PM Modi congratulates Commonwealth Games medal winners

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં પદક વિજેતાઓને અભિનંદન આપ્યાં હતા.

વેટલિફ્ટર્સને અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સુવર્ણ પદક માટે રાગલા વેંકટ રાહુલ પર ગર્વ છે. મને ખાતરી છે કે આપણાં વેટલિફ્ટર્સની અભૂતપૂર્વ સફળતા વેટલિફ્ટિંગમાં આગળ વધવા વધુને વધુ યુવાનોને પ્રેરણા આપશે.

ભારત વેટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓ માટેના 69 કિગ્રા વર્ગમાં સુવર્ણ પદક હાંસલ કરવા બદલ પૂનમ યાદવને અભિનંદન પાઠવે છે. તેમની વેટલિફ્ટિંગ માટેની કટિબદ્ધતા ખરાં અર્થમાં પ્રશંસનીય છે.”

પ્રધાનમંત્રીએ નિશાનેબાજોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, “આપણાં નિશાનેબાજોએ 2018ની રાષ્ટ્રમંડળ રમતોમાં વિશિષ્ટ સફળતા મેળવી છે. મનુ ભાકેરે ઉત્કૃષ્ટ ફોર્મ જાળવી રાખ્યું છે અને મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક મેળવ્યો છે. તેને અભિનંદન.

મહિલા 10મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં રજત પદક મેળવનાર હીના સિધુની સફળતાથી આનંદિત છું. તેને અભિનંદન અને ભવિષ્યનાં તેનાં પ્રયાસો માટે શુભેચ્છા.

ઉજ્જવળ ભવિષ્ય ધરાવતાં નિશાનેબાજ રવિ કુમારે પુરુષ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો છે. દરેક ભારતીયને તેની સફળતા પર ગર્વ છે. આ યુવાન નિશાનેબાજે રમતમગતમાં સારું પ્રદાન કર્યું છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says

Media Coverage

PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says "UDF-LDF fixed match will end soon"
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2026
January 02, 2026

PM Modi’s Leadership Anchors India’s Development Journey