતા.”


