શેર
 
Comments

આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 430થી વધુ મુલ્કી સેવાના પ્રોબેશનર્સ, અધિકારીઓ અને અન્ય લોકોને સંબોધન કર્યુ હતું.

અગાઉ પ્રધાનમંત્રી સાથે અલગ વાતચીતમાં પ્રોબેશનર દ્વારા કૃષિ અને ગ્રામીણ સશક્તીકરણ, આરોગ્ય સેવામાં સુધારાઓ અને નીતિ ઘડતર, સાતત્યપૂર્ણ ગ્રામીણ વ્યવસ્થાપન તકનિકો, સમાવેશી શહેરીકરણ અને શિક્ષણના ભવિષ્ય જેવા જુદા-જુદા વિષયો ઉપર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દેશમાં વિવિધ નાગરિક સેવાઓનો આ પ્રકારનો સંયુક્ત પાયાનો અભ્યાસક્રમ ભારતમાં મુલ્કી સેવાઓમાં નવા અધ્યાયની શરૂઆત છે. અત્યાર સુધી તમે મસૂરી, હૈદરાબાદ અને અન્ય સ્થળોએ વિવિધ કેન્દ્રોમાંથી તમારી તાલીમ પ્રાપ્ત કરતા હતા અને જેમ કે મેં અગાઉ કહ્યું હતું તે પ્રમાણે તમને તમારી તાલીમના પ્રારંભિક તબક્કામાં જ અમલદારશાહી જે રીતે કામ કરે છે તે સ્વરૂપમાં ઢાળવામાં આવતા હતા.”

તેમના પ્રયત્નોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, “તમારા દરેક સાથે હવે યોગ્ય રીતે નાગરિક સેવાઓનો વાસ્તવિક સમન્વય કરવામાં આવી રહ્યો છે. આ આરંભ પોતાની રીતે એક આગવો સુધારો છે. આ સુધારો માત્ર તાલીમના સમન્વય પુરતો મર્યાદિત નથી. આ પરિણામો અને અભિગમનું પણ વિસ્તરણ છે અને તમને વ્યાપક અનુભવો પ્રાપ્ત થાય છે. આ મુલ્કી સેવાઓનો સમન્વય છે. આ આરંભ તમારી સાથે થઇ રહ્યો છે.”

તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓની તાલીમના ભાગરૂપે જ તેમને સામાજિક અને આર્થિક વૈશ્વિક આગેવાનો અને નિષ્ણાંતો સાથે વાર્તાલાપ કરવાનો હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નાગરિક સેવાઓને રાષ્ટ્ર નિર્માણનું મહત્વપૂર્ણ સાધન બનાવવું તે સરદાર વલ્લભભાઇ પટેલની દૂરંદેશિતા હતી.

તેમણે જણાવ્યું હતું કે, “તમામ નાગરિક સેવાઓને રાષ્ટ્ર નિર્માણ અને પ્રગતિનું મહત્વપૂર્ણ માધ્યમ બનાવવું તે સરદાર વલ્લભભાઇ પટેલની દૂરંદેશિતા હતી. આ ખ્યાલને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે સરદાર પટેલે અનેક પડકારોનો સામનો કર્યો હતો. તે સમયે વ્યાપક લાગણી હતી કે અત્યાર સુધી સ્વતંત્રતા સંગ્રામને દબાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર આ અધિકારીઓનો હવે કેવી રીતે રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગ કરી શકાશે. પરંતુ સરદાર પટેલ પોતાની દૂરંદેશિતા થકી વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા હતા કે તે અધિકારીઓમાં દેશને આગળ લઇ જવાનું સામર્થ્ય રહેલું છે. આ જ અમલદારોએ દેશમાં દેશી રજવાડાઓના એકીકરણમાં મદદ કરી હતી.”

પ્રધાનમંત્રીએ કેવી રીતે સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે અનેક વખત સરદાર પટેલે મજબૂત ઇચ્છાશક્તિ અને દ્રઢ નિર્ધારની જરૂરિયાત દર્શાવી હતી તે અંગે પ્રોબેશનર સમક્ષ તેમની ક્ષમતાઓનો પ્રસંગ રજૂ કર્યો હતો.

સરદાર પટેલની ક્ષમતાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આશરે 100 વર્ષ પહેલા મર્યાદિત સંશાધનો સાથે 10 વર્ષની અંદર તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અનેક સુધારાઓ હાથ ધર્યા હતા.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ દૂરંદેશિતા સાથે સરદાર પટેલે સ્વતંત્ર ભારતમાં નાગરિક સેવાઓ અંગે નવી રૂપરેખા ઘડી કાઢી હતી.”

પ્રધાનમંત્રીએ પ્રોબેશનર અધિકારીઓ સમક્ષ ભારપૂર્વક દરેક પ્રયત્નો તટસ્થતા અને નિઃસ્વાર્થ ભાવનાથી હાથ ધરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તટસ્થતા અને નિઃસ્વાર્થ ભાવનાથી કરાયેલો દરેક પ્રયત્ન નવા ભારત માટેનો મજબૂત આધાર છે.”

તેમણે જણાવ્યું હતું કે, “નવા ભારતની કલ્પના અને સપનાઓને સાકાર કરવા માટે આપણાં અમલદારોએ 21મી સદીના વિચારો અને અભિગમ ધરાવવા પડશે. આપણે તેવા અમલદારોની જરૂર પડશે જે સર્જનાત્મક અને રચનાત્મક હોય, કલ્પનાશીલ અને નવીન હોય, સક્રિય અને નમ્ર હોય, વ્યાવહારિક અને પ્રગતિશિલ હોય, ઊર્જાવાન અને સક્ષમ હોય, કાર્યક્ષમ અને અસરકાક હોય, પારદર્શી અને ટેક્નોલોજીથી સક્ષમ હોય.”

તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓ રસ્તાઓ, વાહનો, ટેલિફોન, રેલવે, હોસ્પિટલ, શાળા, કોલેજ વગેરે જેવા સ્રોતોની અછત વચ્ચે પણ અનેક સિદ્ધી પ્રાપ્ત કરી શક્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે આ પરિસ્થિતિ પ્રવર્તતી નથી. ભારત પ્રચંડ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. આપણે વિપુલ યુવા શક્તિ, વિપુલ આધુનિક તકનિકો અને અખૂટ સંસાધનો ધરાવીએ છીએ. તમે મહત્વપૂર્ણ તકો અને જવાબદારીઓ ધરાવો છો. તમારે ભારતની ક્ષમતામાં વધારો કરવાનો છે અને તેની સ્થિરતા વધારે મજબૂત કરવાની છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રોબેશનરોએ પોતાને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, “તમે માત્ર નોકરી માટે આ કારકિર્દીનો માર્ગ અપનાવ્યો નથી. તમે અહીં સેવા માટે આવ્યા છો. સેવા પરમો ધર્મનો તમારો મંત્ર છે. તમારા દરેક કાર્યો, એક હસ્તાક્ષર લાખો જીવનને પ્રભાવિત કરશે. તમારા નિર્ણયો ભલે સ્થાનિક અને પ્રાદેશિક હશે પરંતુ તેનું પરિપ્રેક્ષ્ય રાષ્ટ્રીય હોવું જોઇએ. તમારે હંમેશા વિચારવું જોઇએ કે કેવી રીતે તમારા નિર્ણયો રાષ્ટ્રને અસર કરશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમારો નિર્ણય હંમેશા બે મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હોવો જોઇએ. એક મહાત્મા ગાંધી જેમણે કહ્યું છે કે તમારો નિર્ણય સમાજના છેવાડાના અંતિમ વ્યક્તિ માટે કોઇ મૂલ્ય ધરાવતો હોવો જોઇએ અને બીજુ તે કે આપણા નિર્ણયો દેશની એકતા, સ્થિરતા અને તેની તાકાતમાં યોગદાન કરતાં હોવા જોઇએ.”

પ્રધાનમંત્રીએ 100 કરતા વધારે મહત્વાકાંક્ષી જિલ્લાઓની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો જેમને તમામ ક્ષેત્રોમાં નજરઅંદાજ કરવામાં આવ્યા હતો. જોકે તેમણે આ ભ્રમ દૂર કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “100 કરતાં વધારે જિલ્લાઓ વિકાસની હરિફાઇ હારી ગયા છે અને હવે તે મહત્વાકાંક્ષી જિલ્લાઓ છે. તેમને તમામ પરિપ્રેક્ષ્યમાં નજર અંદાજ કરવામાં આવ્યા હતા અને હવે દેશ તનો આ ભ્રમ દૂર કરવા તરફ આગળ વધી રહ્યો છે. હવે તેમનો વિકાસ વધારે મુશ્કેલ બની ગયો છે. હવે અમે HDIના તમામ પાસાઓ પર કામ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. અમે ટેક્નોલોજીની મદદથી તમામ નીતિઓનો અમલ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. હવે તમારે આ વિષય પર સખત મહેનત કરવાની છે. આપણે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ કરવો જોઇએ.”

તેમણે પ્રોબેશન અધિકારીઓને એક સમયે એક સમસ્યા પર કામ કરવા અને લોકોનો વિશ્વાસ તથા તેમની ભાગીદારી વધારવા માટે તેનું સંપૂર્ણ સમાધાન શોધવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણાં ઉત્સાહ અને ચિંતામાં આપણે અનેક વિષયો પર કામ કરવા પ્રયત્નો કરીએ છીએ અને આથી આપણાં સંસાધનો બગાડીએ છીએ. તેના બદલે તમે એક સમસ્યા પર કામ કરો. તેનું સમાધાન શોધો. એક જિલ્લો – એક સમસ્યા અને સંપૂર્ણ સમાધાન. એક સમસ્યા ઘટાડો, તમારા વિશ્વાસમાં વધારો થશે અને લોકોના વિશ્વાસમાં પણ વધારો થશે. તે કાર્યક્રમોમાં તેમની ભાગીદારીમાં વધારો કરશે.”

તેમણે પ્રોબેશનર અધિકારીઓને સ્વચ્છ ઇરાદા સાથે કામ કરવા અને જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમારે કઠોર શક્તિના બદલે નરમ શક્તિઓનું પ્રદર્શન કરવું જોઇએ. તમે જાહેર જનતાને આસાનીથી ઉપલબ્ધ બનવા જોઇએ. તમારે સ્વચ્છ ઇરાદાઓ સાથે કાર્ય કરવું જોઇએ. તમારી પાસે તમામ સમસ્યાઓનું સમધાન ન હોય તેવું બની શકે પરંતુ તમારી પાસે ઓછામાં ઓછી સાંભળવાની ઇચ્છા હોવી જોઇએ. આ દેશમાં સામાન્ય લોકો કેટલીક વખત માત્ર એટલા માટે સંતૂષ્ટ થઇ જાય છે કેમ કે તેમને યોગ્ય રીતે સાંભળવામાં આવે છે. તેને માન અને સન્માન જોઇએ છે અને પોતાની સમસ્યા રજૂ કરવા યોગ્ય મંચ જોઇએ છે.”

તેમણે યોગ્ય પ્રતિભાવ વ્યવસ્થાતંત્ર વિકસાવવા માટે જણાવ્યું હતું જેથી તેઓ યોગ્ય નિર્ણયો હાથ ધરી શકે. તેમણે જણાવ્યું હતું કે, “કોઇપણ વ્યવસ્થાતંત્રમાં, કોઇપણ અમલદારશાહીને અસરકારક બનવા માટે તમારે યોગ્ય પ્રતિભાવ વ્યવસ્થાની જરૂરિયાત રહે છે. તમે તમારા વિરોધીઓનો પણ પ્રતિભાવ મેળવવા માટે સક્ષમ હોવા જોઇએ અને આ તમારા પરિપ્રેક્ષ્યમાં વધારો કરશે અને સુધારણા કરવા માટે તમને મદદરૂપ સાબિત થશે.”

પ્રધાનમંત્રીએ નાગરિક સેવા પ્રોબેશનર અધિકારીઓ સમક્ષ ટેક્નોલોજિકલ ઉપાયો દ્વારા કામ કરવા અને દેશ 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે તે દિશામાં કામ કરવા ભારપૂર્વક આહવાન કર્યુ હતું.

અગાઉ પ્રધાનમંત્રી સાથે અલગ વાતચીતમાં પ્રોબેશનર દ્વારા કૃષિ અને ગ્રામીણ સશક્તીકરણ, સ્વાસ્થ્ય સુધારાઓ અને નીતિ ઘડતર, સાતત્યપૂર્ણ ગ્રામીણ સંચાલન તકનિકો, સમાવેશી શહેરીકરણ અને શિક્ષણના ભવિષ્ય જેવા જુદા-જુદા વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

पूरा भाषण पढ़ने के लिए यहां क्लिक कीजिए

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Landmark day for India: PM Modi on passage of Citizenship Amendment Bill

Media Coverage

Landmark day for India: PM Modi on passage of Citizenship Amendment Bill
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ડિસેમ્બર 2019
December 12, 2019
શેર
 
Comments

Nation voices its support for the Citizenship (Amendment) Bill, 2019 as both houses of the Parliament pass the Bill

India is transforming under the Modi Govt.