We have agreed to strengthen our cooperation in areas of renewable energy, we welcome Saudi Arabia in the International Solar Alliance: Prime Minister Modi
The barbaric terrorist attack in Pulwama last week is anti-humanitarian: PM Modi
Destroying the infrastructure of terrorism and those supporting terror organisations is very important: Prime Minister

યોર રોયલ હાઈનેસ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ-સઉદ

 

સદેકી,

 

મરહબા, બિકુમ ફિલ હિંદ,

 

મિત્રો, ભારતમાં તેમની પ્રથમ રાજકીય મુલાકાત પ્રસંગે રોયલ હાઈનેસ અને તેમના પ્રતિનિધિ મંડળનુ સ્વાગત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. ભારત અને સાઉદી અરબના આર્થિક, સામાજીક અને સ્સંસ્કૃતિક સંબંધ સદીઓ જૂના છે. આ સંબંધો હંમેશાં સુમેળ -ભર્યા અને મૈત્રી -પૂર્ણ રહ્યા છે. અમારા લોકોની વચ્ચેનો ઘનિષ્ઠ અને નિકટનો સંપર્ક અમારા દેશો માટે એક સજીવ સેતુ એટલે કે Living Bridge બની રહ્યો છે. હિઝ મેજેસ્ટીની અને રોયલ હાઈનેસ તમારી વ્યક્તિગત રૂચિ અને માર્ગદર્શનને કારણે આપણા સંબંધોમાં પાકટતા, મધુરતા અને શક્તિ આવી છે. 21મી સદીમાં સાઉદી અરબ ભારતનુ સૌથી મજબૂત વ્યુહાત્મક ભાગીદારોમાં સ્થાન ધરાવે છે.  તે આપણા પડોશમાં છે, નિકટનું મિત્ર છે અને ભારતની ઉર્જા સુરક્ષાનું મહત્વનું સ્રોત  પણ છે. વર્ષ 2016માં સાઉદી અરબની મારી મુલાકાત  દરમિયાન આપણે આપણા સંબંધોને વિશેષ સ્વરૂપે ઉર્જા અને સુરક્ષાના ક્ષેત્રે એક નવુ પરિમાણ આપ્યું હતું. તમારી સાથે આર્જેન્ટીનામાં 2 માસ પહેલાં થયેલી મુલાકાતના પરિણામ સ્વરૂપે સુરક્ષા, વેપાર અને મૂડીરોકાણનાં ક્ષેત્રોમાં વ્યુહાત્મક ભાગીદારીને એક નવુ વિસ્તરણ પ્રાપ્ત થયું છે. મને આનંદ છે કે તમારા સૂચનોની રૂપરેખા અનુસાર અમે દર બે વર્ષે શિખર સંમેલન અને વ્યુહાત્મક ભાગીદારી કાઉન્સિલની સ્થાપના માટે સહમત થયા છીએ. તેનાથી આપણા સંબંધોને મજબૂતી, ગતિ અને પ્રગતિનો લાભ મળશે.

 

મિત્રો,

 

આજે આપણે દ્વિપક્ષી સંબંધોના તમામ વિષયોમાં વ્યાપક અને સાર્થક ચર્ચા કરી છે. આપણે આપણા આર્થિક સહયોગને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો નિશ્ચય કર્યો છે. અમારા અર્થતંત્રમાં સાઉદી અરબના સંસ્થાકિય રોકાણને સુવિધાજનક બનાવવા માટે, આપણે એક માળખુ તૈયાર કરવા માટે સહમત થયા છીએ. હું ભારતની માળખાગત સુવિધાના ક્ષેત્રે સાઉદી અરબના રોકાણનુ સ્વાગત કરૂ છું.

 

યોર રોયલ હાઈનેસ,

 

તમારૂ ‘વિઝન 2030’ અને તમારા નેતૃત્વમાં થઈ રહેલા આર્થિક સુધારાઓ ભારતના મહત્વના કાર્યક્રમો જેવા કે ‘મેક ઈન ઈન્ડીયા’, ‘ સ્ટાર્ટ અપ ઈન્ડીયા’ વગેરે માટે પૂરક બન્યા છે. આપણા ઉર્જા સંબંધોનું વ્યુહાત્મક ભાગીદારીમાં રૂપાંતર કરવાનો સમય આવી પહોંચ્યો છે. દુનિયાની સૌથી મોટી રિફાઈનરી અને વ્યુહાત્મક પેટ્રોલિયમ અનામતોમાં સાઉદી અરબની ભાગીદારી, આપણા સંબંધોને ખરીદનાર અને વેચનારના સંબંધોથી ઘણા આગળ લઈ જશે. આપણે અક્ષય ઉર્જાનાં ક્ષેત્રોમાં તમારા સહયોગને મજબૂત કરવા માટે સંમત થયા છીએ. અમે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં સાઉદી અરબનુ સ્વાગત કરીએ છીએ. પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ, ખાસ કરીને પાણીને ખારાશથી મુક્ત કરવા માટે તથા આરોગ્યના ક્ષેત્રે આપણા સહયોગથી સંબંધોમાં વધુ એક પરિમાણ ઉમેરાશે. ખાસ કરીને વ્યુહાત્મક વાતાવરણના સંદર્ભમાં આપણે આપણા રક્ષા સંબંધોને મજબૂત કરવા માટે તથા તેનો વિસ્તાર કરવા માટે વ્યાપક ચર્ચા કરી છે. ગયા વર્ષે ભારત સાઉદી અરબના જનાદ્રિયાહ સમારંભમાં ગેસ્ટ ઓફ ઓનરના સ્થાને હતું. આજે આપણે આપણા સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાનુ ધ્યેય રાખીએ છીએ. વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી સાઉદી અરબના નાગરિકો માટે ઈ-વિઝાનુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભારતીયો માટે હજ ક્વોટામાં વધારો કરવા માટે અમે હીઝ મેજેસ્ટી અને રોયલ હાઈનેસના આભારી છીએ. 2.7 મિલિયન ભારતીય નાગરિકોની સાઉદી અરબમાં શાંતિપૂર્ણ અને ઉપયોગી હાજરી આપણી વચ્ચે એક મહત્વની કડી છે. રોયલ હાઈનેસે તેમની પ્રગતિમાં હકારાત્મક પ્રદાનની પ્રશંસા કરી છે. તમે હંમેશાં તેમની ભલાઈનો ખ્યાલ રાખ્યો છે. એટલા માટે તેમનો આભાર અને દુઆ તમારી સાથે છે.

 

મિત્રો,

 

ગયા સપ્તાહે પુલવામામાં થયેલો ઘાતકી આતંકવાદી હૂમલો આ માનવતા વિરોધી ખતરાને કારણે દુનિયા પર છવાયેલા ભયના વાતાવરણની એ ક્રૂર નિશાની બની રહ્યો છે. આપણે આ જોખમને અસરકારક રીતે હલ કરવા બાબતે આપણે એ બાબતે સંમત થયા છીએ કે આતંકવાદને કોઈ પણ પ્રકારે સમર્થન આપી રહેલા દેશો પર શક્ય તેટલુ દબાણ વધારવાની આવશ્યકતા છે. આતંકવાદના માળખાગત ઢાંચાને નષ્ટ કરવો તથા તેનુ સમર્થન રોકવુ તથા અને તેને સમર્થન આપનારાને સજા કરવી તે ખૂબ જ જરૂરી છે. તેની સાથે સાથે આતંકવાદના વિરોધમાં સહયોગ અને તેના માટે એક મજબૂત કાર્ય યોજના પણ બનાવવાની જરૂર છે. જેથી હિંસા અને આતંકની તાકાતો આપણા યુવાનોને ગેરમાર્ગે દોરી શકે નહી. મને એ બાબતની ખુશી છે કે સાઉદી અરબ એ બાબતે અમારી સાથે સમાન વિચારો ધરાવે છે.

 

મિત્રો,

 

પશ્ચિમ એશિયા અને ખાડીના દેશોમાં શાંતિ અને સ્થિરતા નિશ્ચિત કરવામાં આપણા બંનેના દેશોનુ પરસ્પરનુ હિત છે. આજે આપણી વાતચીતમાં આ ક્ષેત્રના કાર્યોમાં તાલમેલ અને આપણી ભાગીદારીને તેજીથી આગળ ધપાવવા માટે પણ સંમત થયા છીએ. આપણે એ બાબત ઉપર પણ સંમત થયા છીએ કે આતંકવાદનો સામનો, સમુદ્રની સુરક્ષા, અને સાયબર સુરક્ષા જેવાં ક્ષેત્રોને વધુ મજબૂત બનાવવામાં બંને પક્ષોનો સહયોગ આપણા સંબંધોના ઝડપભેર વિકાસ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.

 

યોર રોયલ હાઈનેસ,

 

તમારી મુલાકાતે અમારા ઝડપી વિકાસને વધુ એક પરિમાણ બક્ષ્યું છે. હું ફરી એક વાર અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે રોયલ હાઈનેસનો આભાર માનુ છું. હું તેમને અને તેમના પ્રતિનિધિ મંડળના તમામ સભ્યોને ભારતમાં સુખદ પ્રવાસની શુભકામના સાથે શુભેચ્છા પાઠવુ છું.

 

ખૂબ ખૂબ ધન્યવાદ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the passing of Shri PG Baruah Ji
December 15, 2025

Prime Minister Shri Narendra Modi today condoled the passing of Shri PG Baruah Ji, Editor and Managing Director of The Assam Tribune Group.

In a post on X, Shri Modi stated:

“Saddened by the passing away of Shri PG Baruah Ji, Editor and Managing Director of The Assam Tribune Group. He will be remembered for his contribution to the media world. He was also passionate about furthering Assam’s progress and popularising the state’s culture. My thoughts are with his family and admirers. Om Shanti.”